Breaking News

Emergency review meeting held at State Emergency Operation Center following rain forecast in Gujarat How Dare You? Ajit Pawar's Heated Exchange With Woman IPS Officer Over Excavation cm-bhupendra-patel-interacted-with-students-on-teachers-day-celebrations
Students of Suman School in Surat get A and knowledge of drone and robotics technology
 
  • માધ્ય. અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 3D, AR/VR, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપતી દેશની પ્રથમ સુરત મહાનગરપાલિકા
  • સુરતની 18 સુમન શાળાઓમાં મનપાનો પાઇલોટ પ્રોજેક્ટ ટેક એજ્યુકેશન માટેની પ્રેરક પહેલ
  • ‘સુરતની સુમન શાળાના વિદ્યાર્થીઓ બની રહ્યા છે ટેક્નો-સ્ટાર્સ: સ્માર્ટ ક્લાસમાં મેળવે છે AI, ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજ
  • રક્ષા ક્ષેત્રે, કૃષિ, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનો વિશેષ ઉપયોગ
  • 12 AI લેબ્સમાં 11,000થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેક શિક્ષણ: 3D, AR/VR અને AI હવે અભ્યાસનો હિસ્સો

આધુનિક સમય સાથે તાલ મિલાવી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિ અનુસાર રાજ્ય સરકારે સ્માર્ટ શિક્ષણને પ્રાધાન્ય આપી ટેક્નોલોજી અને ઈનોવેશનનો સમન્વય સાધી શાળાઓમાં સ્માર્ટ શિક્ષણને ગતિ આપી છે. મહાનગરપાલિકા સંચાલિત ધો.9 થી 12 સુમન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્ય. શાળાઓમાં 3D, AR/VR, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપવા માટે જાન્યુઆરી-2025 થી પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવી AI, રોબોટીક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપતી દેશની પ્રથમ સુરત મહાનગરપાલિકા બની છે. જેમાં પ્રથમ તબક્કામાં સુરતની 18 સુમન શાળાઓના સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓ AI, ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજ મેળવી રહ્યા છે. 12 AI લેબ્સમાં 11,000થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેક શિક્ષણ મળી રહ્યું છે. 3D, AR/VR અને AI હવે તેમના નિયમિત અભ્યાસનો હિસ્સો બન્યો છે.

સુમન શાળાઓના ધો.9 અને 10ના કિશોર વિદ્યાર્થીઓ હવે ફ્રન્ટ એન્ડ ડેવલોપમેન્ટ અને ડ્રોન એવિએશન વિષે જાણે છે. સરકારી શાળાઓના આ વિદ્યાર્થીઓ ડ્રોન ઉડાડે છે, રોબોટિક્સ લેબમાં પ્રેક્ટિકલ કરે છે અને AI જેવી અદ્યતન ટેક્નોલોજી શીખે છે. તેમના શાળાકીય અભ્યાસની સાથોસાથ ચાર વર્ષના કોર્ષ હેઠળ વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, 3D ટેક્નોલોજી, ડ્રોન અને રોબોટિક્સ જેવા વિષયોને પણ રસપૂર્વક શીખી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સજ્જ બની રહ્યા છે.

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ એજ્યુકેશન માત્ર ટ્રેન્ડ નહીં, પણ જરૂરિયાત છે એવી વાસ્તવિકતાને સ્વીકારી રાજ્ય સરકારે ‘શાળા એ નવી સંભાવનાઓનો ગેટવે’ છે એવા ધ્યેય સાથે ‘ટેક એજ્યુકેશન ફોર ઓલ’ અભિયાન શરૂ કર્યું છે. વર્ષ 2023માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યભરમાં 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ અને 19,600 આધુનિક કમ્પ્યૂટર લેબ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી રાજ્યની શાળાઓ પણ સ્માર્ટ અને ઇનોવેટીવ શિક્ષણ માટે સજ્જ બની છે.

આ જ દિશામાં પગલું ભરીને ધો. 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ પણ આધુનિક અને વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી આધારિત લેબ શરૂ કરવામાં આવી છે, આ પહેલમાં મહત્વનું યોગદાન આપનાર મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને પરંપરાગત અભ્યાસ પૂરતા જ સીમિત ન રહેતા પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), 3D પ્રિન્ટીંગ, રોબોટિક્સ, એઆર/વીઆર (ઓગ્નેમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી) ટેક્નોલોજી અને ડ્રોન જેવી નવીન ટેક્નોલોજીનો જ્ઞાન અને અનુભવો પણ મળી રહે એવો રહેલો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 18 સુમન શાળાઓમાંથી 12માં AI લેબ્સનું લોકાર્પણ થયું હતું, જ્યાં 11 હજારથી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે નિ:શુલ્ક ટેક્નિકલ શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાનું મહાનગરપાલિકા કમિશનર દ્વારા જણાવાયું હતું.

