Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

NIA..796 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે

H S April 22, 2022
22 amit main

કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના 13મા સ્થાપના દિન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા
આજનો દિવસ રાષ્ટ્રીય તપાસ એજન્સીની સાથે સાથે ગૃહ મંત્રાલય માટે પણ ખૂબ જ મહત્વનો છે, કારણ કે એનઆઈએ આંતરિક સુરક્ષા માટેના એક અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્રને ખૂબ જ ખુમારી અને નિપુણતા સાથે સંભાળી રહી છે અને તેને આગળ ધપાવી રહી છે

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

——

કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના 13મા સ્થાપના દિન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા

———–
હું સમગ્ર એનઆઈએ પરિવારને વિશ્વાસ અપાવવા માંગુ છું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર આતંકવાદ વિરૂધ્ધ ઝીરો ટોલરન્સની નીતિ બનાવીને આગળ ધપી રહી છે એમાં, એનઆઈએને જો કોઈપણ સહાયની જરૂર પડશે તે પૂરી પાડવા માટે સંપૂર્ણપણે કટિબધ્ધ છે
NIA એ 90 ટકા કરતાં વધુ આરોપ પુરવાર કરવાનો દર જાળવીને ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ સેટ કર્યું છે અને પ્રધાનમંત્રી મોદીની આતંકમુક્ત ભારત અને આતંકવાદ વિરૂધ્ધ 100 ટકા ઝીરો ટોલરન્સનું જે લક્ષ્ય છે તેને સિધ્ધ કરવામાં NIAની ખૂબ મોટી ભૂમિકા છે



