Chhota Udepur Tomato Price: છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના ટામેટા પકવતા ખેડૂતો હાલ બેવડી મુસીબતમાં મુકાયા છે. એકતરફ કુદરતી આફત (Natural Calamity) અને બીજી તરફ બજારમાં મળતા તળિયાના ભાવને કારણે જગતનો તાત દેવાદાર બનવાની સ્થિતિમાં આવી ગયો છે. જિલ્લામાં ટામેટાના ભાવ કિલો દીઠ માત્ર 6 થી 7 રૂપિયા થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
તાજેતરમાં આવેલા વાવાઝોડા (Cyclone) ને કારણે પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ (Investment) કરીને પાક તૈયાર કર્યો હતો, પરંતુ હવે તોડામણનો ખર્ચ પણ નીકળે તેમ નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીવાડી વિભાગ (Agriculture Department) દ્વારા નુકસાનીનો કોઈ સર્વે (Survey) કરવામાં આવતો નથી.
જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ (Cold Storage) ની સુવિધા ન હોવાથી ખેડૂતોએ પાક તૈયાર થતા જ નજીવા ભાવે વેચી દેવો પડે છે. ખેડૂતો વર્ષોથી APMC સેન્ટરોમાં સ્ટોરેજની માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જો સરકાર વહેલી તકે વળતર (Compensation) જાહેર નહીં કરે, તો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે ઈરાન યુદ્ધના કારમે ગેસનો પુરવઠો ખોરવાતા હોટેલને મળતો ગેસમાં કાપ મુકવામાં આવ્યો છે. જેના કારણે હોટલમાં ડિમાન્ડ ઘટી જતાં ભાવ ઘટીને કિલોએ પાંચ રુપિયા થઈ ગયા છે.
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…
Sridhar Vembu Zoho | अमेरिका द्वारा ग्रीन कार्ड प्रक्रिया को निलंबित करने के बाद, ज़ोहो…
Sridhar Vembu Zoho | અમેરિકા દ્વારા ગ્રીન કાર્ડ પ્રક્રિયા અટકાવ્યા બાદ ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેંબુએ…
Thrive2Gethr chapters | જ્યોર્જિયાના યુવા વિદ્યાર્થીઓએ એક પ્રેરણાદાયી પહેલ દ્વારા સમાજ સેવાના ક્ષેત્રે મોટું યોગદાન…
Hinduism Misunderstood Padmaja | અમેરિકામાં હિન્દુ ધર્મ પ્રત્યે પ્રવર્તતી ગેરસમજો અને પૂર્વગ્રહોને દૂર કરવા માટે…
Canada Student Admissions | भारत सरकार ने कनाडा में पढ़ाई के लिए जाने वाले छात्रों…