Gujarat Development

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું કર્યું નિરીક્ષણ કર્યું અને માલ પરિવહન સુવિધાઓનું કર્યું નિરીક્ષણ

રેલવે સંરક્ષા, યાત્રી સુવિધાઓ અને માલ પરિવહનથી જોડાયેલી વ્યવસ્થાઓને વધુ ઉત્તમ બનાવવા પર આપ્યો ભાર

ગુજરાતમાં રેલવે સંરક્ષા અને મૂળભૂત માળખાને મજબૂત કરવાની દિશામાં ભારતીય રેલવે દ્વારા સતત કામો કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં 12 સપ્ટેમ્બર 2026ના રોજ મંડળ રેલ પ્રબંધક (DRM) અમદાવાદ શ્રી વેદ પ્રકાશ એ સિનિયર રેલવે અધિકારીઓ સાથે મંડળના વિવિધ સ્ટેશનો અને માલ પરિવહન સાથે સંકળાયેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે યાત્રીઓની સુવિધાઓ, રેલવે પરિચાલન, સંરક્ષા, સ્વચ્છતા તથા માલ લોડિંગ-અનલોડિંગ સાથે સંકળાયેલી વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા.

દેવળિયા રેલવે સ્ટેશન અને MMCTનું નિરીક્ષણ

DRM શ્રી વેદ પ્રકાશ એ દેવળિયા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરી સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રીઓની સુવિધાઓ, સ્ટેશનની વ્યવસ્થાઓ અને રેલવે પરિચાલન સંબંધિત વ્યવસ્થાઓની સમીક્ષા કરી.
નિરીક્ષણ દરમિયાન તેમણે સ્ટેશન પર સુરક્ષા, સ્વચ્છતા અને યાત્રીની સુવિધાઓને વધુ ઉત્તમ બનાવવા પર ભાર મૂક્યો. યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત રેલવે પરિચાલન સુનિશ્ચિત કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાં સમયસર પૂરા કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી. ત્યારબાદ DRM શ્રી વેદ પ્રકાશ એ દેવળિયા સ્થિત Western Carriers ના Multi Modal Cargo Terminal (MMCT) ની લોડિંગ-અનલોડિંગ સાઇડિંગનું નિરીક્ષણ કર્યું.


આ દરમિયાન તેમણે માલ લોડિંગ અને અનલોડિંગની વ્યવસ્થાઓ, ટર્મિનલ સંચાલન તથા લોજિસ્ટિક્સ સુવિધાઓની સમીક્ષા કરી. તેમણે રેલવે આધારિત મલ્ટીમોડલ લોજિસ્ટિક્સને પ્રોત્સાહન આપવા તથા માલ પરિવહનને વધુ સરળ, ઝડપી, સુરક્ષિત અને અસરકારક બનાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ પર ભાર મૂક્યો.
DRM એ અધિકારીઓને ટર્મિનલની કાર્યક્ષમતાનો વધુ સારો ઉપયોગ કરવા, માલ લોડિંગ-અનલોડિંગ પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવા અને રેલવે દ્વારા માલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા.

ભીમાસર સ્ટેશન પર આધુનિક માલ લોડિંગ સુવિધાઓનું નિરીક્ષણ

 

અમદાવાદ મંડળના ગાંધીધામ-ભીમાસર સેક્શનમાં આવેલા ભીમાસર (BMSB) રેલવે સ્ટેશનનું પણ DRM શ્રી વેદ પ્રકાશ એ નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે સ્ટેશન પર જથ્થાબંધ માલ, ખાસ કરીને મીઠાના લોડિંગ અને અનલોડિંગ માટે વિકસાવવામાં આવેલી આધુનિક સાઇડિંગની સમીક્ષા કરી. તેમણે સાઇડિંગ સંબંધિત ટેકનિકલ વ્યવસ્થાઓ, કામગીરીની પ્રક્રિયાઓ અને માલ લોડિંગ-અનલોડિંગની કાર્યપદ્ધતિનું નિરીક્ષણ કર્યું. DRM શ્રી વેદ પ્રકાશ એ અધિકારીઓને માલ લોડિંગ અને અનલોડિંગમાં કાર્યક્ષમતા વધારવા, કામગીરી સુગમ બનાવવા અને ઉપલબ્ધ રેલવે માલ પરિવહન ક્ષમતાનો મહત્તમ અને અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવા સૂચના આપી. તેમણે રેલવે પરિવહન દ્વારા માલની હેરફેર વધારવા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે રેલવેની ભૂમિકાને વધુ મજબૂત કરવા પર વિશેષ ભાર મૂક્યો.

