Breaking News

Emergency review meeting held at State Emergency Operation Center following rain forecast in Gujarat
૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫, રવિવારની સાંજે અમેરીકાના ટેક્ષાસ રાજ્યનાં ડલ્લાસ શહેરમાં ગુજરાતનાં જાણીતા હાસ્યકલાકાર , લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો હતો. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સોસાયટી ( SPCS ) તેમજ ગુજરાતી સમાજ ઓફ ડલ્લાસ દ્રારા યોજાયેલા આ કાર્યક્રમમાં જે નફો થાય તે ગુજરાતની પાંચ સેવાભાવી સંસ્થાઓને સરખા ભાગે વહેંચવાનો નિઃસ્વાર્થ ઉપક્રમ હતો. ભારતીય નિવાસના બેન્ક્વેટ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ તો “ ગુજરાત દર્પણ “ મેગેઝીનના ટેક્ષાસના પ્રતિનીધી સુભાષભાઈ શાહ નામના તનથી વૃદ્ધ પણ મનથી યુવાન સેવાભાવી સજ્જનનો પણ સહયોગ મળ્યો. ત્યારબાદ ભારતીય નિવાસના માલિક ભરતભાઈ ભકતાનો પણ ટેકો મળ્યો આમ લોકો જોડાતાં ગયા અને આ સેવાયજ્ઞ વધુને વધુ બળવાન બનતો ગયો. આ કાર્યક્રમમાં ડલ્લાસમાં રહેતા ગુજરાતીઓ ઉપરાંત ઓસ્ટીન, હ્યુસ્ટન અને વિચિતા ફોલ્સ જેવા ડલ્લાસની આજુબાજુના શહેરમાંથી પણ લોકો આવ્યા અને બસોની જગ્યાએ અઢીસો ખુરશી ગોઠવી એ પણ ભરાઈ ગઈ. એટલું જ નહીં પણ અમુક લોકોને બે હાથ જોડીને ના પાડવી પડી કે આ બેન્કવેટ હોલની કેપેસિટી હવે વધું પ્રેક્ષકો બેસાડી શકાય એમ નથી તો અમને ક્ષમા કરશો. ભરતભાઈ ભકતાએ પોતાના તરફથી ૧૦૦૦ ડોલરનું દાન જાહેર કર્યુ અને પાંચ જ મિનિટમાં દસ હજાર ડોલર જાહેર થયા. એક કરુણાવાન ડોક્ટર વૃજેશ પરીખે ઈન્ટરલવમાં જાહેરાત કરી કે દસ હજારના દાન સાથે મારું દાન મેચ કરીને હું મારા તરફથી દસ હજાર ડોલર આપું છું. હોલનું ભાડું, સાઉન્ડ અને ડીનર તેમજ ચા- બિસ્કિટ વગેરેનો ખર્ચ બાદ કરતાં પાંચ હજાર ડોલર વધતાં હતા આમ સૌના સુખદ આશ્ચર્ય વચ્ચે પચીસ હજાર અમેરીકન ડોલર એટલે કે આશરે બાવીસ લાખ પચાસ હજાર રુપિયા ગુજરાતની નીચેની પાંચ સંસ્થાઓ માટે એકત્ર થયા. ૧. ગીર નેશ ( શૈક્ષણિક સહાય સંસ્થા ) ૨. SVNM ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલ- સુપા સુરત ૩. સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ- ટીંબી ૪. ઉમંગ મૂકબધીર બાળકોની સંસ્થા – વસ્ત્રાપુર, અ’વાદ ૫. ખેડાપા ( જી. મહીસાગર) ની સરકારી પ્રાથમિક શાળા. ઉપરની પાંચેય સંસ્થાઓને આશરે ૪,૫૦,૦૦૦/- ચાર લાખ પચાસ હજાર રૂપિયા આયોજકો દ્રારા થોડાં દિવસમાં મોકલી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: