Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

DFW ગુજરાતી સમાજનાે ભવ્ય દિવાળી મેળાે

Chief Editor November 6, 2026
7-11 us8

 DFW ગુજરાતી સમાજના ભવ્ય દિવાળી મેળામાં ૫,૦૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

સાંસ્કૃતિક કાર્યક્રમો, રામલીલા, બોલિવૂડ સંગીત અને આકર્ષક ડ્રોન શોએ દિવાળી મેળાને બનાવ્યો યાદગાર

 

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

ડલાસ–ફોર્ટ વર્થ, ટેક્સાસDFW ગુજરાતી સમાજ દ્વારા ૧ નવેમ્બરના રોજ ભવ્ય દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ૩:૩૦ વાગ્યાથી પાર્કમાં શરૂ થયેલા આ મેળામાં ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને મનોરંજનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. ૫,૦૦૦થી વધુ મુલાકાતીઓએ ઉત્સાહભેર હાજરી આપી દિવાળીના પર્વની ઉજવણી કરી હતી.

મેળાની શરૂઆત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી કરવામાં આવી હતી. આશરે ૨૦થી ૨૫ સંસ્થાઓએ ભાગ લઈ પોતાની કલાત્મક રજૂઆતો દ્વારા ઉપસ્થિત દર્શકોનું મનોરંજન કર્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કલાકારોને DFW ગુજરાતી સમાજ તરફથી પ્રમાણપત્રો અને ટ્રોફી અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડલાસ–ફોર્ટ વર્થ વિસ્તારના રાજકીય આગેવાનો, ફ્રિસ્કો અને પ્લેનોના મેયર, સેનેટર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતી સમાજ દ્વારા તમામ મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ફ્રિસ્કોના મેયરે ઉપસ્થિત સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉજવણીમાં સહભાગી થયા હતા. દિવાળી મેળામાં આશરે ૪૦થી ૫૦ જેટલા વ્યવસાયિક અને ખાણીપીણીના સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા. વિવિધ વ્યવસાયિક સંસ્થાઓએ પોતાની સેવાઓ અને ઉત્પાદનો રજૂ કર્યાં હતાં.

સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓના સ્ટોલ્સ પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત પરિવારોએ ખરીદી, ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો ભરપૂર આનંદ માણ્યો હતો. મેળાનું એક વિશેષ આકર્ષણ ઇન્ડિયન કલ્ચર દ્વારા રજૂ કરવામાં આવેલી રામાયણ નાટિકા અને રામલીલા હતી. ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાની ઝાંખી કરાવતી આ સુંદર રજૂઆતને દર્શકોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી.

મનોરંજન કાર્યક્રમમાં લોકપ્રિય કલાકાર સની જાદવે બોલિવૂડનાં ગીતોની સુંદર રજૂઆત કરી સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. તેમના ગીતોના તાલે ઉપસ્થિત દર્શકોએ આનંદ માણ્યો હતો અને મેળામાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. મેળાના અંતે યોજાયેલો ભવ્ય ડ્રોન શો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આકાશમાં રજૂ થયેલા મનમોહક દૃશ્યોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ આકર્ષક પ્રસ્તુતિ સાથે દિવાળી મેળાનું યાદગાર સમાપન થયું હતું. આ ભવ્ય દિવાળી મેળાને સફળ બનાવવા DFW ગુજરાતી સમાજના ટ્રસ્ટી મંડળ, કારોબારી સમિતિના સભ્યો તથા સ્વયંસેવક ભાઈઓ-બહેનોએ અથાક મહેનત કરી હતી. સૌના સહયોગ, સમર્પણ અને સુવ્યવસ્થિત આયોજનના પરિણામે હજારો મુલાકાતીઓએ આનંદપૂર્વક દિવાળીની ઉજવણી કરી હતી. વિદેશની ધરતી પર ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાને જીવંત રાખવાનો DFW ગુજરાતી સમાજનો આ પ્રયાસ પ્રશંસનીય રહ્યો હતો. આ દિવાળી મેળો ગુજરાતી સમુદાય માટે એક યાદગાર ઉજવણી બની રહ્યો હતો. ……..જય જય ગરવી ગુજરાત!

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: अमेरिकी कांग्रेस में 5 भारतीयों की जीत, पिया दांडिया ने रचा इतिहास
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • DFW ગુજરાતી સમાજનાે ભવ્ય દિવાળી મેળાે
  • अमेरिकी कांग्रेस में 5 भारतीयों की जीत, पिया दांडिया ने रचा इतिहास
  • US Midterm Elections : અમેરિકી કોંગ્રેસમાં 5 ભારતીય અમેરિકનોનો વિજય: પિયા દાંડિયાએ રચ્યો ઇતિહાસ
  • ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર કાર નદીમાં ખાબકી, 3 ગુજરાતી સહિત 4નાં મોત, 2 લાપતા
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.