શિવાલખા GCTનું કર્યું નિરીક્ષણ

DRM શ્રી વેદ પ્રકાશ એ સામખિયાળી-પાલનપુર સેક્શનમાં શિવાલખા ખાતે સ્થિત ગતિશક્તિ કાર્ગો ટર્મિનસનું પણ નિરીક્ષણ કર્યું. આ GCT નો વિકાસ KMT Engg. Pvt. Ltd. દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ પરિયોજનાની પ્રસ્તાવિત કુલ પડતર આશરે ₹200 કરોડ છે, જેમાંથી રેલવેથી સંબંધિત પરિયોજના પડતર લગભગ ₹12.97 કરોડ છે. તે આશરે 150 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહ્યો છે. આ પરિયોજના હેઠળ રેલવે વેગન ઉત્પાદન સાથે કન્ટેનર ટ્રાફિક માટે જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ પરિયોજના સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓને ઝડપી બનાવવાની સાથે આશરે 2,000 લોકોને રોજગારીની તકો પૂરી પાડવામાં પણ મદદરૂપ થશે.
નિરીક્ષણ દરમિયાન DRM શ્રી વેદ પ્રકાશ એ ટર્મિનલની વિકાસ અને પરિચાલન સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી અને અધિકારીઓને પરિયોજના સાથે સંકળાયેલી રેલવે સુવિધાઓ નિર્ધારિત ધોરણો મુજબ વિકસાવવા અને માલ પરિવહન ક્ષમતાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવાની સૂચનાઓ આપી.

નવવિકસિત ગોપાલપુર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ

DRM શ્રી વેદ પ્રકાશ એ નવવિકસિત ગોપાલપુર રેલવે સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે સ્ટેશન પર યાત્રીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી વિવિધ સુવિધાઓ, સ્ટેશન સંકુલની વ્યવસ્થાઓ અને ઉદઘાટન કાર્યક્રમ સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી. આ દરમિયાન સંબંધિત અધિકારીઓને તમામ વ્યવસ્થાઓ સમયસર, સુવ્યવસ્થિત અને સુગમ રીતે થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી. આધુનિક સુવિધાઓથી સજ્જ ગોપાલપુર રેલવે સ્ટેશન યાત્રીઓને વધુ સારી, સુરક્ષિત અને સુવિધાસભર યાત્રાનો અનુભવ પૂરો પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સ્ટેશનના વિકાસથી વિસ્તારના રેલવે યાત્રીઓને ઉત્તમ સુવિધાઓ મળવાની સાથે સ્થાનિક વિસ્તારની રેલવે કનેક્ટિવિટી અને યાત્રીઓની સેવા વ્યવસ્થાને પણ બળ મળશે.

નિરીક્ષણ દરમિયાન DRM શ્રી વેદ પ્રકાશ એ અધિકારીઓ અને કર્મચારીઓને રેલવે સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને યાત્રીઓની સુવિધાઓ, પરિચાલન ક્ષમતા, સ્વચ્છતા અને માલ પરિવહન સંબંધિત વ્યવસ્થાઓમાં સતત સુધારો સુનિશ્ચિત કરવાની સૂચનાઓ આપી. અમદાવાદ મંડળ દ્વારા રેલવે સંરક્ષા, યાત્રીઓની સુવિધાઓ અને માલ પરિવહનના મૂળભૂત માળખાને મજબૂત કરવા માટે આ પ્રકારના નિરીક્ષણ અને સમીક્ષા કામો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે.
****

Chief Editor

Recent Posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાસનના 5 વર્ષ

સુશાસનના 5 વર્ષ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી…

10 hours ago

અમેરિકાના સાક્રામેન્ટોમાં ભારતીય મૂળની મહિલાની ગોળી મારી હત્યા; આરોપી કારમાંથી મૃત મળી આવ્યો

Sacramento Stalking Murder | અમેરિકાના કેલિફોર્નિયા (California) ના સાક્રામેન્ટો કાઉન્ટીમાં (Sacramento County) મહિનાઓ સુધી ચાલુ…

21 hours ago

કેનેડા કોર્ટે 3 ભારતીયોનો વિઝિટર વિઝા રિજેક્શનનો નિર્ણય રદ કર્યો: ઈમિગ્રેશન ઓફિસરના નિર્ણયને ગણાવ્યો ‘અયોગ્ય’

Canada Visitor Visa | કેનેડાની ફેડરલ કોર્ટે 3 ભારતીય અરજદારોની ટૂરિસ્ટ વિઝા અરજી ફગાવી દેવાના…

22 hours ago

‘ધ ઈન્ડિયન કાઉબોય’ બોબી કેશના જીવન પર બનશે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા ફીચર ફિલ્મ

Bobby Cash Movie | નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયન હાઈકમિશનર (Australian High Commission) દ્વારા યોજાયેલા એક ખાસ…

22 hours ago

‘ઑસ્ટ્રેલિયામાં નો સર, નો મેડમ’: ભારતીય યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા પોતાના અનુભવો

Australia Life Experience | ઓસ્ટ્રેલિયા (Australia) માં રહેતી એક ભારતીય મહિલા દીશા શાહે (Disha Shah)…

22 hours ago

30 હજારથી વધુ પ્રતિબંધ છતાં રશિયન અર્થતંત્ર મજબૂત, દિલ્હીમાં બોલ્યા વ્લાદિમીર પુતિન

BRICS Summit 2026 | નવી દિલ્હી (New Delhi) માં આયોજિત BRICS Summit 2026 માં ભાગ લેવા…

22 hours ago