Breaking News

  રાષ્ટ્ર ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સરહદી ગામ મોટી છેરમાં જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું   ૦૦૦૦ નાયબ મુખ્યમંત્રીશ્રીએ જવાનો સાથે સ્વદેશી અપનાવવા શપથ લીધા …. સ્વતંત્ર સંગ્રામમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ની મહત્વની ભૂમિકા રહી હતી ૦૦૦૦ “વંદે માતરમ્” ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને “સ્વદેશી અપનાવવા” આહવાન કર્યું હતું.   આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ્ રાષ્ટ્ર ગીતમાં દેશની એકતાના દર્શન થાય છે. સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્ર ગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ રાષ્ટ્ર ગીત દેશભક્તિ, ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્ર ગીતના ૧૫૦ વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને આ અવસરને મનાવવામાં આવી રહ્યો છે. સીમાઓથી લઈને સમુદ્ર તટ સુધી રાષ્ટ્ર ગીતનું સમૂહગાન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ BSF જવાનો સાથે તેમની વચ્ચે જઈને સંવાદ સાથે ચાય પે ચર્ચા કરી હતી. આ પ્રસંગે અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, રેન્જ આઇજીશ્રી ચિરાગ કોરડીયા અને વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, ૧૭૬ બીએસએફ બટાલિયનના કમાન્ડન્ટશ્રી યોગેશ કુમાર સહિત અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ, પોલીસ જવાનો અને બીએસએફ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: