Ahmedabad Plane Crash | અમદાવાદ (Ahmedabad)માં બનેલી કરુણ વિમાન દુર્ઘટના (Plane Crash) અંગે દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સામાન્ય રીતે કોઈપણ હવાઈ અકસ્માત બાદ તપાસની પ્રાથમિક શંકા પાઇલટની માનવીય ભૂલ (Human Error) પર જતી હોય છે. પરંતુ 12 જૂન, 2025 ના રોજ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 (Flight 171) સાથે થયેલી દુર્ઘટનામાં હવે તપાસની દિશા બદલાઈ ગઈ છે.
આ અકસ્માતમાં 260 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. હવે ‘ફેડરેશન ઑફ ઇન્ડિયન પાયલોટ્સ’ (Federation of Indian Pilots – FIP) એ રજૂ કરેલા તથ્યો મુજબ, આ દુર્ઘટના પાઇલટની ભૂલથી નહીં પરંતુ ગંભીર ટેકનિકલ ખામીને કારણે થઈ હતી.
5,000 થી વધુ સભ્યો ધરાવતા FIP એ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ને પત્ર લખીને જણાવ્યું છે કે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (Boeing 787-8 Dreamliner) ની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં (Electrical System) સર્જાયેલી ખામી આ તબાહીનું મુખ્ય કારણ હતી.
FIP ના વિશ્લેષણ મુજબ, વિમાનની બેટરીમાં શોર્ટ સર્કિટ (Short Circuit) થવાને કારણે ‘રિવર્સ વોલ્ટેજ’ (Reverse Voltage) પેદા થયો હતો. આ વોલ્ટેજે વિમાનની ઇંધણ નિયંત્રણ પ્રણાલી (Fuel Control System) ને ખોટા સિગ્નલ મોકલ્યા હતા, જેના કારણે ઉડાન ભરતી વખતે જ મોટી મુશ્કેલી સર્જાઈ હતી.
અમદાવાદ એરપોર્ટના CCTV ફૂટેજ અને બ્લેક બોક્સના (Black Box) ડેટા પણ આ થિયરીને સમર્થન આપી રહ્યા છે. ફૂટેજમાં દેખાય છે કે ટેકઓફ (Takeoff) દરમિયાન જ વિમાનની ઇમરજન્સી પાવર સિસ્ટમ એટલે કે RAT (Ram Air Turbine) સક્રિય થઈ ગઈ હતી.
સામાન્ય રીતે RAT ત્યારે જ ખુલે છે જ્યારે વિમાનમાં પાવરની સંપૂર્ણ કટોકટી સર્જાય. દુર્ઘટનાની સમયરેખા (Timeline) જોઈએ તો સવારે 08:08:43 વાગ્યે ઇંધણનો પુરવઠો આપમેળે કટ-ઑફ (Cut-off) થયો હતો અને તેની માત્ર 4 સેકન્ડ બાદ એટલે કે 08:08:47 વાગ્યે RAT માંથી પાવર મળવાનું શરૂ થયું હતું. આ ડેટા સ્પષ્ટ કરે છે કે પાઇલટને પ્રતિક્રિયા આપવાનો સમય મળે તે પહેલા જ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
સૌથી મહત્વની બાબત એ છે કે બોઇંગ 787 ના ઇલેક્ટ્રિકલ આર્કિટેક્ચરમાં (Electrical Architecture) એક દુર્લભ ખામી હોવાનો દાવો કરાયો છે. જ્યારે બેટરીમાં હાઇ-વોલ્ટેજ સ્પાયક (High-voltage spike) આવે છે, ત્યારે તે ઇંધણના વાલ્વને નિયંત્રિત કરતા ‘ડ્યુઅલ-કોઇલ લેચિંગ રિલે’ (Dual-coil latching relay) ને ટ્રીપ કરી દે છે.
આના પરિણામે પાઇલટના હસ્તક્ષેપ વગર જ બંને એન્જિનમાં ઇંધણ જતું બંધ (Fuel Cutoff) થઈ જાય છે. બ્લેક બોક્સના પુનઃવિશ્લેષણમાં એન્જિન બંધ થવાના માત્ર 1.2 સેકન્ડ પહેલા માઇક્રો-સેકન્ડ વોલ્ટેજ સ્પાયક્સ જોવા મળ્યા છે. આ પુરાવા સૂચવે છે કે આ એક મેન્યુફેક્ચરિંગ અથવા ડિઝાઇન ખામી હોઈ શકે છે જેણે 260 નિર્દોષ લોકોનો ભોગ લીધો છે.
