Railway Update

ગુજરાતને બે નવી રેલ સેવાઓની ભેટ

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: મુસાફરોની સુવિધા અને રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભારતીય રેલવે દ્વારા ગુજરાતને બે નવી રેલ સેવાઓની ભેટ આપવામાં આવી રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબર, 2026ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહેસાણા–બેચરાજી–સાબરમતી નવી મેમુ ટ્રેન સેવા તથા સાબરમતી–વારાણસી એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.

સાબરમતી અને મહેસાણા વચ્ચે બે જોડી નવી દૈનિક મેમુ ટ્રેન સેવાઓ

ઉદ્ઘાટન સ્પેશિયલ ટ્રેનની વિગતો

ટ્રેન નંબર 09432 બેચરાજી–સાબરમતી ઉદ્ઘાટન સ્પેશિયલ 30 ઑક્ટોબર, 2026ના રોજ બેચરાજીથી સવારે 10:30 વાગ્યે ઉપડશે અને બપોરે 12:15 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન માર્ગમાં કટોસણ રોડ, ભોયણી, કડી, કલોલ અને ચાંદખેડા રોડ સ્ટેશનો પર ઊભી રહેશે.

નિયમિત મેમુ ટ્રેન સેવાઓની વિગતો

ટ્રેન નંબર 69127/69128 સાબરમતી–મહેસાણા–સાબરમતી મેમુ (દૈનિક)

ટ્રેન નંબર 69127 સાબરમતી–મહેસાણા મેમુ 1 નવેમ્બર, 2026થી દરરોજ સાબરમતીથી સવારે 06:40 વાગ્યે ઉપડશે અને 09:45 વાગ્યે મહેસાણા પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 69128 મહેસાણા–સાબરમતી મેમુ દરરોજ મહેસાણાથી સાંજે 16:40 વાગ્યે ઉપડશે અને રાત્રે 20:30 વાગ્યે સાબરમતી પહોંચશે.

ટ્રેન નંબર 69131/69132 સાબરમતી–મહેસાણા–સાબરમતી મેમુ (દૈનિક)

ટ્રેન નંબર 69131 સાબરમતી–મહેસાણા મેમુ 1 નવેમ્બર, 2026થી દરરોજ સાબરમતીથી સાંજે 17:05 વાગ્યે ઉપડશે અને રાત્રે 20:25 વાગ્યે મહેસાણા પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 69132 મહેસાણા–સાબરમતી મેમુ દરરોજ મહેસાણાથી સવારે 07:05 વાગ્યે ઉપડશે અને 10:20 વાગ્યે સાબરમતી પહોંચશે.

બંને જોડી મેમુ ટ્રેનો માર્ગમાં ચાંદખેડા રોડ, કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બેચરાજી, ચણસ્મા અને રાણુજ સ્ટેશનો પર ઊભી રહેશે.

આ સેવાઓથી દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તથા અન્ય મુસાફરોને વિશેષ લાભ મળશે. ઉપરાંત, બેચરાજી સ્થિત શ્રી બહુચર માતા મંદિરનાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ તેમજ માર્ગમાં આવેલા વિવિધ નગરોના મુસાફરોને પણ સુવિધાજનક રેલવે જોડાણ ઉપલબ્ધ થશે.

સાબરમતી અને વારાણસી વચ્ચે નવી દૈનિક ટ્રેન સેવા

ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલવે કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવાના હેતુથી સાબરમતી અને વારાણસી વચ્ચે નવી દૈનિક ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ સેવા મુસાફરોને બંને શહેરો વચ્ચે સીધી રેલવે કનેક્ટિવિટી પૂરી પાડશે તેમજ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનાં વિવિધ મુખ્ય શહેરોના મુસાફરો માટે પણ ઉપયોગી સાબિત થશે.

ટ્રેન નંબર 09405 સાબરમતી–વારાણસી સુપરફાસ્ટ ઉદ્ઘાટન સ્પેશિયલ

ટ્રેન નંબર 09405 સાબરમતી–વારાણસી સુપરફાસ્ટ ઉદ્ઘાટન સ્પેશિયલ 30 ઑક્ટોબર, 2026ના રોજ સાબરમતી સ્ટેશનથી સવારે 10:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11:40 વાગ્યે વારાણસી પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, માંડવર મહુવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા જંક્શન, ટૂંડલા જંક્શન, ગોવિંદપુરી, સુબેદારગંજ અને મિર્ઝાપુર સ્ટેશનો પર ઊભી રહેશે.

 

કોચની રચના અને બુકિંગ

સાબરમતી–વારાણસી સુપરફાસ્ટ ઉદ્ઘાટન સ્પેશિયલમાં એસી પ્રથમ શ્રેણી, એસી દ્વિતીય શ્રેણી, એસી તૃતીય શ્રેણી, સ્લીપર તથા સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.

ટ્રેન નંબર 09405નું બુકિંગ તાત્કાલિક અસરથી તમામ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે.

આ બંને નવી રેલ સેવાઓથી મુસાફરોને મુસાફરીના વધુ સારા વિકલ્પો ઉપલબ્ધ થશે. સાબરમતી–મહેસાણા મેમુ સેવાઓ પ્રાદેશિક અવરજવરને સરળ બનાવશે, જ્યારે સાબરમતી–વારાણસી એક્સપ્રેસ ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે સીધી રેલવે કનેક્ટિવિટી પૂરી પાડશે. આ સેવાઓથી દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વેપારીઓ તેમજ ધાર્મિક સ્થળોની યાત્રા કરતા શ્રદ્ધાળુઓને લાભ મળશે.

Chief Editor

Recent Posts

ટેક્સાસના BSC પરિવારના સદસ્યોની હાજરીમાં ગરબાની જામી જોરદાર રમઝટ

BSC ગરબા-રાસ ૨૦૨૬ની ભવ્ય અને યાદગાર ઉજવણી! ૩૮૦ જેટલા BSC પરિવારના સદસ્યોની હાજરીમાં ગરબાની જામી…

16 hours ago

રિલાયન્સ ગ્રુપના IPO માટે રૂ. ૭,૫૦,૦૦૦,૦૦,૦૦,૦૦૦/-

રૂ. ૭,૫૦,૦૦૦,૦૦,૦૦,૦૦૦/- (રિલાયન્સ ગ્રુપના IPO માટે ભારતીય વસ્તીના લગભગ ૧% લોકો પાસેથી એકત્રિત કરાયેલા ૭.૫…

17 hours ago

પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી બનાસકાંઠામાં ₹14,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે File Photo…

17 hours ago

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નર્મદા મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે

* સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા ₹15.10 કરોડના ખર્ચે શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું અપગ્રેડેશન અને વિકાસ *…

17 hours ago

‘પીએમ કિસાન સન્માન નિધિ’ કાર્યક્રમ

નરેન્દ્ર મોદીજીના કાર્યક્રમોના સુચારુ આયોજન સંદર્ભે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી.   આજે તારી ખ…

2 days ago

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે રાધનપુર ખાતેના નવા બાયો-સીએનજી પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે ગુજરાતમાં  થરાદ પ્લાન્ટમાં પ્રતિદિન 75 મેટ્રિક ટન અને રાધનપુર…

2 days ago