સુશાસનના 5 વર્ષ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવા સુનિશ્વિત થઇ
રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં મહત્વપૂર્ણ સુધારા કર્યા
*
ગતિશક્તિ પોર્ટલ સાથે એકીકરણ દ્વારા જમીન સંપાદન અને ખેડૂતોને વળતરની પ્રક્રિયા ઝડપી બની
*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણયોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ મુજબના વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાત નિર્માણની યાત્રા વધુ વેગવાન બનશે
*
ગાંધીનગર, 12 સપ્ટેમ્બર 2026 :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે સુશાસનના સફળ 5 વર્ષ પૂર્ણ કર્યા છે. રાજ્યના નાગરિકો સુધી પ્રભાવી અને અસરકારક સેવા વિતરણ સુનિશ્વિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જરૂરી મહેસૂલી સુધારા કરીને સુશાસનનું દૃષ્ટાંત રજૂ કર્યું છે. તેમનું નેતૃત્વ પારદર્શિતા, સરળતા અને ટેક્નોલોજી આધારિત વહીવટ માટે જાણીતું છે. તેથી જ ગુજરાત સરકારે અમલમાં મૂકેલા વ્યાપક સુધારાઓ આજે રાજ્યના ખેડૂતો, ઉદ્યોગો અને વિકાસ પ્રોજેક્ટ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. જમીન નોંધણીથી લઈને બિનખેતીની મંજૂરી સુધીની પ્રક્રિયાઓને સરળ, પારદર્શક અને ડિજિટલ બનાવવાથી ગુજરાત સુશાસનનું રોલ મોડેલ બન્યું છે. આ સુધારાઓને લીધે રાજ્યના વિકાસને નવી ગતિ મળી છે, જે “ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ” અને “ઈઝ ઑફ લિવિંગ”ને મજબૂતી આપે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ગવર્નન્સને નવી ગતિ આપી છે. ઇ-ધરા જેવી પ્રણાલીઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે, જેના લીધે ખરાઇ સાથેના જમીન રેકોર્ડ સુરક્ષિત અને ઝડપથી નાગરિકોને ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. પરિણામે જમીન સંબંધિત વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
કાયદાકીય સુરક્ષા જાળવીને પ્રક્રિયાને સરળ બનાવવા માટે બિનખેતી (NA) મંજૂરી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન બનાવવામાં આવી છે. તેમાં સમયસર મંજૂરી મળવાથી સમય અને ખર્ચમાં ઘટાડો થયો છે અને ઉદ્યોગોને ફાયદો થવાની સાથે ખેડૂતોના હિતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથો સાથ, ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ હેઠળ 34 જિલ્લાઓમાં જમીન માપણી અને રીસર્વેની કામગીરી ના કારણે જેના કારણે જમીન વિવાદોમાં ઘટાડો થયો છે અને ખેડૂતોને લોન, પાક વીમા અને સરકારી સહાય સરળતાથી મળી રહી છે.
આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં મહત્વપૂર્ણ સુધારા
આ સુધારા વિધેયકમાં 1947 થી અત્યાર સુધી થયેલા તમામ ટુકડા ધારાના ભંગ કોઈપણ પ્રકારના દંડ વિના નિયમબદ્ધ-વિનિયમિત કરવામાં આવશે. આ વિધેયકમાં ઉમેરવામાં આવેલી નવી કલમ-5(4)નો ઉપયોગ કરી રાજ્ય સરકાર દ્વારા તમામ લોકલ એરીયામાં એક સમાન ક્ષેત્રફળ 10 ગુંઠા (1012 ચો.મી) નક્કી કરેલ છે. આ સુધારાથી જમીન લે-વેચમાં સ્થાનિક ગૂંચવાડા દૂર થશે. શહેરી વિસ્તારો ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણ મુક્ત થશે અને સમગ્ર રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ મળશે
સેવાઓમાં ડિજિટલાઇઝેશન અને ટેકનોલોજીકલ સુધારા
મહેસૂલી સેવાઓમાં ડિજિટલ ટેક્નોલોજીને સામેલ કરવાથી કામગીરી વધુ સરળ, પારદર્ષક અને ઝડપી બની છે. ગરવી 2.0 પોર્ટલના રાજ્યવ્યાપી અમલીકરણ દ્વારા દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા ઓનલાઇન અને ફેસલેસ બનાવવામાં આવી છે. જન સેવા અને ઈ-ધરા કેન્દ્રો પરથી ફિઝિકલ સહી-સિક્કા વગરની ડિજિટલ સહી અને QR કોડવાળી નકલો (VF-6, VF-7, 8A) મેળવવાની સુવિધા ઉપલબ્ધ છે. તે સિવાય અરજદાર હવે સીટી સરવે કચેરીની રૂબરૂ મુલાકાત કર્યા વગર ઓનલાઇન માધ્યમથી ઇ-સીલ દ્વારા પ્રમાણિત કરેલી પ્રોપર્ટીકાર્ડની નકલ ઘરે બેઠા મેળવી શકે છે. જમીન ફાળવણીને લગતા સુધારા અંતર્ગત iORA પોર્ટલ દ્વારા રાજ્યના નાગરિકો સુધી ઝડપી અને પારદર્શક સેવાઓ પહોંચવામાં સરળતા મળી છે.
