
વડોદરાના , પ્રખ્યાત પત્રકાર, ગોલોકવાસી, તન, મનથી આજીવન ફક્ત માનવ સેવાને વરેલ, વલ્લભના વૈષ્ણવ , પુષ્ટિ માર્ગ ના વિદ્વાન એવા શ્રી ગોવર્ધવદાસ શાહની યાદમાં એમના સુપુત્ર ગોપાલભાઈ /ઉદય અને પુત્રવધુ માલવિકાબેન પર્રિવારના યોગદાનથી , McKinney, Tx માં યમુના નિકુંજ-શ્રી ગોવર્ધનનાથજી મંદિર તૈયાર કરવામાં આવ્યું છે.જેમને ત્યાં છેલ્લા ૪૦ વર્ષથી ગૃહસેવામાં ઠાકોરજી (પ્રભુ શ્રી ગોવર્ધનનાથજી, સાથે શ્રી યમુના મહારાણીજી અને શ્રીમદ્ વલ્લભાચાર્યજી )બિરાજમાન છે.અને બારેમાસના બઘાંજ પુષ્ટિ માર્ગના ઉત્સવ ,સત્સંગ , દર્શન થાય છે.અને Vaishnav Milan of Texas નામે વૈષ્ણવ મંડળ પણ છેલ્લા ૪૦ વર્ષથી કોઈ પણ જાતની સેવા લીધાં વિના ચલાવી રહયા છે. ફક્ત એકજ વૈષ્ણવ પરીવાર ના યોગદાનથી તૈયાર થયેલ આ વૈષ્ણવ સંપ્રદાયનું વૈષ્ણવો માટેના મંદિર નું નિર્માણ ૧,૧૧,૦૦૦ ચોરસફૂટ વિસ્તારમાં ( McKinney, Texas, USA) કરવામાં આવેલ છે ; અહી મંદિર,નિવાસ સ્થાન, પુજારી નિવાસ, વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા છે.આ મંદીર સમસ્ત વલ્લભ કુળના આશિર્વાદથી સિદ્ધ થયેલ છે પરંતુ તેમાં કોઈપણ વૈષ્ણવ આચાર્ય નું સંચાલન કે નામ નથી. અહી સમસ્ત વલ્લભ કુળ ને પધારવા, ઠાકોરજીની આરતી અને વચનામૃત કરવા આમંત્રણ આપવામાં આવે છે, અને એમના માર્ગદર્શન, સૂચનો પ્રેરણા દાયી બની રહે છે.હિન્દૂ ધર્મના કોઇ પણ સંત, માનવ કલ્યાણ માટે ના કાર્યક્રમ માટે આવકાર્ય છે.

અહીં શ્રી ગોવર્ધનઘરણ શ્રી ગિરિરાજજી ની આબેહુબ , કુદરતી વાતાવરણમાં સ્થાપના કરવામાં આવેલ છે જ્યાં બાગ બગીચા નું નિર્માણ કરવામાં આવશે. વિવિધ પ્રવૃત્તિઓ થઈ શકે તે માટે open air વિશાળ ચોક બનાવવામાં આવ્યો છે જ્યાં ભવિષ્યમાં covered હોલ બનાવવામાં આવશે, પુષ્ટિ લાયબ્રેરી નું પણ છેલ્લા ૧૦ વર્ષથી નિર્માણ થયેલ છે, જ્યાં વિનામૂલ્યે પુસ્તકો વાંચવા લઈ જવાની વ્યવસ્થા છે, ભવિષ્યમાં અહી પુષ્ટિ પાઠશાળા, યોગા કેન્દ્ર ( જે અત્યારે ઘરે ચાલે છે),સીનીયર સેન્ટર, આર્ટ ક્લાસ, ગુજરાતી ક્લાસ, કીર્તન કલાસની યોજના થયેલ છે. આ મંડળ ધાર્મિક ઉપરાંત કોઇપણ non profit સંસ્થા ને for any Noble cause પુરતો સાથ અને સહકાર આપે છે.અમેરીકા સરકાર તરફથી આ સંસ્થાના દાતાઓને કરમુકતી માટે- પરવાનગી મળેલ છે ( IRS: 501-C3-tax exempt certificate) હવે પછી, any one can donate & 100% donated amount ફક્ત મંદીર /વૈષણવ વિકાસ માટે જ ઉપયોગમાં. લેવામાં આવશે. સર્વે વૈષ્ણવો ને એનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે. મંદિરમાં ઠાકોરજી બિરાજમાન થઇ ગયેલ છે, ભવિષ્યમાં મંદિરમાં મુખ્યાજીની નિમણૂક પણ કરવામાં આવશે.ટુંક સમયમાં વૈષ્ણવો દર્શનનો લાભ લઈ શકશે. વધુ માહિતી માટેઃ નમ્ર સેવક અને સંચાલકઃમાલવિકાબેન Email:
vaishnavmilan@gmail.com Website:
www.vaishnavmilan.org
માહિતી સુભાષ શાહ દ્વારા