Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનની લોકભાગીદારીથી નિર્મિત ‘ યુએન વૉટર કોન્ફરન્સ તળાવ’નું લોકાર્પણ કર્યું

H S July 23, 2023
23 lok1

ગાગડિયો નદી પર લોકભાગીદારીથી રુ.૨,૦૦૦ લાખના ખર્ચે ૨૮ કિમીની નદીને ઊંડી અને પહોળી કરવાનું કાર્ય થશે

રાજ્યમાં જળ સિંચન દ્વારા સર્વાંગી વિકાસ કરવાની નેમ સાથે નદી, તળાવ અને ચેકડેમને ઉંડા-પહોળા કરવાની તેમજ તેની સાફસફાઈ અને જાળવણી કરવામાં આવે છે. જેના ભાગરુપે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ગુજરાત રાજ્ય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનની ૫૦:૫૦ ટકા ભાગીદારીથી ૨૮ કિમી લાંબી ગાગડિયો નદીને ઊંડી અને પહોળી કરવાનું કાર્ય રુ.૨,૦૦૦ લાખના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. ગાગડીયો નદી પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે  ‘યુએન વૉટર કૉન્ફરન્સ તળાવ’નું લોકાર્પણ કર્યુ હતું.

રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ આ તકે જળસિંચનની ક્ષમતા અને આ નદીની અગાઉની સ્થિતિ વિશે વિગતો મેળવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડીયા કુંકાવાવ વિસ્તારના ધારાસભ્યશ્રી  કૌશિકભાઈ વેકરીયા, લાઠી અને બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા, ધોળકીયા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી સવજીભાઈ ધોળકીયા, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ગુજરાતમાં વર્ષ-૨૦૨૩-૨૪ની સિઝનમાં અંદાજે રૂ.૨૬૮ કરોડની કેરીનું વેચાણ :૬.૧૩ લાખ મેટ્રિક ટન કેરીનું કરાયું વેચાણ
Next: જુનાગઢમાં અતિવૃષ્ટિ વચ્ચે તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી યુધ્ધના ધોરણે આરંભાઇ,૨૫૦થી વધુ લોકોનું સ્થળાંતર
Follow

Recent Posts

  • FIA-શિકાગો, ICNT, યુનાઇટેડ સિનિયર પરિવાર સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
  • અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા સિટીમાં અધિક માસની અનોખા મનોરથો
  • BAPS ચેરિટીઝ સ્પિરિટ ઓફ સર્વિસ વોક-થ્રુ
  • ગુજરાતમાં આગામી 3-4 દિવસમાં ચોમાસાનું વિધિવત આગમન, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
  • નૌકાદળની તાકાતમાં વધારો: પીએમ મોદીએ દેશમાં જ બનેલા 3 શક્તિશાળી યુદ્ધ જહાજોને સેનામાં સામેલ કર્યા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.