અત્યાધુનિક ટેક્નોલોજીથી જમીનનું મેપિંગ
મહેસૂલ વિભાગે ISROની અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી રાજ્યના સમગ્ર ભૂભાગનું ઉચ્ચ રિઝોલ્યુશન ક્ષમતા સાથે મેપિંગ હાથ ધર્યું છે. આ પહેલ અંતર્ગત સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો, લીઝ પર આપેલી જમીનનો દુરુપયોગ અને મર્યાદા બહારના ખનન (Mining) જેવી પ્રવૃત્તિઓ પર સચોટ દેખરેખ રાખવામાં આવે છે. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને મશીન લર્નિંગ ટેકનોલોજી દ્વારા કોઈપણ અનધિકૃત ફેરફાર થતાં જ ‘iORA’ અને ‘RO Diary’ પર સ્વચાલિત (Automatic) એલર્ટ જનરેટ થાય છે, જેનાથી જમીન પર ત્વરિત કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય છે.
ગતિશક્તિ પોર્ટલ સાથે એકીકરણ દ્વારા જમીન સંપાદન અને ખેડૂતોને વળતરની પ્રક્રિયા ઝડપી બની
જમીન સંપાદનની કામગીરીને ઝડપી બનાવવા માટે ગતિશક્તિ પોર્ટલ સાથે એકીકરણ કરવામાં આવ્યું છે જેના લીધે રાજ્યના જાહેર ક્ષેત્રના મહત્વના પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદન કરવામાં આવ્યું છે. તેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે, આબુરોડ-તારંગા હિલ રેલવે અને કેશોદ એરપોર્ટ જેવા મહત્વના પ્રોજક્ટ્સમાં સફળતાપૂર્વક જમીન સંપાદન થવાથી ખેડૂતોને ઝડપથી વળતર મળી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન મહેસૂલ વિભાગના મહત્વના સુધારા :
• ઇનામી કાયદા હેઠળ કબ્જા નિયમબધ્ધ કરવામાં આવ્યા. પ્રવર્તમાન જંત્રી કિંમતના 20% કબ્જા હકકની કિંમત વસુલીને બિનઅધિકૃત કબ્જા નિયમબધ્ધ કરવાનો નિર્ણય
• અરજદારોના ફીડબેકના આધારે સેવા વિતરણમાં સુધારો કરવા માટે ‘ફીડબેક સેન્ટર’ની શરૂઆત
• ખેતી હેતુ નવી અને અવિભાજ્ય શરત, પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રિત સત્તા પ્રકારની તમામ જમીનો જૂની શરતની ગણવાનો અને ખેતી-બિનખેતી હેતુફેર માટે કોઇપણ પ્રકારના પ્રિમીયમની વસુલીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય
• જમીન સંપાદનના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર – તા. 1/5/1960 પછી તમામ જમીન સંપાદનના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનો ખેડૂતલક્ષી હકારાત્મક નિર્ણય
• બિનખેતીના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર વર્તમાન જંત્રી કિંમતના 20% કબ્જા હકની કિંમત વસુલીને બિનઅધિકૃત કબ્જા નિયમબધ્ધ કરવાનો નિર્ણય
• પ્રવર્તમાન જંત્રી ભાવના 10% પ્રિમીયમ વસુલ સાતે રિવાઇઝ બિનખેતી પરવાનગી આપવાનો નિર્ણય
• ખેડૂત ખરાઈ માટે હવે 06/04/1995 પહેલાનો રેકોર્ડ તપાસવાની જરૂર રહેશે નહીં
• ગ્રીન હાઇડ્રોજન નીતિ 2023: રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે સરકારી પડતર જમીન ભાડાપટ્ટે આપવાની નીતિ અમલમાં મૂકી
• બિનખેતી (NA) પ્રક્રિયામાં છૂટછાટ: રિન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેક્ટ્સ માટે ખાનગી અને સરકારી જમીનમાં ‘ડીમ્ડ એન.એ.’ પરવાનગીનો લાભ આપવાની જોગવાઈ
• સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સત્તામર્યાદામાં વધારો કરાયો
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણયોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ મુજબના વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાત નિર્માણની યાત્રા વધુ વેગવાન બનશે. ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી એક ડગલું આગળ વધીને “કમ્ફર્ટ ઓફ ડુઈંગ બિઝનેસ” અને મેક્ઝિમમ ગવર્નન્સ-મિનિમમ ગવર્નમેન્ટ ચરિતાર્થ થશે.
DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું કર્યું નિરીક્ષણ કર્યું અને માલ પરિવહન સુવિધાઓનું…
Sacramento Stalking Murder | અમેરિકાના કેલિફોર્નિયા (California) ના સાક્રામેન્ટો કાઉન્ટીમાં (Sacramento County) મહિનાઓ સુધી ચાલુ…
Canada Visitor Visa | કેનેડાની ફેડરલ કોર્ટે 3 ભારતીય અરજદારોની ટૂરિસ્ટ વિઝા અરજી ફગાવી દેવાના…
Bobby Cash Movie | નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયન હાઈકમિશનર (Australian High Commission) દ્વારા યોજાયેલા એક ખાસ…
Australia Life Experience | ઓસ્ટ્રેલિયા (Australia) માં રહેતી એક ભારતીય મહિલા દીશા શાહે (Disha Shah)…
BRICS Summit 2026 | નવી દિલ્હી (New Delhi) માં આયોજિત BRICS Summit 2026 માં ભાગ લેવા…