Nubia NaviX Ultra | Image Credit- (pandaily.com)
AI Agent Smartphone | સ્માર્ટફોન (Smartphone) બનાવતી ચીનની જાણીતી કંપની નુબિયા (Nubia) એ શંઘાઈ (Shanghai) માં આયોજિત વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ (World Artificial Intelligence Conference – WAIC) માં પોતાનો નવો ફ્લેગશિપ ફોન નવીએક્સ અલ્ટ્રા (NaviX Ultra) રજૂ કર્યો છે.
કંપનીએ દાવો કર્યો છે કે આ સ્માર્ટફોન સાથે AI એજન્ટ સ્માર્ટફોનના એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. આ સ્માર્ટફોન ચીનના લોકપ્રિય AI ચેટબોટ ટૂલ દૌબાઓ (Doubao) પર કામ કરે છે, જેને ટિકટોક (TikTok) ની પેરેન્ટ કંપની બાઇટડાન્સ (ByteDance) દ્વારા ઓપરેટ કરવામાં આવે છે.
આ નવો AI એજન્ટ ફોન માત્ર સામાન્ય વોઈસ કમાન્ડ (Voice Command) પર જ જટિલ કાર્યો કરી શકે છે. યુઝર્સ માત્ર બોલીને જ ખાવાનું ઓર્ડર કરવાથી લઈને અલગ-અલગ પ્લેટફોર્મ પર શોપિંગ પ્રોડક્ટ્સની કિંમતોની સરખામણી (Price Comparison) કરવા જેવા કામો સરળતાથી કરાવી શકે છે.
જોકે, આ નવી ટેક્નોલોજી (Technology) સામે અન્ય મોટી ટેક કંપનીઓનો વિરોધ સૌથી મોટો પડકાર બની રહ્યો છે. આ અગાઉ ડિસેમ્બરમાં જ્યારે દૌબાઓ ફોન (Doubao Phone) નામના પ્રોટોટાઇપ (Prototype) નો લિમિટેડ બેચ વેચવામાં આવ્યો હતો, ત્યારે અલીબાબા (Alibaba), ટેન્સન્ટ (Tencent) અને જેડી ડોટ કોમ (JD.com) જેવી મોટી કંપનીઓએ આ આસિસ્ટન્ટનો એક્સેસ બ્લોક કરી દીધો હતો.
યુએસ (US) ની માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ આઈડીસી (IDC) ના જણાવ્યા અનુસાર, અન્ય કંપનીઓની એપ્સ (Apps) સુધી વ્યાપક એક્સેસ મેળવવો એ આવા AI એજન્ટ ડિવાઇસ માટે ખૂબ મોટી ચેલેન્જ છે, કારણ કે તમામ પ્લેટફોર્મ પોતાના યુઝર્સ સાથે સીધો સંપર્ક રાખવા માંગે છે.
જોકે, ચાઇનીઝ ટેક મીડિયાના અહેવાલો મુજબ, નુબિયાનો નવીએક્સ અલ્ટ્રા (NaviX Ultra) એપ્સમાં જબરદસ્તી ઘૂસણખોરી કરવાને બદલે તેમની સાથે સુમેળ સાધીને કામ (Collaboration) કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેથી આ સમસ્યાનું નિવારણ લાવી શકાય.
આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…
અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…
Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…
Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…
Operation Protect the Vote | अमेरिका में चुनावी धोखाधड़ी के आरोप में भारतीय मूल के…
Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…