Snake Bite Incident | ઓડિશાના (Odisha) મલકાનગીરી (Malkangiri) જિલ્લાના મથિલી બ્લોક હેઠળના કુરુમપાલી ગામમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મણિમા નાયક નામની એક મહિલા પોતાના ઘરમાં હતી, ત્યારે ગુરુવારે સાંજે એક ઝેરી સાંપે (Snake) તેના પગ પર ડંખ માર્યો હતો.
સામાન્ય રીતે સાંપ કરડતા જ લોકો ગભરાઈ જાય છે, પરંતુ આ મહિલા સહેજ પણ ડરી નહીં. તેણે હિંમત બતાવીને તે સાંપને ભાગવા ન દીધો અને પકડીને બિસ્કિટના એક પ્લાસ્ટિક ડબ્બામાં (Box) બંધ કરી દીધો હતો.
થોડા સમય પછી મહિલાની તબિયત બગડવા લાગતા, પરિવારના સભ્યો તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ (Ambulance) મારફતે મથિલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (Sub-District Hospital) લઈ ગયા હતા.
નવાઈની વાત એ હતી કે, પરિવારના સભ્યો હોસ્પિટલમાં મહિલાની સાથે તે જીવતા સાંપ ભરેલો ડબ્બો પણ લાવ્યા હતા. પરિવારનું માનવું હતું કે ડોક્ટર્સ (Doctors) જો સાંપની પ્રજાતિ ઓળખી લેશે, તો તેમને એન્ટી-વેનમ (Anti-venom) કે સાચી દવા અને સારવાર (Treatment) આપવામાં સરળતા રહેશે. હાલ હોસ્પિટલમાં મહિલાને દાખલ કરીને તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
