
કચ્છના ગામડામાં પહોંચ્યા આમિર ખાન, પોતાની ફિલ્મ ‘સિતારે જમીન પર’ ગામલોકો સાથે બેસીને જોઈ
Actor Aamir Khan in Gujarat: 2001માં આવેલી એક્ટર આમિર ખાનની ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ ‘લગાન’નું શૂટિંગ ગુજરાતના ભૂજના કુનરિયા ગામમાં થયું હતું. ફિલ્મમાં આ ગામને ચંપાનેરના નામથી બતાવવામાં આવ્યું. આ ગામમાં અંદાજિત 25 વર્ષ બાદ મિસ્ટર પરફેક્શનિસ્ટે ફરી વાપસી કરી છે. તેનું કારણ પણ ખાસ છે.જો કે, આમિર ખાન પોતાની આ વર્ષે જૂનમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિતારે જમીન પર’ના સ્ક્રીનિંગને લઈને કુનરિયા બાદ નજીકના કોટાય ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગામલોકો અને વિદ્યાર્થીઓ સાથે બેસીને આ ફિલ્મી નિહાળી હતી. કોટાયની શાળામાંથી ‘સિતારે જમીન પર’ ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરી હતી.

ફિલ્મ ‘સિતારે જમીન પર’ 20 જૂન 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે તે તેની ફિલ્મના ખાસ સ્ક્રીનિંગ માટે કુનરિયા ગામ પહોંચ્યા, જ્યાં ગામલોકોએ તેનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. આમિર ખાને ગામલોકો સાથે બેસીને ફિલ્મ ‘સિતારે જમીન પર’ જોઈ. આ દરમિયાન દર્શકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘લગાન’નું શૂટિંગ આ ગામમાં જ પૂર્ણ થયું હતું. ફિલ્મમાં તેને ચંપાનેર તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તાજેતરમાં રિલીઝ થયેલી તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘સિતારે જમીન પર’ માટે કુનરિયા ગામ જવું એ આમિર ખાન માટે જૂની યાદો તાજી થવા બરાબર છે.
આમિર ખાને પોતાની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ને યુટ્યુબ પર રિલીઝ કરી છે. 1 ઓગસ્ટથી યુટ્યુબ પર ₹100 ચૂકવીને આ ફિલ્મને જોઈ શકાશે. ત્યારે આ પે-પર-વ્યૂ મોડેલની જાહેરાત માટે મિસ્ટર પરફેક્શનિસ્ટે ફરી નવો કીમિયો અજમાવ્યો છે.