Ahmedabad Election Security | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ની 48 વોર્ડની 192 બેઠકો માટે 26 April 2026, રવિવારના રોજ મતદાન (Voting) યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે અમદાવાદ શહેર પોલીસે અભેદ્ય કિલ્લેબંધી તૈયાર કરી છે. જો કોઈપણ મતદાન મથક પર ગરબડ થશે, તો પોલીસની ટીમ માત્ર 3 Minutes માં ઘટનાસ્થળે પહોંચી જશે.
ડ્રોન અને સીસીટીવીથી બાજ નજર શહેરમાં લોકશાહીનો ઉત્સવ ડર વગર ઉજવાય તે માટે 20,000 થી વધુ સુરક્ષા જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. શહેર પોલીસ (City Police) દ્વારા 150 થી વધુ ટુકડીઓનું ક્રોસ પેટ્રોલિંગ (Cross Patrolling) ગોઠવવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી (CCTV) અને ડ્રોન (Drone Surveillance) દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.
સુરક્ષા દળોનું વ્યૂહાત્મક આયોજન અમદાવાદમાં કુલ 4,257 મતદાન મથકો પર 38 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ખાસ કરીને પૂર્વ (East) અને કોટ વિસ્તાર (Walled City) ના અતિ સંવેદનશીલ બૂથો પર SRP, BSF અને RAF ની ટુકડીઓ તહેનાત રહેશે. ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch), ATS અને SOG ની ટીમોને પણ ઝોન મુજબ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને 100 સેક્ટર પેટ્રોલિંગ ટીમ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.
મતદાનની ટકાવારી વધવાની આશા વર્ષ 2021 માં કોરોનાના કારણે અમદાવાદમાં સૌથી ઓછું 37.8% મતદાન નોંધાયું હતું. જોકે, 2026 ની આ ચૂંટણીમાં કાળઝાળ ગરમી હોવા છતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાનનો આંકડો વધવાની પૂરેપૂરી શક્યતા છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ટોળાંશાહી કે અસામાજિક પ્રવૃત્તિ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…
અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…
Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…
Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…
Operation Protect the Vote | अमेरिका में चुनावी धोखाधड़ी के आरोप में भारतीय मूल के…
Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…