Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Gujarat
  • Gujarat Development
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા

Chief Editor August 3, 2025
CM Bhupendra Patel approves development works worth 4179 crore for 19 cities of Gujarat

CM Bhupendra Patel approves development works worth 4179 crore for 19 cities of Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષમાં મહાનગરો-નગરોને બહુવિધ વિકાસ કામો માટે ૪૧૭૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા

શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણ સાથે ‘નાગરિક કેન્દ્રિત’ શહેરોના નિર્માણનો મુખ્યમંત્રીશ્રીનો અભિગમ:

મોરબી પોરબંદર અને નડિયાદની નવરચિત મહાનગર પાલિકા સહિત ૭ મહાનગરપાલિકા અને ૧૨ નગરપાલિકાઓને મળશે જન સુખાકારીના કામોનો લાભ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત

* આંતર માળખાકીય સુવિધા વિકાસ કામો માટે રૂ. ૩૭૬૮ કરોડ

* આઇકોનિક રોડ-ગૌરવ પથ-શહેરી સડક માટે રૂ. ૨૧૯ કરોડ

⁠ પાણી પુરવઠા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે રૂ. ૯૩ કરોડ

* આઉટગ્રોથ વિસ્તારો માટે રૂ. ૮૨ કરોડ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણની પ્રતિબદ્ધતા સાથે ઉજવાઇ રહેલા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અન્વયે રાજ્યની ૭ મહાનગરપાલિકાઓ અને ૧૨ નગરપાલિકાઓને બહુવિધ વિકાસ કામો માટે ૪૧૭૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્ષ ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષ દ્વારા આયોજનબદ્ધ શહેરી વિકાસનો જે પાયો નાખ્યો હતો તેની બે દાયકાની સિદ્ધિ અને સફળતાને પગલે રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૫નું આ વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ શહેરી વિકાસ વર્ષમાં પરિવર્તનશીલ શહેરી વિકાસ માટેની નેમ સાથે શહેરોમાં વધુ ને વધુ જનસુખાકારીના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ ૪૧૭૯ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

તદઅનુસાર, આ રકમ મહાનગરો-નગરો માટે ફાળવવામાં આવી છે તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને નવરચિત ૩ મહાનગર પાલિકાઓ નડિયાદ, પોરબંદર અને મોરબી તથા નગરપાલિકાઓમાં વિસનગર, બોરસદ, વિરમગામ, પાટણ, આમોદ, ઉના, હળવદ, ખંભાળિયા, સાવરકુંડલા, ધાનેરા તેમજ વેરાવળ અને પાટણ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીશ્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટના કામો માટે રૂ.૩૭૬૮ કરોડ ફાળવ્યા છે. તેમાં વડોદરા મહાનગરપાલિકાને અર્બન મોબિલિટી અને ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓના ૩૪૯ કામો માટે રૂ. ૪૫૫ કરોડ, રાજકોટને ૩૦૨ કામો માટે રૂ. ૩૬૭ કરોડ અને અમદાવાદને ૨૫૨ કામો માટે રૂ. ૨૯૪૦ કરોડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત નવરચિત પોરબંદર મહાનગર પાલિકા માં ૧૧ કામો માટે ૬.૨૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

શહેરી વિકાસ વર્ષમાં મહાનગરો અને નગરો-શહેરોમાં આઇકોનિક રોડ અન્વયે શહેરી સડક તેમજ ગૌરવ પથ નિર્માણ માટે સમગ્રતયા ૨૧૯ કરોડ રૂપિયાના કામો મંજૂર થયા છે. તેમાં મોરબી મહાનગરપાલિકાને રૂ. ૧૫ કરોડ, નડિયાદ મહાનગરપાલિકાને રૂ. ૧૩ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૧૩૬ કરોડ અને નગરપાલિકાઓમાં ઉનાને રૂ. ૧૭.૭૬ કરોડ, હળવદને રૂ. ૧૯.૨૮ કરોડ તથા ખંભાળિયાને પાંચ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત પાણી પુરવઠા લાઈનોના કામો અને વરસાદી પાણીના નિકાલ માટેના સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામો માટે કુલ ૯૩ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ રકમમાંથી મોરબી મહાનગરપાલિકાને રૂ.૬૧.૬૪ કરોડ, સાવરકુંડલા નગરપાલિકાને રૂ. ૧૯.૨૮ કરોડ અને ધાનેરાને રૂ. ૧૧.૩૧ કરોડ ફાળવાયા છે.

નગરોમાં આગવી ઓળખના કામો માટે વેરાવળ-પાટણ નગરપાલિકા અને આમોદ નગરપાલિકાને કુલ રૂ. ૧૪ કરોડ તથા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે વિસનગર, બોરસદ અને વિરમગામને રૂ. ૨.૭૨ કરોડના કામોની મુખ્યમંત્રીશ્રીએ અનુમતી આપી છે.

એટલું જ નહીં, આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટ માટે રૂ. ૮૦ કરોડ રાજકોટને અને ૨.૭૨ કરોડ રૂપિયા પાટણને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવાયા છે.

મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસ વર્ષમાં નાગરિક કેન્દ્રિત શહેરોના નિર્માણના ધ્યેય સાથે અર્નિંગ વેલ – લિવિંગ વેલના મંત્રને સાકાર કરીને સ્માર્ટ, સસ્ટેઈનેબલ અને ગતિશીલ શહેરી કેન્દ્રો બનાવવા રાજ્યના શહેરો અને નગરોમાં સુવિધા-સુખાકારીના વિકાસ કામોને પ્રાથમિકતા આપવાના હેતુસર આ ૪૧૭૯ કરોડ રૂપિયાના કામો ની સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Bhupendra Patel (ભૂપેન્દ્ર પટેલ)

Post navigation

Previous: Video : માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોહન ભાગવતને ફસાવવાનું ષડયંત્ર રચાયું હતું?
Next: રાજ્યમાં સમય પહેલા જ પુષ્કળ વાવેતર થતા સપ્લાય પ્લાન મુજબ ખાતરનું જિલ્લાવાર વિતરણ ચાલી રહ્યું છે: કૃષિ મંત્રી

Related News

International Mother Language Day

વિશ્વ માતૃભાષા દિવસ: ગુજરાતી ભાષાના ગૌરવ અને સંવર્ધન માટે માહિતી કમિશનરની કચેરી ખાતે વિશેષ કાર્યશાળા

Chief Editor February 21, 2026
Ahmedabad Mobility Plan

ઓલિમ્પિક્સ 2036 માટે અમદાવાદ તૈયાર: 3000 ઈ-બસ અને મેટ્રો કનેક્ટિવિટી સાથે શહેરની કાયાપલટ થશે

Chief Editor February 21, 2026
surat diamond bourse

સુરત બન્યું ગ્લોબલ ટ્રેડ હબ: USD 10.55 બિલિયનની નિકાસ સાથે વિશ્વના બજારોમાં સુરતનો દબદબો

Chief Editor February 21, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

US F-15 fighter jet crashed in Kuwait

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

Chief Editor March 2, 2026
International Flights Cancelled

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

Chief Editor March 2, 2026
Copper Price

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

Chief Editor March 2, 2026
Gold and Silver

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

Chief Editor March 2, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.