
- સણોસરા ગુડ્સ શેડથી દહેજના માટે ઔદ્યોગિક મીઠાના પહેલા રેકને લોડ કરીને રવાના કરવામાં આવ્યો
- આ પહેલા રેકમાં 58 વેગનોમાં 3851.2 ટન ઔદ્યોગિક મીઠું લોડ કરવામાં આવ્યું જેનાથી રેલવેને 31.69 લાખની આવક પ્રાપ્ત થઈ
પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ આ ઝોનનો મુખ્ય માલવાહક મંડળ છે, જે પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત કુલ માલવાહક પરિવહનમાં લગભગ 40% યોગદાન આપે છે. આ મંડળમાં મુન્દ્રા, ટુના ટેકરા અને કંડલા જેવા ત્રણ મોટા બંદરો છે જે ગાંધીધામ ક્ષેત્રમાં સ્થિત છે જે મંડળના કુલ માલ યાતાયાતનું 80%થી વધુ યોગદાન આપે છે. મંડળથી વિવિધ પ્રકારના માલ મોકલવામાં આવે છે, કન્ટેનરમાં ભરેલો માલ, પેટ્રોલિયમ ઉત્પાદનો (POL), ખાતરો, આયાતી કોલસો, મીઠું, ગાડીઓ, ખાદ્ય તેલ અને બેંટોનાઇટ વગેરે શામિલ છે.
મંડળના માલ પરિવહન કાર્યોને મજબૂત બનાવવા માટે તેમાં કુલ 76 માલવાહક કેન્દ્રો છે, જેમાં 07 ગતિ શક્તિ મલ્ટી-મોડલ કાર્ગો ટર્મિનલ, 06 ખાનગી માલ ટર્મિનલ, 16 ખાનગી સાઇડિંગ્સ, 37 ગુડ્સ શેડ અને 08 પોર્ટ ટર્મિનલનો સમાવેશ થાય છે. ગયા નાણાકીય વર્ષમાં આ સુવિધાઓમાંથી લગભગ 46.77 મિલિયન ટન માલ લોડ કરવામાં આવ્યો હતો. આ કુલ લોડિંગમાંથી, મુન્દ્રા પોર્ટે નું યોગદાન 21.33 મિલિયન ટન, કંડલા પોર્ટે નું 6.10 મિલિયન ટન અને ટુના ટેકરા પોર્ટેનું 1.27 મિલિયન ટનનું યોગદાન રહ્યું છે , જે મળીને મંડળની કુલ લોડિંગના લગભગ 61.36% બને છે.
અમદાવાદ મંડળે માલ પરિવહનના ક્ષેત્રમાં વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. 9 ઓગસ્ટ 2025 ના રોજ, ગાંધીધામ ક્ષેત્રના સણોસરા ગુડ્સ શેડથી (BDRCL) દહેજ માટે ઔદ્યોગિક મીઠાનો પહેલો રેક સફળતાપૂર્વક લોડ કરવામાં આવ્યો. આ રેકમાં 58 BOXNHL વેગન હતા, જેમાં કુલ 3851.2 ટન ઔદ્યોગિક મીઠું લોડ કરવામાં આવ્યું હતું. આ માલ ચૌગુલે સોલ્ટ વર્ક્સ (પ્રા.) લિમિટેડનો હતો, જેને વડોદરા મંડળના (BDRCL) દહેજ માટે મોકલવામાં આવ્યો હતો.
આ રેકે 673.57 કિમીનું અંતર કાપ્યું, જેનાથી રેલવેને ₹ 31.69 લાખનું માલભાડું પ્રાપ્ત થયું છે . આ ઉપલબ્ધી ભારતીય રેલવે ની તાજેતરમાં અપનાવવામાં આવેલી સક્રિય માર્કેટિંગ નીતિનું પરિણામ છે. આ નીતિ હેઠળ, ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરીને તેમની જરૂરિયાતો સમજી હતી અને તેમને અનુકૂળ ઉકેલો પૂરા પાડવામાં આવ્યા હતા. આ વ્યૂહરચનાથી નમાત્ર રેલવેની આવકમાં વધારો થયો છે, પરંતુ ઉદ્યોગોને પણ સુલભ અને વિશ્વસનીય પરિવહન સેવા ઉપલબ્ધ થઇ છે.
આ નવીન પ્રયાસથી ઔદ્યોગિક મીઠાના લાંબા અંતરના રેલ પરિવહનનો માર્ગ મોકળો થયો છે. આનાથી નમાત્ર રેલવે ને નવો વ્યવસાય મળ્યો છે, પરંતુ ગ્રાહક વિશ્વાસમાં પણ વૃદ્ધિ જોવા મળી છે, જે રેલવે ની તત્પરતા અને નરમાઈ દર્શાવે છે. આ પહેલ સણોસરા અને ગાંધીધામ ક્ષેત્રમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપશે, જેનાથી ક્ષેત્રીય ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે. આ સાથે રેલવેની આવકમાં પણ વધારો થયો છે, જે તેની આર્થિક મજબૂતાઈમાં મદદરૂપ સાબિત થઈ રહી છે. આ ઉપરાંત, જથ્થાબંધ સામગ્રીના પરિવહનમાં રોડની અપેક્ષા રેલ ને પ્રાથમિક્તા આપવાથી આ એક પર્યાવરણને અનુકૂળ વિકલ્પ નારૂપમાં ઉભરી સામે આવ્યું છે.
અમદાવાદ મંડળમાં આગામી 2-3 વર્ષમાં 6 બીજા GCT (ગુડ્સ કાર્ગો ટર્મિનલ) બનાવવામાં આવશે, જેથી આ ક્ષેત્રમાં રેલવેનો પરિવહનમાં હિસ્સો વધારે વધશે . નલિયા અને વાયોર વચ્ચેની નવી રેલવે લાઇન અલ્ટ્રાટેક સિમેન્ટ (સેવાગ્રામ) અને અદાણી સિમેન્ટ લિમિટેડ (સાંગહીપુરમ) ના પ્લાન્ટ્સને સીધી કનેક્ટિવિટી મળશે. આ બે સિમેન્ટ પ્લાન્ટની વર્તમાન ઉત્પાદન ક્ષમતા 1.2 કરોડ ટન પ્રતિ વર્ષ છે, જે આગામી 2-3 વર્ષમાં વધીને 1.8 કરોડ ટન થવાની સંભાવના છે.