NIA એ એવા અપરાધોની તપાસ કરવાની હોય છે કે જેમાં સાક્ષીઓ અને પુરાવા મળવામાં તકલીફ પડતી હોય છે, તો પણ NIAએ આરોપો પુરવાર કરવા માટેની સિધ્ધિ હાંસલ કરી છે તે સમગ્ર દેશની પોલીસ તેમજ આતંકવાદી વિરોધી તમામ એજન્સીઓ માટે પ્રેરણાનો સ્રોત છે અને હું તેના માટે સંપૂર્ણ એનઆઈએ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે
માનવ અધિકારોનું આતંકવાદ કરતાં મોટું કોઈ ઉલ્લંઘન હોઈ શકે નહીં. એટલા માટે આતંકવાદનો સમૂળગો નાશ માનવ અધિકારોની રક્ષા માટે ખૂબ જ જરૂરી છે. એનઆઈએએ દ્રઢ નિશ્ચય સાથે આતંકવાદને ખતમ કરવાની દિશામાં આગળ વધવું જોઈએ
જમ્મુ-કાશ્મીરમા આતંકવાદીઓ સાથે લડવું તે એક વાત છે, પણ આતંકવાદને મૂળ સાથે ઉખાડી નાખવો તે બીજી બાબત છે. તેને જો ઉખાડીને ફેંકી દેવાનો હોય તો આપણે તેમની ટેરર ફંડીંગની તમામ વ્યવસ્થાઓને ધ્વસ્ત કરવી પડશે
મોદીજી પ્રધાનમંત્રી બન્યા પછી એનઆઈએએ ટેરર ફંડીંગના જે કેસ નોંધ્યા છે, તે અંગે હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તેમણે જમ્મુ- કાશ્મીરમાંથી આતંકવાદને મૂળ સાથે ઉખેડી નાખવાની દિશામાં ખૂબ મોટી સહાય કરી છે
એનઆઈએની સતર્કતાના કારણે આજે આતંકવાદીઓને નાણાં પૂરા પાડનાર લોકોના રસ્તાઓ નિયંત્રિત કરી દેવાયા છે. જમ્મુ-કાશ્મીરમાં જે ઓવરગ્રાઉન્ડ કામદારો હતા તેમના પર એનઆઈએએ ઘણાં બધા કેસ રજિસ્ટર કર્યા છે અને તેમના સ્લીપરસેલને ધ્વસ્ત કરી દેવાનું ઘણું મોટું કામ કર્યું છે
ટેરર ફંડીંગ બાબતે 105 કેસ રજિસ્ટર થયા, 876 આરોપીઓ વિરૂધ્ધ 94 ચાર્જશીટ દાખલ કરવામાં આવી, 796 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી અને તેમાંથી 100 આરોપીઓને દોષિત પુરવાર કરવામાં આવ્યા છે તે ઘણી મોટી સિધ્ધિ છે
આતંકવાદ કોઈપણ સભ્ય સમાજ માટે એક અભિશાપ છે. દુનિયામાં આ અભિશાપને કારણે જો કોઈએ સૌથી વધુ દર્દ સહન કર્યું હોય તો તે આપણાં દેશે કર્યું છે
તપાસ પધ્ધતિમાં આમૂલ પરિવર્તન થવું જોઈએ. તપાસ હવે થર્ડ ડીગ્રીથી નહીં, પણ ટેકનિક, ડેટા અને માહિતીના પ્રમાણ ઉપર આધારિત હોવી જોઈએ
પરંતુ, આ પરિવર્તન લાવવા માટે ડેટાબેઝ હોવો જોઈએ. એનઆઈએને માદક પદાર્થ, હવાલા કારોબાર, હથિયારોની હેરાફેરી, નકલી ચલણ, બોમ્બ વિસ્ફોટ, ટેરર ફંડીંગ અને આતંકવાદ સહિત 7 ક્ષેત્રોમાં એક રાષ્ટ્રીય ડેટા બેઝ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે અને તેની ખૂબ સારી રીતે શરૂઆત પણ થઈ ગઈ છે
સરકારનો હવે એ પ્રયાસ રહ્યો છે કે તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓ સાથે આતંકવાદ સંબંધિત તમામ માહિતીઓનું આદાન- પ્રદાન કરવાનો સમન્વય સ્થાપિત કરવામાં આવે. આતંકવાદ વિરોધી કાયદાઓને મજબૂત અને નક્કર બનાવવામાં આવે. આતંકવાદી વિરોધી સંસ્થાઓને તાકાત પૂરી પાડવામાં આવે અને આતંકવાદી  બાબતોમાં આપણે 100 ટકા આરોપ પુરવાર કરવાની સિધ્ધિ હાંસલ કરીને આગળ ધપીએ
આ ચાર સ્તંભોને આધારે આતંકવાદ વિરોધી અભિયાન આગળ ધપી શકે છે અને મને આનંદ છે કે આ ચાર સ્તંભો બાબતે એનઆઈએએ ઘણી સારી પ્રગતિ કરી છે
દેશમાં શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સરકાર રચાઈ તે પછી વર્ષ 2014માં એનઆઈએના સશક્તીકરણ માટે અનેક કામ કરવામાં આવ્યા છે, અમે ઈચ્છીએ છીએ કે એનઆઈએ સશક્ત અને મજબૂત બને તથા દુનિયાભરમાં એનઆઈએને આતંકવાદ વિરોધી એજન્સી તરીકે સ્વીકૃતિ પ્રાપ્ત થાય
અમે NIA એક્ટ અને UAPA એક્ટને મજબૂત કરવાનું કામ કર્યું છે. ભારતની બહાર કોઈપણ આતંકવાદી હુમલામાં જ્યાં ભારતીયોને નુકસાન થયું હોય તેવા કિસ્સાઓમાં તપાસ કરવાનો અધિકાર એનઆઈએને આપવામાં આવ્યો છે અને એનઆઈએને હવે આંતરરાષ્ટ્રીય એજન્સી તરીકે સ્વિકૃતિ આપવાનું લક્ષ્ય નક્કી કરીને પણ તે સિધ્ધ કરવું જોઈએ
અગાઉ એનઆઈએને આતંકવાદી સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કરવાનો અધિકાર હતો, હવે ભારતમાં પ્રથમ વખત અમે સંગઠનોની સાથે સાથે વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરવાનો અધિકાર એનઆઈએને આપ્યો છે અને અત્યાર સુધીમાં 36 વ્યક્તિઓને આતંકવાદી જાહેર પણ કરવામાં આવ્યા છે. આ એક નવા પ્રકારની શરૂઆત છે
પ્રધાનમંત્રી મોદીજીએ દેશની સામે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક મૂક્યો છે અને તેને હાંસલ કરવા માટે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવી ખૂબ જ જરૂરી છે
દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યો છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવમાં એનઆઈએએ પણ આવતા વર્ષે 25 વર્ષના લક્ષ્યાંક નક્કી કરવા જોઈએ અને તે સિધ્ધ કરવા માટે રોડમેપ બનાવવો જોઈએ
નવી દિલ્હી, તા.21-04-2022
કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના 13મા સ્થાપના દિન સમારંભમાં મુખ્ય અતિથી તરીકે સામેલ થયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રીએ એનઆઈએના અધિકારીઓને ઉત્કૃષ્ઠ સેવા બદલ પુરસ્કાર પણ એનાયત કર્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રીશ્રી અજયકુમાર મિશ્રા અને શ્રી નિશિથ પ્રામાણિક, રાષ્ટ્રીય તપાસ એજન્સીના મહાનિદેશક, દિલ્હીના પોલીસ કમિશ્નર અને એનઆઈએના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા.

