
Bharat Taxi: જો તમે પણ ઓલા (Ola) કે ઉબેર (Uber) ના વારંવાર કેન્સલ થતા ઓર્ડર અને ઉંચા ભાડા (Surge Pricing) થી પરેશાન છો, તો તમારા માટે સારા સમાચાર છે. 1 જાન્યુઆરી, 2026થી દેશમાં ‘ભારત ટેક્સી’ (Bharat Taxi) લોન્ચ થવા જઈ રહી છે. આ સેવા માત્ર ટેક્સી એપ નથી, પરંતુ ડ્રાઇવરો અને ગ્રાહકોના હિતમાં શરૂ કરાયેલું એક મોટું અભિયાન છે.
અમૂલ જેવું ‘સહકારી’ બિઝનેસ મોડલ
ભારત ટેક્સી (Bharat Taxi)ની સૌથી મોટી ખાસિયત તેનું બિઝનેસ મોડલ છે. તે કોઈ ખાનગી ઉદ્યોગપતિની નહીં, પણ ડેરી ક્ષેત્રે ક્રાંતિ લાવનાર અમૂલ (Amul) ની જેમ સહકારી મોડલ પર કામ કરશે.
-
તે ‘સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ’ હેઠળ કાર્યરત રહેશે.
-
આ પ્રોજેક્ટને ઇફકો (IFFCO), નાબાર્ડ (NABARD) અને અમૂલ જેવી સંસ્થાઓ તેમજ ભારત સરકારનું સમર્થન મળ્યું છે.
-
અહીં ડ્રાઇવરો માત્ર કર્મચારી નથી, પરંતુ કંપનીના માલિકની જેમ ગણાશે.
કેમ ખાસ છે ભારત ટેક્સી?
ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ એપમાં ખાસ સુવિધાઓ આપવામાં આવી છે:
-
કોઈ સર્જ પ્રાઈસિંગ નહીં: પીક અવર્સમાં ભાડામાં અચાનક થતો ભાવવધારો અહીં જોવા મળશે નહીં. ભાડું પારદર્શક રહેશે.
-
ડ્રાઇવરોની વધુ કમાણી: ડ્રાઇવરને તેની કમાણીનો 80 ટકા હિસ્સો મળશે, જે અન્ય કંપનીઓ કરતા ઘણો વધારે છે.
-
ભાડા પર ટેક્સી: ગ્રાહકો 2 કલાક કે તેથી વધુ સમય માટે આખેઆખી ટેક્સી ભાડે (Rent) પણ રાખી શકશે.
-
સરળ ઈન્ટરફેસ અને MPIN: એપનો ઉપયોગ કરવો ખૂબ સરળ છે અને સુરક્ષા માટે MPIN ફીચર આપવામાં આવ્યું છે.
સુરક્ષાના પુખ્ત ઇન્તજામ
ભારત ટેક્સીમાં પેસેન્જરોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે:
-
સીધું પોલીસ કનેક્શન: આ સર્વિસ દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓના નેટવર્ક સાથે સીધી જોડાયેલી રહેશે.
-
24×7 સપોર્ટ: કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે 24 કલાક કસ્ટમર કેર સુવિધા ઉપલબ્ધ રહેશે.
-
લોકેશન શેરિંગ: ગ્રાહકો પોતાની લાઈવ લોકેશન નજીકના સંબંધીઓ સાથે શેર કરી શકશે.
લોન્ચિંગ અને રજીસ્ટ્રેશન
હાલમાં દિલ્હી અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ સર્વિસનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જાન્યુઆરીમાં તેને સત્તાવાર રીતે સમગ્ર દેશમાં લોન્ચ કરવામાં આવશે. અત્યાર સુધીમાં અંદાજે 51 હજારથી વધુ ડ્રાઇવરોએ આ પ્લેટફોર્મ પર પોતાની નોંધણી કરાવી લીધી છે.
