Breaking News

Space science outreach program to be held in Gujarat

ગુજકોસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં 12-દિવસીય સ્પેસ સાયન્સ આઉટરીચ કાર્યક્રમની જાહેરાત સ્પેસ ફેસ્ટિવલમાં ૫૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે સ્પેસ સાયન્સ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) 12 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં 12-દિવસીય સ્પેસ સાયન્સ આઉટરીયનો કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ આઉટરીય કાર્યક્રમો ગુજકોસ્ટના રીજીયોનલ સાયન્સ સેંટર્સ (RSCs) અને લોક વિજ્ઞાન કેન્દ્રો (CSCs) ના નેટવર્ક ખાતે આયોજિત કરવામાં આવશે.

આ અનોખી પહેલ 12 ઓગસ્ટ 2025ના રોજ ભારતના અવકાશ કાર્યક્રમના પિતામહ ડૉ. વિક્રમ એ. સારાભાઈની જન્મજયંતિનાં અવસરે શરૂ થશે અને 23 ઓગસ્ટ 2025 ના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસના રોજ સમાપ્ત થશે. ઈસરોના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર(SAC)ના ડિરેક્ટર શ્રી નિલેશ દેસાઈ આવતીકાલે સવારે 10:30 વાગ્યે સાયન્સ સિટી, અમદાવાદ ખાતેથી 12 દિવસના સ્પેસ સાયન્સ આઉટરીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. અવકાશ આઉટરીય કાર્યક્રમો “આર્યભટ્ટથી ગગનયાન: પ્રાચીન જ્ઞાનથી અનંત સંભાવનાઓ” ની ફોકલ થીમ પર આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સ્વભાવને જાગૃત કરવાનો છે.

આ કાર્યક્રમ દરમિયાન નીચી મુજબની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે:

  • ચિત્ર સ્પર્ધા – કલાત્મક અભિવ્યક્તિ દ્વારા થીમનું અન્વેષણ.
  • એક્સટેમ્પોર સ્પર્ધા – થીમ પર સ્વયંભૂ અને સમજદાર અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવું.
  • વૈજ્ઞાનિક ઇન્ટરેક્ટિવ સત્ર – પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોનો સમાવેશ.
  • વિજ્ઞાન ફિલ્મ શો – અવકાશ સંશોધન અને સિદ્ધિઓનું પ્રદર્શન.
  • RSC ગેલેરી વોકથુ – મુલાકાતીઓને અવકાશ વિજ્ઞાન પ્રદર્શનોનું અન્વેષણ કરવા સક્ષમ બનાવવું.
  • ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) મોડેલ મેકિંગ સ્પર્ધા – બધા RSC અને CSCના સહભાગીઓ માટે.
  • રાષ્ટ્રીય અવકાશ દિવસ પર રીલ મેકિંગ સ્પર્ધા – ભારતની અવકાશ યાત્રાને પ્રકાશિત કરવી.

આ રાજ્ય-સ્તરીય કાર્યક્રમ ભારતના સમૃદ્ધ અવકાશ વારસા અને મહત્વાકાંક્ષી ભાવિ મિશનની ઉજવણી કરતી વખતે, વૈજ્ઞાનિક જાગૃતિ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે GUJCOST ની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાંથી 50,000 થી વધુ વિદ્યાર્થીઓ આ સૌથી મોટા અવકાશ વિજ્ઞાન કાર્યક્રમમાં ભાગ લેશે. ઇન્ટરેક્ટિવ લર્નિંગ, સર્જનાત્મક સ્પર્ધાઓ અને અગ્રણી વૈજ્ઞાનિકો સાથે સીધા જોડાણ દ્વારા, આ કાર્યક્રમ પ્રાચીન ખગોળશાસ્ત્રીય જ્ઞાનથી આધુનિક અવકાશ સંશોધન સુધીની ભારતની સફર માટે ઊંડી સમજણને પ્રોત્સાહન આપશે. વધુ વિગતો અને માર્ગદર્શિકા માટે, કૃપા કરીને તમારા નજીકના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અથવા લોક વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: