Breaking News

RSS Sangh Vijaya Dashami Utsav Mohan Bhagwat
lalbaug cha raja 2025 first look

મુંબઈઃ મુંબઈની ઓળખસમાન બની ચૂકેલા લાલબાગ ચા રાજાનો ગઈકાલે એટલે કે 24મી ઓગસ્ટના ફર્સ્ટ લૂક સામે આવ્યો અને ગણેશભક્તોએ બાપ્પાના મનમોહકરૂપને આંખોમાં ભરી લીધો.

સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે મુંબઈના સૌથી પ્રખ્યાત ‘લાલબાગચા રાજા’ની પ્રથમ ઝલક જાહેર થઈ છે, જેણે ભક્તોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. આ વર્ષે બાપ્પા જાંબલી રંગના ભવ્ય વસ્ત્રો, માથા પર દિવ્ય મુગટ અને હાથમાં ચક્ર ધારણ કરેલા જોવા મળ્યા છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભાદ્રપદ મહિનામાં આવનારી ગણેશ ચતુર્થી પહેલા આ પ્રથમ દર્શનને શિવિરંબમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે શ્રદ્ધા અને આશાનું પ્રતીક છે.

લાલબાગ ચા રાજાની વાત કરીએ તો એવું કહેવાય છે કે આ ગણપતિ બાપ્પા ઈચ્છા પૂરી કરે છે. ગણેશોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો બાપ્પાના દર્શન કરવા આવે છે, પરંતુ શું તમે જાણો છો કે લાલબાગ ચા રાજાનું નામ કઈ રીતે પડ્યું, શું છે આ પાછળનો ઈતિહાસ? ચાલો આજે તમને જણાવીએ-

આ ગણેશોત્સવની શરૂઆત 1934માં એ સમયે થઈ હતી જ્યારે મુંબઈનો લાલબાગ વિસ્તાર માછીમારોની વસાહત ગણાતો હતો. અહીં લોકો લાંબા સમયથી કાયમીસ્વરૂપની બજારની માગણી કરી રહ્યા હતા, પરંતુ કોઈને કોઈ કારણે એ માગણી પૂર્ણ થતી નહોતી. આખરે ત્યાંના સ્થાનિક નાગરિકોએ તેમની શ્રદ્ધાને એક સ્થળે કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. કામગાર અને સ્થાનિક નાગરિકોએ મળીને ગણેશ મંડળની સ્થાપના કરીને ગણેશોત્સવની ઉજવણી કરવાનું શરૂ કર્યું.

1934માં પહેલી જ વખત અહીં બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. એ સમયે આ ગણેશોત્સવ લોકોમાં એકતા અને સંઘર્ષનું પ્રતિક બની ગયું, કારણ કે બજારની માગંણી પૂરી ન થવા છતાં તેમણે હાર માન્યા વિના બાપ્પા પર પૂરેપૂરી શ્રદ્ધા દેખાડી. ધીરે ધીરે આ ગણેશોત્સવની લોકપ્રિયતા વધવા લાગી અને તે મુંબઈભરમાં લાલબાગ ચા રાજાના નામે ઓળખાવવા લાગ્યો.

કઈ રીતે પડ્યું લાલબાગ ચા રાજા નામ? લાલબાગ પરિસરના નામ અને ત્યાંના રાજા એટલે બાપ્પાને લાલબાગ ચા રાજા એવું નામ આપવામાં આવ્યું. અહીંના ગણેશોત્સવની વિશેષતાની વાત કરીએ કો દર વર્ષે અહીં ગણપતિ બાપ્પાની મૂર્તિને ખાસ, અંદાજમાં સજાવવામાં આવે છે. દર વર્ષે લાખો-કરોડોની સંખ્યામાં ભક્તો અહીં બાપ્પાના દર્શને આવે છે અને કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહીને બાપ્પાના આશિર્વાદ મેળવે છે.

એવું કહેવાય છે કે લાલબાગ ચા રાજાએ એ માત્ર ગણેશોત્સવની ઉજવણીનો એક ભાગ ના હોઈ ભાવિકોની ઈચ્છા પૂરી કરવાનું શ્રદ્ધાસ્થાન છે. લાલબાગ ચા રાજાને લોકો ઈચ્છાપૂર્તિ કે માનતાના ગણપતિ તરીકે પણ ઓળખે છે. અહીં તમારા માટે ખાસ 1934થી 2025 સુધી લાલબાગ ચા રાજાની મૂર્તિઓની એક ઝલક… તમે પણ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: