Donald Trump Vladimir Putin Call
અમેરિકા (America), ઈઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે વધી રહેલા તણાવ અને યુદ્ધ (War) ની સ્થિતિએ સમગ્ર વિશ્વની ચિંતા વધારી છે. મિડલ ઈસ્ટ (Middle East) માંથી ઓઈલ અને ગેસ સપ્લાય (Gas Supply) ખોરવાઈ જવાની ભીતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) વચ્ચે 1 કલાક સુધી ટેલિફોનિક (Telephonic) વાતચીત થઈ છે.
ઈરાન અને યુક્રેન મુદ્દે ખાસ ચર્ચા રશિયાના વિદેશ નીતિના સલાહકાર યુરી ઉષાકોવના જણાવ્યા અનુસાર, પુતિને ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન ઈરાન યુદ્ધ રોકવાનો ખાસ માસ્ટર પ્લાન (Master Plan) શેર કર્યો હતો. રશિયાનો દાવો છે કે આ વાતચીતની પહેલ અમેરિકા તરફથી કરવામાં આવી હતી. આ હાઈ-પ્રોફાઈલ ચર્ચામાં યુક્રેન (Ukraine) અને વેનેઝુએલા (Venezuela) ની સ્થિતિ પર પણ ગહન વિચારણા કરવામાં આવી હતી.
સીઝફાયર તરફ પ્રથમ મોટું પગલું પુતિને યુક્રેન મામલે ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહેલી મધ્યસ્થી (Mediation) ના પણ વખાણ કર્યા છે. ઈરાન રશિયાનું મિત્ર રાષ્ટ્ર છે, જ્યારે અમેરિકા ઈઝરાયેલની પડખે છે. આવા સંજોગોમાં આ બંને શક્તિશાળી નેતાઓ વચ્ચેનો સંવાદ સીઝફાયર (Ceasefire) અને વિશ્વ શાંતિ માટે પ્રથમ મોટો સંકેત હોઈ શકે છે.
