Tech

110 દેશોના iPhone યુઝર્સ પર સ્પાયવેર એટેકનું જોખમ, Apple એ જાહેર કરી ચેતવણી

Apple Mercenary Spyware Warning | ટેકનોલોજી દિગ્ગજ Apple કંપનીએ વિશ્વભરના iPhone યુઝર્સ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ગંભીર ચેતવણી (Warning) જાહેર કરી છે.

Appleએ 110 દેશોમાં રહેતા પોતાના યુઝર્સને સેન્ટ્રલાઇઝ્ડ મેસેજ મોકલીને જાણ કરી છે કે તેઓ મર્સનરી સ્પાયવેર (Mercenary Spyware) હુમલાનો શિકાર બની શકે છે. આ પ્રકારના હુમલા સામાન્ય સાયબર ક્રાઇમ (Cybercrime) કરતાં ખૂબ જ અલગ, જટિલ અને અત્યાધુનિક હોય છે.

આપને જણાવી દઈએ કે Apple કંપની 2021થી પોતાના ગ્રાહકોને આ પ્રકારના થ્રેટ નોટિફિકેશન (Threat Notifications) મોકલે છે. અત્યાર સુધીમાં કંપનીએ 150થી વધુ દેશોના યુઝર્સને આવા જોખમો સામે એલર્ટ કર્યા છે. આ વખતે ફરી એકવાર 110 દેશોના પસંદગીના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની આશંકા સામે આવી છે.

Appleના જણાવ્યા અનુસાર, મર્સનરી સ્પાયવેર એટેક ખૂબ જ મોંઘા હોય છે અને તેનો ઉપયોગ ચોક્કસ વ્યક્તિત્વોને ટાર્ગેટ કરવા માટે થાય છે. સામાન્ય રીતે પત્રકારો (Journalists), સામાજિક કાર્યકર્તાઓ (Activists), રાજકારણીઓ (Politicians), રાજદ્વારીઓ (Diplomats) અને મોટા ઉદ્યોગપતિઓ આ પ્રકારના ટાર્ગેટેડ સાયબર એટેક (Targeted Cyber Attacks)ના નિશાના પર હોય છે.

આ સ્પાયવેર યુઝરના ડિવાઇસ (Device)માં ઘૂસીને તેમનો તમામ પર્સનલ ડેટા (Personal Data), લોકેશન (Location), કૉલ રેકોર્ડ્સ અને મેસેજીસ ચોરી કરી શકે છે.

જો કોઈ યુઝરને ટાર્ગેટ કરવામાં આવે છે, તો Apple તેને 3 રીતે નોટિફિકેશન મોકલે છે:

  • iPhoneના લોક સ્ક્રીન (Lock Screen) અને સેટીંગ્સ (Settings)માં એક નોટિફિકેશન એલર્ટ દેખાય છે.
  • Apple Account સાથે રજિસ્ટર્ડ ઇમેઇલ આઇડી પર ચોક્કસ ઇમેઇલ મોકલવામાં આવે છે.
  • યુઝર જ્યારે account.apple.com પર સાઇન ઇન (Sign in) કરે છે, ત્યારે સૌથી ઉપર એક બેનર (Banner) બતાવવામાં આવે છે.

બચાવ માટે Appleની સલાહ: આવા ખતરનાક એટેકથી બચવા માટે કંપનીએ યુઝર્સને કેટલીક સુરક્ષા ટીપ્સ અનુસરવા જણાવ્યું છે:

  • પોતાના iPhoneને હંમેશા લેટેસ્ટ સોફ્ટવેર વર્ઝન (Latest Software Version) સાથે અપડેટ રાખો.
  • ડિવાઇસમાં પાસકોડ (Passcode), Face ID અથવા Touch ID સેટ કરો.
  • Apple Account માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (Two-Factor Authentication – 2FA) ચાલુ રાખો.
  • જરૂર પડે ત્યારે લોકડાઉન મોડ (Lockdown Mode) ઓન (On) કરો.
  • અજાણ્યા સ્ત્રોતોમાંથી આવેલા મેસેજ, લિંક્સ કે એટેચમેન્ટ્સ પર ક્યારેય ક્લિક ન કરો.
Chief Editor

Recent Posts

ટેક્સાસ…ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો

ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો, ટેક્સાસ: જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (JSNT) 14 નવેમ્બર,…

3 hours ago

ગુજરાત અને આસામ વચ્ચે આર્થિક સહયોગને મળશે નવી ગતિ

 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાને આમંત્રણ પાઠવાયું ગાંધીનગર,…

13 hours ago

લોસએંજલસમાં આેટલાનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન

લોસએંજલસમાં આેટલનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન આેટલો નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન Report "ઓટલો દે છે આવકારો ને…

3 days ago

शिकागो में बावीस गांव पाटीदार समाज ने धूमधाम से मनाई दिवाली और नववर्ष

Chicago Patidar Samaj | शिकागो में बावीस गांव पाटीदार समाज की ओर से दिवाली और…

3 days ago

શિકાગોમાં બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની ભવ્ય ઉજવણી

Chicago Patidar Samaj | શિકાગો ખાતે બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની…

3 days ago

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી રમઝટ

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી ઉજવણીમાં સંગીત, ગરબા અને સુરતી ભોજનની રમઝટ  સુરતી લેઉવા…

3 days ago