“શ્રમેવ જયતે” ના મંત્ર સાથે અંત્યોદ્યના ઉદ્ધારનો રાજ્ય સરકારનો સંકલ્પ.
10-11
દેશના વિકાસના પાયામાં જેમનો પરિશ્રમ છે એવા શ્રમયોગીઓના સશક્તિકરણ અને ઉદ્ધાર માટે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત પ્રયત્નશીલ છે.


પરમ પવિત્ર ધનતેરસના શુભદિને શ્રમિકો તેમજ તેમના પરિવારજનોને સાત્વિક અને પોષણયુક્ત ભોજન મળી રહે તેવા ઉમદા હેતુથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબ શુભહસ્તે અને માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતગર્ત રાજ્યના 17 જિલ્લાઓમાં નવા 155 ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ થયું, શ્રમિકોનું સન્માન કરી એમની સાથે ભોજન લીધું. આ યોજનાથી રૂ. 5 ના નજીવા દરે અંદાજે દૈનિક 75,000થી વધુ શ્રમિકોને લાભ મળશે. સાથેજ વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓના ચેક વિતરણ કર્યા.



આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, સંસદ શ્રી હસમુખભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડીયા, ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન – શ્રી દેવાંગ દાની, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુબેન શર્મા, શ્રમ આયુક્ત – શ્રી અનુપમ આનંદ, કલેકટર શ્રી પ્રવિણના ડીકે, ડીડીઓ શ્રી મેહુલભાઈ દવે, નિયામક રોજગાર – ગાર્ગી જૈન, અધિકારીઓશ્રી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


