Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

ગ્રીન ગુજરાત,ક્લીન ગુજરાત:૭૪મો વન મહોત્સવ

H S August 2, 2023
2-8 van6

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ત્રીજી ઓગસ્ટના રોજ ૭૪માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરાશે


મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧.૧ હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વન કવચનું કરાશે લોકાર્પણ,ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર- પાવાગઢનું પણ ઈ- લોકાર્પણ કરાશે

રાજયમાં પર્યાવરણના જતન અને નવીન વનોના નિર્માણ માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ નવતર અભિગમ દાખવીને રાજયના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ કર્યું છે.જે અતર્ગત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૭૪માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી તા.૩જી જૂનના રોજ પંચમહાલ જિલ્લામાં કરાશે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

પાવાગઢથી માત્ર ૬ કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં ૧.૧ હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે વન કવચનું નિર્માણ કરાયું છે જેનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે.મુખ્યમંત્રીશ્રીની સાથે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ બાદ મહાનુભાવો વન કવચ સંકુલની મુલાકાત પણ લેશે.

આ વેળા એ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર,રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ સહિત જીલ્લાના સાંસદ સભ્યશ્રી,ધારાસભ્યશ્રી ઓ અને પદાધિકારીશ્રીઓ પણ જોડાશે.

ભારત ઔષધી અને જડીબુટ્ટીઓની સમૃદ્ધિ ધરાવતો દેશ છે,જેમાં પાવાગઢ જેવી શક્તિપીઠ ખાતે મા મહાકાળીએ અઢળક ઔષધિઓ ખજાના સ્વરૂપે આપણને ભેટ આપી છે,જેની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ નોંધ લીધી અને વર્ષ ૨૦૧૧માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરી અને “વિરાસત વન” સ્વરૂપે સાંસ્કૃતિક વનની ભેટ આ પવિત્ર શક્તિપીઠના નાગરિકોને આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે દ્વારકા ખાતે નિર્માણ પામનાર સાંસ્કૃતિક વન- હરસિધ્ધિ વનનું ઈ- ખાતમુર્હુત, દીપડા ગણતરી પુસ્તિકાનું વિમોચન,ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર- પાવાગઢ અને ક્રાકજ એનિમલ કેર સેન્ટર-પાલીતાણાનું ઈ- લોકાર્પણ,નડાબેટ – બનાસકાંઠા ખાતે વરું સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઈ – લોકાર્પણ તથા સહભાગી વન વ્યવસ્થા મંડળી ઓને સહાય ચેક વિતરણ કરાશે.

● પંચમહાલ – જેપુરા ખાતે નિર્માણ પામેલા વન કવચની વિશેષતાઓ

¤ પાવાગઢથી માત્ર ૬ કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં ૧.૧ હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે આ વન કવચનું નિર્માણ કરાયુ છે.
¤ પાવાગઢ ખાતે આવેલા સાત કમાન જેવા જ આ વન કવચમાં પથ્થરથી બનેલો પ્રવેશદ્વાર તથા અહીના ગઝેબો એ ઉત્તમ શિલ્પકારીનું ઉદાહરણ.
¤ વિશિષ્ઠ સેન્ડસ્ટોન પ્રકારના પથ્થરની ઉપર કોતરણી કરીને ૮ પીલ્લરની મદદથી ઉભા કરવામાં આવ્યા છે આ ગઝેબોઝ.જે પાવાગઢના યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળના બિરુદને શોભાવે છે.
¤ આ ગઝેબોઝ ઉપર ૪ વિશિષ્ઠ વનસ્પતિઓ જેવી કે વડ,આંબો, કાંચનાર તથા કેસૂડાની ડાળીઓ અને પાંદડાની આબેહુબ પ્રતીકૃતીઓની લોખંડની પટ્ટીઓ પર કોતરણી કરી ગુંબજ બનાવવામાં આવ્યો છે.
¤ આ વન કવચનું એન્જીનીયરીંગ જોતા રાજુલા પથ્થરથી બનાવેલા રસ્તા, પથ્થરથી બનાવેલા જ ગઝેબોઝ તથા પ્રવેશદ્વાર વર્ષોવર્ષ સુધી જાળવણી મુક્ત રહેશે.
¤ આ વન કવચમાં મધ્ય ગુજરાતના વનોનું એક વામન સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ૧૦૦ થી પણ વધુ વૃક્ષ, ક્ષુપ અને વેલા ઔષધીઓનું વાવેતર કરાયું છે.
¤ ઔષધીઓ તરીકે ઉપયોગી અર્જુન સાદડ, મીંઢળ, સમિધ કણજો, કુસુમ, ચારોળી, ટીમરુ, અરડૂસી, વાયવર્ણો, પારીજાતક, અશ્વગંધા વગેરે તેમજ અતિ દુર્લભ એવી પાટલા, કીલાઈ, પત્રાળી, કુસુમ, ભિલામો, ટેટુ, ભૂત આલન, કુંભયો, ભમ્મરછાલ, રગત રોહીડો, મટરસિંગ,બોથી વગેરેનું વાવેતર કરાયું છે.
¤ વન કવચમાં ‘સિલ્વા’ તથા મધ્ય ગુજરાતની વિવિધ નર્સરીઓમાં ઉછેરાતા સ્થાનિક પ્રજાતિના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.
¤ ૧.૧ હેકટર જેટલી જગ્યામાં આશરે ૧૦૦ જેટલી વનસ્પતિની જાતોનું અને ફૂલોનું ૧૧૦૦૦થી પણ વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.
¤ જૈવિક ખાતરનો ઉપયોગ કરી કરવામાં આવેલ વાવેતરમાં વર્ષોથી સુષુપ્ત રૂટ સ્ટોક થકી જંગલી કંટોળા જેવી અતિ દુર્લભ પ્રકારની વનસ્પતિ પણ હવે જાતે જ ઉગવા લાગી.
¤ હાલમાં આ વન કવચમાં ૨૦૦થી પણ વધારે પ્રજાતિઓ જોવા મળે છે જે જૈવિક વિવિધતાનું ઉદાહરણ પૂરું પાડે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: G20 Empower સમિટ…માન. કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઈરાની
Next: વર્લ્ડ બેંકનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર કાર નદીમાં ખાબકી, 3 ગુજરાતી સહિત 4નાં મોત, 2 લાપતા
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
  • ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC)ની સ્થાપનાને મંજૂરી
  • પશ્ચિમ રેલ્વેનો ૭૬મો સ્થાપના દિવસ
  • દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત યાત્રા માટે કરી વ્યાપક વ્યવસ્થા
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.