Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

રામ મંદિર ટ્રસ્ટના ખજાનામાંથી 5 વર્ષમાં સરકારને 396 કરોડ રૂપિયા મળ્યા! જાણો કઈ રીતે?

Chief Editor June 25, 2026
Ram Mandir

Ram Mandir Trust Tax | અયોધ્યાનું (Ayodhya) શ્રી રામ મંદિર હાલમાં ચઢાવામાં થયેલી કથિત ગેરરીતિઓને કારણે ચર્ચામાં છે અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના (Trust) તમામ વ્યવહારોની તપાસ ચાલી રહી છે.

આ દરમિયાન એક રસપ્રદ માહિતી સામે આવી છે કે, જે ટ્રસ્ટને ભક્તો તરફથી મળતા દાન (Donation) પર કોઈ ટેક્સ (Tax) ચૂકવવો પડતો નથી, તેણે છેલ્લા 5 વર્ષમાં સરકારના ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવ્યા છે.

ટ્રસ્ટના સચિવ ચંપત રાયે આપેલી માહિતી અનુસાર, 5 ફેબ્રુઆરી 2020 થી લઈને અત્યાર સુધીમાં ટ્રસ્ટે સરકારને ટેક્સના રૂપમાં કુલ 396 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આ રકમમાંથી 266 કરોડ રૂપિયા જીએસટી (GST) તરીકે ચૂકવવામાં આવ્યા છે, જ્યારે બાકીના 130 કરોડ રૂપિયા અન્ય સરકારી ટેક્સ અને શુલ્કના રૂપમાં આપવામાં આવ્યા છે.

હવે સવાલ એ થાય કે જો દાન ટેક્સ ફ્રી (Tax-free) છે, તો આ પૈસા કઈ રીતે ગયા? વાસ્તવમાં, ટ્રસ્ટને દાન પર ટેક્સ નથી લાગતો, પરંતુ મંદિર નિર્માણ અને મેન્ટેનન્સ (Maintenance) માટે જે ખર્ચ થાય છે તેના પર ટેક્સ લાગે છે. મંદિરમાં અત્યાર સુધી 2,150 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે.

આ નિર્માણ કાર્ય માટે જ્યારે પણ પથ્થર કે અન્ય સામગ્રી ખરીદવામાં આવી, કોન્ટ્રાક્ટર્સને (Contractors) પેમેન્ટ કરવામાં આવ્યું, જમીનનું રજીસ્ટ્રેશન (Registration) થયું કે નકશા પાસ કરાવવાની સરકારી ફી ચૂકવવામાં આવી, ત્યારે આ તમામ વ્યવહારો પર લાગતો જીએસટી અને રોયલ્ટી (Royalty) ટ્રસ્ટે સરકારને ચૂકવવી પડી છે. આ ઇનડાયરેક્ટ (Indirect) પદ્ધતિથી ટ્રસ્ટના ખજાનામાંથી સરકારને કરોડો રૂપિયા મળ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Ayodhya (અયોધ્યા) Ram Mandir (રામ મંદિર)

Post navigation

Previous: સાંપે ડંખ માર્યો તો મહિલા તેને પકડીને ડબ્બામાં પૂરી હોસ્પિટલ પહોંચી, ડોક્ટર્સ પણ રહી ગયા દંગ!
Next: Money Plant: મની પ્લાન્ટ બેડરૂમમાં રાખો છો? આ ૩ ભૂલો બેંક એકાઉન્ટ કરી દેશે ખાલી!
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
  • અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ
  • ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ
  • કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત
  • ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.