પોતાના સંબોધનમાં કેન્દ્રના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આજનો દિવસ રાષ્ટ્રીય તપાસ એજન્સીની સાથે સાથે ગૃહ મંત્રાલય માટે પણ ખૂબ જ મહત્વનો છે, કારણ કે એનઆઈએ આંતરિક સુરક્ષા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્રને ખૂબ જ ખુમારી અને નિપુણતા સાથે સંભાળી રહી છે અને તેને આગળ ધપાવી રહી છે. તેમણે કહ્યું કે એનઆઈએએ એવા અપરાધોની તપાસ કરવાની હોય છે કે જ્યાં સાક્ષીઓ અને પૂરાવા મળવામાં તકલીફ પડતી હોય છે. આવું હોવા છતાં પણ એનઆઈએ એ આરોપો પુરવાર કરવાની સિધ્ધિ હાંસલ કરી છે અને તે સમગ્ર દેશની પોલીસ અને આતંકવાદ વિરોધી તમામ એજન્સીઓ માટે પ્રેરણારૂપ છે અને હું તે માટે સમગ્ર એનઆઈએ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
શ્રી અમિત શાહે જણાવ્યું કે કોઈપણ સંસ્થા માટે 13 વર્ષનો સમય વિતાવવો તે શિશુ અવસ્થા સમાન હોય છે, પણ દેશના ગૃહમંત્રી હોવાના નાતે હું ચોક્કસપણે કહી શકું તેમ છું કે એનઆઈએએ ખૂબ જ ટૂંકાગાળામાં 90 ટકા કરતાં વધુ આરોપો  પુરવાર કરવાની સાથે સાથે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ સ્થાપિત કર્યું છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આતંકમુક્ત ભારત અને આતંકવાદ સામે 100 ટકા ઝીરો ટોલરન્સનું જે લક્ષ્ય છે તે હાંસલ કરવામાં એનઆઈએની ઘણી મોટી ભૂમિકા છે. ગૃહમંત્રીએ કહ્યું કે સમગ્ર એનઆઈએ પરિવારને હું આશ્વસ્થ કરવા માંગુ છું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર આતંકવાદ વિરૂધ્ધ ઝીરો ટોલરન્સની નીતિ બનાવીને આગળ ધપી રહી છે. તેમાં એનઆઈએને જે પણ સહાય જોઈએ તે પૂરી પાડવા માટે ભારત સરકાર સંપૂર્ણપણે કટિબધ્ધ છે. તેમણે જણાવ્યું કે આજે આપણો દેશ વિકાસના માર્ગે આગળ ધપી ચૂક્યો છે અને આજે સમગ્ર દુનિયાના દરેક ક્ષેત્રમાં એ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે કે ભારત વગર વિશ્વના લક્ષ્ય પૂરાં થઈ શકતા નથી. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે ભારતની આંતરિક સુરક્ષાને સુદ્રઢ અને સુનિશ્ચિત બનાવવામાં આવે.

કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીએ જણાવ્યું કે આતંકવાદ કોઈપણ સભ્ય સમાજ માટે અભિશાપ છે. દુનિયામાં જો કોઈએ આ અભિશાપનું સૌથી મોટું દર્દ સહન કર્યું હોય તો તે આપણાં દેશે સહન કર્યું છે. આતંકવાદ કરતાં મોટું માનવ અધિકારોનું કોઈ ઉલ્લંઘન હોઈ શકે નહીં. એટલા માટે આતંકવાદનો મૂળ સહિત નાશ થાય તે માનવ અધિકારોના રક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. એનઆઈએએ દ્રઢ નિશ્ચય સાથે આતંકવાદને સમાપ્ત કરવાની દિશામાં આગળ ધપવું જોઈએ. શ્રી શાહે જણાવ્યું કે એનઆઈએ એ વિતેલા 7 વર્ષમાં અનેક કઠીન ક્ષેત્રોમાં ખૂબ સારૂં કામ કર્યું છે અને હું જમ્મુ- કાશ્મીરનો વિશેષ ઉલ્લેખ કરવા માંગુ છું. જમ્મુ- કાશ્મીરમાં આતંકવાદીઓ  સામે લડવું તે એક બાબત છે, પણ આતંકવાદને મૂળ સમેટ ઉખાડી દેવા તે બીજી બાબત છે. જો તેને ઉખાડીને ફેંકી દેવા હોય તો આપણે ટેરર ફંડીંગની તેમની તમામ વ્યવસ્થાઓને ધ્વસ્ત કરી દેવી પડશે. મોદીજી પ્રધાનમંત્રી બન્યા તે પછી એનઆઈએ દ્વારા ટેરર ફંડીંગના જે કેસ રજિસ્ટર કરવામાં આવ્યા છે, હું વિશ્વાસ સાથે કહી શકું તેમ છું કે તેનાથી જમ્મુ- કાશ્મીરમાંથી આતંકવાદને મૂળમાંથી ઉખેડી નાંખવાની દિશામાં ખૂબ મોટી સહાયતા થઈ છે. એનઆઈએની સતર્કતાને કારણે આજે આતંકવાદીઓને પૈસા પૂરા પાડનારા લોકો પર નિયંત્રણ લાગી ગયા છે. જમ્મુ- કાશ્મીરમાં જે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ હતા તેમના પર એનઆઈએએ ઘણાં બધા કેસ રજિસ્ટર કર્યા છે અને તેમના સ્લીપર સેલને  ધ્વસ્ત કરી દેવાનું ઘણું મોટુ કામ કર્યું છે. ટેરર ફંડીંગ અંગે આજ સુધીમાં અમારી એજન્સીઓએ તેમની અલગ અલગ પધ્ધતિઓ ઉપર ક્યારેય પણ હુમલો કર્યો નથી. એનઆઈએ વર્ષ 2018 અને વર્ષ 2019માં જે કેસ રજિસ્ટર કર્યા છે તેના કારણે આજે આતંકવાદીઓને નાણાં પૂરા પાડનારા લોકો માટે સરળ રસ્તાઓ બચ્યા નથી. તેમના માટે લોજિસ્ટીક્સ અને હથિયારો પૂરાં પાડવાની પ્રવૃત્તિ બંને ઉપર કઠોર હુમલો કર્યો છે અને જે લોકો આતંકવાદને મદદ કરતા હતા તથા સમાજમાં સન્માન સાથે જીવતા હતા તેવા તમામ લોકોને એનઆઈએએ આજે તેમની ઓળખ ખુલ્લી પાડવા માટે મજબૂર કર્યા છે અને તેમને કાયદાની અદાલતમાં લઈ જઈને ઉભા કરી દીધા છે. એનઆઈએએ ડાબેરી ઉગ્રવાદ અને દારૂગોળો તથા અન્ય શસ્ત્રો પૂરાં પાડવાના કેસમાં પણ શરૂઆત કરી છે અને ખાસ કરીને ટેરર ફંડીંગ સાથે સાથે ડાબેરી ઉગ્રવાદી સંગઠનોના ફંડીંગના મૂળ સુધી પહોંચવાના કેટલાક કેસ એનઆઈએને આપવામાં આવ્યા છે. અને આશા છે કે તેમાં જમ્મુ- કાશ્મીરની જેમ જ તેમને મોટી સફળતા હાંસલ થશે. ટેરર ફંડીંગ બાબતે 105 કેસ રજિસ્ટર થયા છે, 876 આરોપીઓ વિરૂધ્ધ 94 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 796 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: The Prime Minister of the United Kingdom, Mr. Boris Johnson visits Gandhinagar’s world famous Akshardham
Next: Patotsav celebrations at Hare Krishna Mandir, Ahmedabad-Bhadaj
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.