Delhi Red Fort Blast: દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં મોટા ઘટસ્ફોટ થયો છે. તપાસ એજન્સીઓએ મહત્ત્વપૂર્ણ માહિતીનો પર્દાફાશ કર્યો છે. લગભગ આઠ શંકાસ્પદ આતંકીઓએ ચાર શહેરોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો.
અહેવાલો અનુસાર, આ આઠ શંકાસ્પદોએ ચાર અલગ અલગ શહેરોમાં હુમલો કરવાની યોજના બનાવી હતી. આ હેતુ માટે ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, જેમાં દરેકમાં બે સભ્યો હતા. દરેક ગ્રુપ પાસે અનેક ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વહન કરવાના હતા અને એક સાથે બોમ્બ વિસ્ફોટ કરવાના હતા. સુરક્ષા એજન્સીઓ હવે આ શંકાસ્પદોની પ્રવૃત્તિઓ અને નેટવર્કની તપાસ કરી રહી છે.
આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ 10મી નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ મામલે પોલીસ અને ફોરેન્સિક ટીમે પુષ્ટિ કરી છે કે હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટક હતો અને તે કારમાં આતંકી ડૉક્ટર ઉમર નબી ઉર્ફે ઉમર મોહમ્મદ જ સવાર હતો. કારના કાટમાળ પર મળેલા DNAના આધારે આતંકી ઉમર નબીની પુષ્ટિ થઈ છે, તેના સેમ્પલ તેના પરિવાર સાથે 100 ટકા મેચ થયા છે. જે બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ બ્લાસ્ટ ઉમર નબીએ જ કર્યો હતો જેના કારણે 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે 20 ઈજાગ્રસ્ત થયા.
Delhi Car Blast: दिल्ली ब्लास्ट का नया वीडियो, आतंकी उमर के उड़े चिथड़े !