Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

Ahmedabad : અસારવામાં કેન્સરની બીમારીથી કંટાળી આધેડે જાહેરમાં આત્મવિલોપન કર્યું, સારવારમાં મોત

Chief Editor February 3, 2026
ahmedabad-asarwa-cancer-patient-suicide-case-police-investigation

Cancer patient commits suicide in Ahmedabad |  અમદાવાદ (Ahmedabad) શહેરના અસારવા (Asarwa) વિસ્તારમાં ગત રાત્રે કેન્સર (Cancer) જેવી ગંભીર બીમારીથી પીડાતા એક આધેડે માનસિક કંટાળામાં આવીને જાહેરમાં પોતાની જાતને આગ ચાંપી આત્મહત્યા (Suicide) કરી લીધી છે.

મળતી માહિતી મુજબ, 2 ફેબ્રુઆરીની રાત્રે અસારવા ચકલા પાસે એક આધેડ જ્વલનશીલ પ્રવાહી (Flammable Liquid) છાંટીને આવ્યા હતા. તેમણે જાહેરમાં બીડી સળગાવીને અચાનક પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. આગની જ્વાળાઓમાં લપેટાયેલા આધેડને જોઈ આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.

સ્થાનિકોએ પાણી નાખી આગ બુઝાવી
ઘટનાને નજરે જોનારા લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ આધેડ પર પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આધેડ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, મોડી રાત્રે સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.

બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાની આશંકા
શાહીબાગ પોલીસ સ્ટેશન (Shahibaug Police Station) ના ઇન્ચાર્જ પીઆઈ એન. ડી. નકુમે જણાવ્યું કે “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. બીમારીના કંટાળાને કારણે તેમણે આ આત્મઘાતી પગલું (Suicidal Step) ભર્યું હોવાનું જણાય છે.”

પોલીસ તપાસ ચાલુ
મૃતક અગાઉ અસારવા વિસ્તારમાં જ રહેતા હતા અને તેમનો પરિવાર પણ અહીં જ રહે છે. આ મામલે શાહીબાગ પોલીસે અકસ્માત મોત (Accidental Death) નો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ અને વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Ahmedabad (અમદાવાદ) Cancer (કેન્સર) Suicide (આત્મહત્યા)

Post navigation

Previous: Bullet Train: ગુજરાતમાં 2027 સુધીમાં શરૂ થશે બુલેટ ટ્રેન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી મોટી અપડેટ
Next: અમદાવાદની દુર્ગા સ્કૂલમાં વિદ્યાર્થીએ મિત્રની પાણીની બોટલમાં ડામરની ગોળીઓ નાખી, તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો
Follow

Recent Posts

  • મમતાને ધક્કા મારીને બહાર ફેંકી દો
  • રાજકારણથી દૂર ભાગતા વિજયે માતા-પિતા સામે જ કર્યો હતો કેસ; જાણો ‘થલાપતિ’ના સંઘર્ષની કથા
  • ગુજરાતમાં ડબલ ઋતુનો માર: 3 જિલ્લામાં માવઠું, અમદાવાદમાં ‘યલો એલર્ટ’ની આગાહી
  • વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ બાદ ‘લોકડાઉન’: સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર માર્યો, એક બાળક ઇજાગ્રસ્ત
  • મંગળ અને શનિની કૃપાથી મેષ અને મકર સહિત 4 રાશિઓને થશે અઢળક ધનલાભ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.