Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ (Cagla Oz) અને “વાનલી કારા હયદાર” (Vanli Kara Haydar) ના નામથી જાણીતા બિઝનેસમેન મેહમેટ ફાતિહ તાનકાલન (Mehmet Fatih Tancalan) ના લગ્ન હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.
લગ્ન દરમિયાન દુલ્હનને એટલી મોટી માત્રામાં સોનું (Gold) પહેરાવવામાં આવ્યું કે તેનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, લગ્ન સમારોહમાં દુલ્હન કેગલા ઓઝને આશરે રૂ. 8 કરોડ (TL 45 Million) થી વધુ કિંમતના સોનાના દાગીના (Gold Jewellery) ભેટમાં આપવામાં આવ્યા હતા.
દુલ્હનના હાથમાં સોનાના બંગડીઓ (Gold Bracelets) પહેરવા માટે જગ્યા ન બચતાં તેને એક મોટા સોનાના ચેઇન (Chain) માં પરોવીને ગળામાં લટકાવવામાં આવ્યા હતા. દાગીનાનું વજન એટલું વધી ગયું હતું કે દુલ્હન માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું.
આ લગ્ન માત્ર સોનાના પ્રદર્શન માટે જ નહીં, પરંતુ સાસુ અને વહુ વચ્ચે થયેલી તણાવપૂર્ણ ક્ષણો માટે પણ ચર્ચામાં રહ્યા. લગ્ન દરમિયાન જ્યારે સાસુએ દુલ્હનના માથા પર ક્રાઉન (Crown) મૂકવાનો પ્રયાસ કર્યો, ત્યારે કેગલાએ તે તાજ લઈને અન્ય વ્યક્તિને આપતા કહ્યું કે “ના, તમે પહેરો.”
જોકે, લગ્નમાં આટલા મોટા પ્રમાણમાં સોનાનું પ્રદર્શન કરવું દુલ્હા માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. તુર્કીની ફાયનાન્સિયલ ક્રાઇમ્સ ઇન્વેસ્ટિગેશન બોર્ડ (MASAK) અને પોલીસે નાણાકીય ગેરરીતિ અને મની લોન્ડરિંગ (Money Laundering) ના શંકાસ્પદ કેસ હેઠળ મેહમેટ ફાતિહ તાનકાલન વિરુદ્ધ તપાસ શરૂ કરી છે અને તેમની અટકાયત કરવામાં આવી છે.
આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…
અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…
Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…
Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…
Operation Protect the Vote | अमेरिका में चुनावी धोखाधड़ी के आरोप में भारतीय मूल के…
Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…