Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

ભાનુબેન બાબરીયાએ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની કોમ્પ્યુટરાઇઝ ડ્રોથી કરી પસંદગી

Chief Editor July 28, 2025
Bhanuben Babaria selected the beneficiaries of the three-wheeler scheme through a computerized draw

Bhanuben Babaria selected the beneficiaries of the three-wheeler scheme through a computerized draw

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરી

રાજ્યના 665 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂ 7.32 કરોડથી વધુ રકમનું ધિરાણ અપાશે

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકો પોતાનું જીવન ગરિમાપૂર્ણ જીવી નાના વ્યવસાયો થકી સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે હેતુથી અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સ્વરોજગાર લક્ષી તેમજ થ્રી વ્હીલર યોજના કાર્યરત છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આ યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા લાભાર્થીઓને નજીવા દરે ધિરાણ આપવામાં આવશે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમાજના તમામ વર્ગોની ખાસ કરીને અનુસૂચિત જાતિના નાગરિકોના સશક્તિકરણ અને તેમને સમાન તક આપવા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.
આજે રાજ્યના 665 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂ 7.32 કરોડથી વધુ ધિરાણ આપવા માટે પસંદગી કરાઈ છે. આ લાભાર્થીઓ યોજનાઓના માધ્યમથી નજીવા દરે સ્વરોજગારલક્ષી સાધનો ખરીદી નાના વ્યવસાયોમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બનશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજે કુલ 337 લાભાર્થીઓના લક્ષ્યાંક સામે 665 લાભાર્થીઓની ઓનલાઇન ડ્રો દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી પસંદગી કરવામાં આવી છે. પસંદગી પામેલા લાભાર્થીઓ ની તબક્કાવાર ડોકયુમેન્ટ ચકાસણી કરવામાં આવશે, જેમાંથી 337 પાત્ર લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે નજીવા દરે ધિરાણ આપવામાં આવશે.

આ સમગ્ર પ્રક્રિયાનું યુ-ટ્યુબમાં લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં અનુસૂચિત જાતિ કલ્યાણના નિયામક અને અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના એમ.ડી શ્રી રચિત રાજ સહિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત સચિવ શ્રી એન. એચ. ગઢવી, અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની આજે ગાંધીનગર ખાતેથી “કોમ્પ્યુટરાઇઝ ડ્રો” દ્વારા પારદર્શી રીતે પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી.

રાજ્યના ૬૬૫ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે ₹૭.૩૨ કરોડથી વધુની રકમનું ધિરાણ આપવા માટે પસંદગી કરવામાં આવી.

આ લાભાર્થીઓ… pic.twitter.com/aArgrJWQcO

— Bhanuben Babariya (@BhanubenMLA) July 28, 2025

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Bhanuben Babaria (ભાનુબેન બાબરીયા)

Post navigation

Previous: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54.90 જળસંગ્રહ
Next: Matsya 6000: ભારતમાં બનેલી એ સબમરીન જે માણસને દરિયામાં 6000 ફૂટ નીચે લઈ જઈ શકશે, જાણો એની ખાસ વાતો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • એપ્રિલથી ઑક્ટોબર 2026 દરમિયાન 30 મિલિયન ટન માલનું લદાન કર્યું
  • વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ કોન્ફરન્સ
  • ब्रिटेन में कार रेस में मां-बेटी की मौत, भारतीय मूल के 2 युवकों को 28 साल की जेल
  • ઓમાન નજીક કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતના એક ખલાસીનું મોત, 13 સુરક્ષિત બચાવ્યા
  • બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.