Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

દક્ષિણ અમેરિકાના દેશ ચિલીના જંગલોમાં ભીષણ આગ, 18 લોકોના મોત

Chief Editor January 19, 2026
Chile Wildfire

Chile Wildfire | દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં (Chile) જંગલોની આગે તાંડવ મચાવ્યું છે. કોન્સેપ્સિયન પાસેના જંગલોમાં લાગેલી આ ભીષણ આગમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે અને 20,000 થી વધુ લોકો બેઘર બન્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે અસરગ્રસ્ત વિસ્તારોમાં કટોકટી (Emergency) જાહેર કરી છે.

🇨🇱 Extreme winds are rapidly shifting fire fronts in Palomares, making containment nearly impossible.
Chile has declared a State of Catastrophe.
So far:
14 confirmed dead
250+ homes destroyed
5,000+ hectares burned
20,000 people forced to evacuate pic.twitter.com/MjmkwbvP7u

— Humphrey Proenneke (@ProennekeH) January 18, 2026

બાયોબિયો અને નુબલે વિસ્તારોમાં આગ સૌથી વધુ વિકરાળ છે, જ્યાં અંદાજે 8500 હેક્ટર જમીન બળીને રાખ થઈ ગઈ છે. 38 ડિગ્રીથી વધુ તાપમાન અને તેજ પવનને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો છે. ગરમી એટલી પ્રચંડ છે કે રસ્તા પર ઉભેલી કારો પણ પીગળી (Melting cars) રહી છે. અત્યાર સુધીમાં 50,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

તંત્ર માટે સૌથી મોટો પડકાર ‘ઇન્દુરા ગેસ પ્લાન્ટ’ ને બચાવવાનો છે. જો આગ આ પ્લાન્ટ સુધી પહોંચશે, તો ગેસ લીકેજ અથવા ભીષણ વિસ્ફોટ (Explosion) થવાની આશંકા છે. સેના અને ફાયર ફાઈટરો પ્લાન્ટની આસપાસ સુરક્ષા કવચ બનાવવા સતત પ્રયત્નશીલ છે. હોસ્પિટલોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે અને લોકોને ધુમાડાથી બચવા સલાહ અપાઈ છે.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Chile (ચિલી) Wildfire (જંગલમાં આગ)

Post navigation

Previous: કેતુનું નક્ષત્ર પરિવર્તન 2026: કોના ચમકશે નસીબ અને કોણે સાવધ રહેવું?
Next: ‘ધનકુબેર’ ભિખારી: લાકડાની ગાડી પર ભીખ માંગતા શખ્સ પાસે નીકળી કરોડોની મિલકત, 3 મકાન અને લક્ઝરી કાર
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.