BSC ગરબા-રાસ ૨૦૨૬ની ભવ્ય અને યાદગાર ઉજવણી!
૩૮૦ જેટલા BSC પરિવારના સદસ્યોની હાજરીમાં ગરબાની જામી જોરદાર રમઝટ જોવા મળી હતી. પ્લાનો, ટેક્સાસ ખાતેના અહેવાલો જણાવે છે કે ૨૦૨૬ ભારતીય સિનિયર સિટિઝન્સ ઓફ ડલાસ (BSC) દ્વારા ઓટો મિડલ સ્કૂલ ખાતે ગરબા-રાસ મહોત્સવની ખૂબ જ સુંદર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આશરે ૩૮૦ જેટલા BSC પરિવારના સદસ્યોએ આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રંગબેરંગી પરંપરાગત પોશાક, સુંદર સજાવટ અને આનંદભર્યા વાતાવરણને જોઈને જાણે અમેરિકાની ધરતી પર ગુજરાતની નવરાત્રિ ઊજવાતી હોય તેવો અહેસાસ થયો. ભારતીબેન પટેલ અને મહિલા સ્વયંસેવિકાઓએ માતાજીનો સુંદર શણગાર કર્યો હતો. સ્વયંસેવકોએ તૈયાર કરેલો ફોટો બૂથ પણ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ઓક્ટોબર માસના જન્મદિવસ અને લગ્નતિથિની ઉજવણી પણ આનંદપૂર્વક કરવામાં આવી હતી. સાંજે ૫:૧૫ વાગ્યે માતાજીની આરતી બાદ ૬ વાગ્યે ગરબાની રમઝટ શરૂ થઈ. ડીજે – મહેશ – મધુર સંગીત અને ધમાકેદાર તાલ સાથે પરંપરાગત ગરબા, દાંડિયા રાસ, ફ્રીસ્ટાઇલ અને સનેડાની એવી રંગત જમાવી કે સિનિયર સભ્યો સહિત સૌ કોઈ મન મૂકીને ઝૂમી ઊઠ્યા.
રાત સુધી સૌનો ઉત્સાહ જોવા જેવો હતો. મંગળાબેન અને ભરતભાઈ રામાણી પરિવારના સૌજન્યથી ફાફડા, શુદ્ધ ઘીની જલેબી, કઢી, મરચાં, સંભારો અને આઈસ્ક્રીમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત કૃષ્ણા પાણીપૂરીની પાણીપૂરી અને આલૂ ટિક્કી ચાટ, ઇન્ડો ચાઈનીઝની વાનગીઓ તથા સ્વાદિષ્ટ ભોજનનો સૌએ આનંદ માણ્યો. કાર્યક્રમ દરમિયાન રેફલ ડ્રો યોજાયો હતો, જેમાં વિજેતાઓને વિવિધ આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા.
ઇનામોના વિતરણથી સૌમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો અને કાર્યક્રમની મજામાં વધુ વધારો થયો. કાર્યક્રમનું સંચાલન વિઠ્ઠલભાઈ દિયોરા દ્વારા કરવામાં આવ્યું. સ્ટેજ વ્યવસ્થામાં શરદભાઈ પટેલ અને ભોજનની બેઠક વ્યવસ્થામાં શાંતિલાલ ગાબાણી, હસમુખભાઈ સાવલિયા, વિનોદભાઈ રામોલિયા, અશ્વિનભાઈ અમીન અને સુરેશભાઈ ભાવસારે સુંદર સહયોગ આપ્યો. હીરાલાલ સુતરિયા, પ્રવીણભાઈ પાનસુરિયા અને નરેશભાઈ શાહ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મહિલા ટીમ, સ્વયંસેવકો, દાતાઓ અને સ્પોન્સર્સના સહયોગથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ અને યાદગાર રહ્યો. આ કાર્યક્રમ માત્ર ગરબા-રાસની ઉજવણી નહોતો, પરંતુ BSC પરિવારના પ્રેમ, એકતા, ઉત્સાહ અને ભારતીય સંસ્કૃતિનો સુંદર સંગમ હતો. સૌના સહયોગ અને સુંદર ટીમવર્કથી BSC ગરબા-રાસ ૨૦૨૬ સૌના હૃદયમાં મીઠાં સંભારણાં છોડી ગયો છે.
રૂ. ૭,૫૦,૦૦૦,૦૦,૦૦,૦૦૦/- (રિલાયન્સ ગ્રુપના IPO માટે ભારતીય વસ્તીના લગભગ ૧% લોકો પાસેથી એકત્રિત કરાયેલા ૭.૫…
અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: મુસાફરોની સુવિધા અને રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભારતીય રેલવે…
પ્રધાનમંત્રી બનાસકાંઠામાં ₹14,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે File Photo…
* સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા ₹15.10 કરોડના ખર્ચે શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું અપગ્રેડેશન અને વિકાસ *…
નરેન્દ્ર મોદીજીના કાર્યક્રમોના સુચારુ આયોજન સંદર્ભે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આજે તારી ખ…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે ગુજરાતમાં થરાદ પ્લાન્ટમાં પ્રતિદિન 75 મેટ્રિક ટન અને રાધનપુર…