કમિશનરએ અગ્રવાલે જણાવ્યું કે, સુમન શાળાના ઘણા વિદ્યાર્થીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં 3૪ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવ્યા છે, જે ખૂબ ગૌરવની વાત છે. આ પહેલનો વ્યાપક ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓને માત્ર જોબ સીકર નહીં, પરંતુ નવા યુગના ટેકનોલોજી-સેવી ઉદ્યોગસાહસિકો અને ઈનોવેટર્સ બની જોબ ગીવર પણ બને. સુરત જેવા ઝડપી વિકસતા શહેરમાં આ પ્રકારના કૌશલ્ય ધરાવતી નવી પેઢી શહેરના આર્થિક વિકાસમાં પણ યોગદાન આપશે. સુમન હાઈસ્કૂલ નંબર-6ના આચાર્ય મહેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓને સ્માર્ટ ટેક્નિકલ શિક્ષણ મળે એવું ધ્યેય પાલિકાએ રાખ્યું છે. બાળકો હવે ટેક્નોલોજીનું પ્રાથમિક જ્ઞાન મેળવી રહ્યા છે અને આગળ વધીને પ્રોજેક્ટ આધારિત શિક્ષણથી પોતાનું ભવિષ્ય નિર્માણ કરશે. વધુમાં તેમણે કહ્યું કે, સુમન શાળાઓમાં હવે વિદ્યાર્થીઓ નિ:શુલ્ક નવીનતમ ટેક્નોલોજી શીખી રહ્યા છે. આ નવી પહેલ હેઠળ બાળકો વર્ચ્યુઅલ રિયાલિટીથી લઈને રોબોટ બનાવવાનો પ્રાયોગિક અનુભવ મેળવી રહ્યા છે. આ અભિગમ ખાસ કરીને મધ્યમ અને નબળા વર્ગના બાળકો માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ રહ્યો છે. આ આજની નહીં, ભવિષ્યની શિક્ષણ પ્રણાલી છે. અને આ ભવિષ્યનો દરવાજો હવે સરકારી શાળાઓમાંથી પણ ખુલ્યો છે. વધુમાં આચાર્યએ કહ્યું કે, આ શાળાઓમાં અઠવાડિયામાં દરરોજ અલગ-અલગ લેક્ચરો થકી બાળકોને AI, ડિઝાઇન થિંકિંગ અને STEM આધારિત અભ્યાસક્રમ શીખવવામાં આવે છે. સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકા એક માત્ર એવી પાલિકા છે જ્યાં સુમન શાળાઓમાં AI બેઝ્ડ માધ્ય. અને ઉચ્ચત્તર માધ્ય. શિક્ષણ અપાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ કારર્કિદી માટે AI ટેક્નોલોજી ઘણો ફાયદો થશે. નોંધનીય છે કે, ગત સપ્તાહે અડાજણના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે મુખ્યમંત્રીની વિઝીટ દરમિયાન ઉધના વિસ્તારની સુમન હાઈસ્કૂલ નં.6ના વિદ્યાર્થીઓએ પોતાના AI, 3D પ્રિન્ટર્સ, રોબોટિક્સ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. ગત મહિને દિલ્હીના શિક્ષણમંત્રીશ્રી આશિષ સૂદ પણ સુમન શાળાના સ્માર્ટ શિક્ષણથી પ્રભાવિત થયા હતા. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ટેક્નોલોજીનો ઉપયોગ, મિશન‑ડ્રિવન અભ્યાસક્રમ અને કૌશલ્યવર્ધનના આભિગમ સાથે સુરત મનપાનું આ પરિવર્તનકારી શિક્ષણ મોડેલ પ્રેરણાદાયી છે.

(ખાસ લેખ: મહેશ કથીરિયા)

AI લેબ્સ આધારિત શિક્ષણની પહેલ વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયક સાબિત થઈ રહી છે: વિદ્યાર્થીની ધનશ્રી કોળી ઉધનાની વિજયનગર સ્થિત સુમન શાળાની ધો.10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધનશ્રી કોળીએ AI લેબ્સના અનુભવથી ટેક્નોલોજીયુક્ત શિક્ષણ મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું. AI લેબ્સ આધારિત શિક્ષણની પહેલ વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયક સાબિત થઈ રહી છે. સુમન હાઈસ્કૂલમાં આવી ટેક્નોલોજી વિનામૂલ્યે શીખવાની તક મળવી એ અમારા માટે ગર્વની વાત છે. હું UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરીને દેશસેવા કરવા માગું છું, આ દિશામાં AI લેબ્સનું જ્ઞાન મને ખૂબ મદદરૂપ થશે. ડિજીટલ ટેક કંપનીપમાં નોકરીની પણ તકો મળશે.

આવનારો સમય AI અને વર્ચ્યુઅલ રિયાલિટીનો છે, એ અમે શાળાશિક્ષણ દરમિયાન સારી રીતે સમજી શક્યા છીએ: વિદ્યાર્થી જયેશ ચૌહાણ મૂળ મહારાષ્ટ્રના અને ઉધના વિસ્તારમાં રહેતા ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જયેશ ચૌહાણે કહ્યું કે, AI- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, 3D મોડેલિંગ કિટ્સ, રોબોટિક્સ પ્લેટફોર્મ, VR હેડસેટ સાથે વર્ચ્યુઅલ રિયાલિટી, ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ રક્ષા ક્ષેત્રે, કૃષિ, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ અને ઓટોમેશન, લોજિસ્ટિક્સ, કન્સ્ટ્રક્શન, મનોરંજન અને ગેમિંગ સહિતના વિવિધ ક્ષેત્રમાં વિશેષ ઉપયોગ થઈ રહ્યો છે. અમે AI લેબ્સમાં અમે મગજથી નહીં, પણ મનથી ભણી રહ્યા છીએ. અમારી બુદ્ધિક્ષમતા ખીલી રહી છે, આવનારો સમય એ.આઈ. અને વર્ચ્યુઅલ રિયાલિટીનો છે, એ અમે શાળાશિક્ષણ દરમિયાન સારી રીતે સમજી શક્યા છીએ, ત્યારે એ.આઈ. નો ઉપયોગ કારકિર્દી ઘડવામાં કઈ રીતે ઉપયોગી બને એના વિષે અમે આજથી જ માહિતગાર થયા છીએ.


સચરાચરની Whatsapp Channelમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: