Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગાંધીનગર ખાતે G 20 અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન અંગે બેઠક યોજાઈ

H S March 29, 2023
29 g3

આવતીકાલથી ત્રણ દિવસ યોજાશે પ્રથમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્કિંગ ગ્રુપ બેઠક

G 20 અંતર્ગત તા.૩૦ માર્ચથી ગાંધીનગર ખાતે યોજાનાર પ્રથમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્કિંગ ગ્રુપ બેઠકના ભાગરૂપે આજે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ,ગાંધીનગર ખાતે વડાપ્રધાનશ્રીના અગ્ર સચિવ શ્રી ડો. પી.કે. મિશ્રાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

Join Our WhatsApp Group

આ બેઠકના આરંભે શ્રી ડો. પી.કે. મિશ્રાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આપત્તિઓ દરમિયાન થયેલા અનુભવો યાદ રાખવા થી જોખમ અંગે જાગૃતતા વધારવામાં મદદ મળી શકે છે. નવી આફતો અને આપત્તિઓના પુનરાવર્તનને ટાળવા અને જોખમોને ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. ભૂતકાળની આપત્તિઓ માંથી મળેલા અનુભવો આવતીકાલની તૈયારીઓ માટે ઉમદા તકો પુરી પાડે છે.વળી સંભવિત આપત્તિને રોકવા માટે પ્રેરણારૂપ બની રહે છે.

વધુમાં તેમણે 2001ના ગુજરાતમાં આવેલા ભૂકંપ પછી નિર્માણ થયેલ ‘સ્મૃતિવન અર્થકવેક મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ’,નો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપવા માટે સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે.

બેઠકમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી GIDM ના ડાયરેક્ટર જનરલ શ્રી પી.કે તનેજાએ આ બેઠક પાછળના મુખ્ય ઉદ્દેશની વાત કરતા જણાવ્યું હતું કે, આ બેઠક તમામ સહભાગી દેશોને આપત્તિ દરમિયાનના તેમને થયેલા અનુભવો અને તેમાંથી શીખવા મળેલી બાબતો ના આદાન પ્રદાન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.

આ કાર્યક્રમના અંતે રાહત કમિશ્નર શ્રી હર્ષદ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: રંજના અને પ્રતિભાનું નવું ઘર કાંકરિયા પ્રાણી સંગ્રહાલય
Next: પશ્ચિમ રેલવેના ન્યૂ ભુજ રેલવે સ્ટેશનનને આઇકોનિક લેન્ડમાર્ક રૂપે વિકસિત કરવામાં આવશે
Follow

Recent Posts

  • FIA-શિકાગો દ્વારા 9/11 શ્રદ્ધાંજલિ અને શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન
  • BSC OF DALLAS – “દેશ રંગીલા” કાર્યક્રમ ભવ્ય સફળતા સાથે યોજાયો
  • એશિયન ગેમ્સમાં સોનમ ઉત્તમ મસ્કરને સિલ્વર મેડલ
  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.