Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ભારતમાં ડેન્ગ્યુનો નવો ખતરો! એકસાથે ફેલાયા 4 સ્ટ્રેન, જાણો કેટલું છે જોખમી

Chief Editor July 29, 2026
Dengue

Dengue New Strains | ભારતમાં ડેન્ગ્યુ (Dengue)નો ખતરો સતત વધી રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબ (VRDL) દ્વારા કરવામાં આવેલી એક નવી સ્ટડી (Study)માં ચોંકાવનારો ખુલાસો થયો છે.

દેશના મોટાભાગના રાજ્યોમાં ડેન્ગ્યુના ચારેય સ્ટ્રેન (DENV-1, DENV-2, DENV-3 અને DENV-4) એકસાથે ફેલાયેલા જોવા મળ્યા છે. નિષ્ણાતોના મતે, એકસાથે એકથી વધુ સ્ટ્રેનનું ફેલાવવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

આ સંશોધન માટે વર્ષ 2023થી 2025 દરમિયાન દેશના 20થી વધુ રાજ્યોની 45 લેબ (Lab)માંથી 6,889 ડેન્ગ્યુ દર્દીઓના સેમ્પલ (Sample) એકત્રિત કરીને તપાસવામાં આવ્યા હતા.

આ તપાસમાં સામે આવ્યું કે લગભગ 7% દર્દીઓમાં એકસાથે બે કે તેથી વધુ સ્ટ્રેનનું સંક્રમણ (Infection) હતું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે માત્ર મચ્છરોથી બચાવ જ નહીં, પરંતુ ડેન્ગ્યુ વાયરસની સતત દેખરેખ (Surveillance) પણ એટલી જ જરૂરી બની ગઈ છે.

એકથી વધુ સ્ટ્રેન શા માટે જોખમી છે? જેમ કોવિડ (Covid) વાયરસના અલગ-અલગ વેરિઅન્ટ હતા, તેમ ડેન્ગ્યુના મુખ્ય 4 સ્ટ્રેન છે. જ્યારે કોઈ વ્યક્તિ ડેન્ગ્યુના એક સ્ટ્રેનથી સંક્રમિત થાય છે, ત્યારે તેનું શરીર માત્ર તે ચોક્કસ સ્ટ્રેન સામે જ એન્ટિબોડી (Antibody) બનાવે છે.

જો એ જ વ્યક્તિ ભવિષ્યમાં ડેન્ગ્યુના બીજા સ્ટ્રેનથી સંક્રમિત થાય, તો રોગના ગંભીર લક્ષણો જોવા મળી શકે છે. દર્દીમાં પ્લેટલેટ્સ (Platelets) ઝડપથી ઘટી શકે છે અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (Dengue Shock Syndrome)નું જોખમ વધી જાય છે.

સ્ટડી અનુસાર, જે દર્દીઓમાં એકસાથે બે કે વધુ સ્ટ્રેન મળ્યા હતા, તેમનામાં શરીરની અંદર બ્લીડિંગ (Bleeding) એટલે કે રક્તસ્રાવની સમસ્યા વધુ જોવા મળી હતી.

રસીકરણ માટે મોટો પડકાર જો ભવિષ્યમાં પણ ચારેય સ્ટ્રેન એકસાથે ફેલાતા રહેશે, તો ડેન્ગ્યુ સામેની રસીકરણ ઝુંબેશ માટે મોટો પડકાર ઊભો થશે.

રાજીવ ગાંધી હોસ્પિટલના પ્રોફેસર ડો. અજીત કુમારના જણાવ્યા મુજબ, અલગ-અલગ સ્ટ્રેન સામે વેક્સિન (Vaccine)ની અસરકારકતા અલગ હોઈ શકે છે. તેથી કયા વિસ્તારમાં કયો સ્ટ્રેન વધુ સક્રિય છે તે જાણવું ખૂબ મહત્વનું રહેશે, જેથી સાચી દિશામાં રસીકરણ કરી શકાય.

ડેન્ગ્યુથી બચવા માટે શું કરવું?

ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી જમા ન થવા દો.

સંપૂર્ણ બંયના કપડાં પહેરો.

મચ્છર ભગાડવાની ક્રીમ (Mosquito repellent cream)નો ઉપયોગ કરો.

ઘરની બારીઓ અને દરવાજા પર જાળી લગાવો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dengue (ડેન્ગ્યુ)

Post navigation

Previous: કેલિફોર્નિયાના નોર્વોક ખાતે  હનુંમાન ચાલીસાના પાઠ
Next: ફ્લાઇટમાં ફેલાઈ રહસ્યમય ગંધ, ક્રૂ અને મુસાફરો બીમાર પડતાં પ્લેનનું કરાવાયું ઇમરજન્સી લેન્ડિંગ
Follow

Recent Posts

  • ગુજરાતમાં રક્તરંજિત માર્ગો: અમદાવાદમાં પૂરપાટ સ્કોર્પિયોએ વૃદ્ધને કચડ્યા, પાલનપુરમાં બસ-રિક્ષા અકસ્માતમાં 3 ના મોત
  • આવતીકાલનું હવામાન: 30 જુલાઈના રોજ યુપી આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ
  • હવે ક્લેમ કર્યા વિના મળશે PF ના પૂરા પૈસા, 1.18 લાખ લોકોની થઈ ઓળખ, જાણો ક્યારે આવશે રિફંડ?
  • શું છે MIDH સ્કીમ? ખેડૂતો માટે આશીર્વાદરૂપ… જાણો તેના એક-એક ફાયદા
  • પાકિસ્તાનની શરમજનક હાર, WTC પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચે પહોંચી ટીમ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.