LPG Cylinder
પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતમાં LPG સિલિન્ડરના પુરવઠામાં અવરોધ આવવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. મંગળવારે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને DGPs સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. 2 કલાક ચાલેલી આ બેઠકમાં દેશભરમાં ગેસની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી.
કાળાબજારી (Black Marketing) સામે કડક આદેશ: કેન્દ્ર સરકારે રાજ્યોને LPG બોટલિંગ પ્લાન્ટ્સ (Bottling Plants), ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને પરિવહન વાહનોની સુરક્ષા સઘન બનાવવાના આદેશ આપ્યા છે. ગેસના પુરવઠાનું રોજબરોજ મોનિટરિંગ (Monitoring) કરવા અને કાળાબજારી કરનારાઓ સામે કડક હાથે કામ લેવા જણાવાયું છે. સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ (Fake News) દ્વારા ગભરાટ ફેલાવતા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા પણ સૂચના અપાઈ છે.
રિફાઇનરીઓને ઉત્પાદન વધારવા સૂચના: રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા અને ઘરગથ્થુ ગ્રાહકો (Domestic Consumers) ને પ્રાથમિકતા આપવા આદેશ અપાયા છે. હાલમાં હોટલ અને રેસ્ટોરન્ટ જેવા વ્યાપારી એકમો (Commercial Units) માટે વિતરણ પર અમુક નિયંત્રણો લાદવામાં આવ્યા છે, પરંતુ હોસ્પિટલો જેવી આવશ્યક સેવાઓને મુક્તિ અપાઈ છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે ગૃહ મંત્રાલયે સ્પેશિયલ કંટ્રોલ રૂમ (Control Room) પણ કાર્યરત કર્યો છે.
Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…
Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…
Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…
iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…
EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…
Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…