Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

રાજ્યભરની જેલોમાં મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ૧૬ મોબાઇલ, ૧૦ ઇલેકટ્રીક ચીજવસ્તુ, ૩૯ ઘાતક સમાન તેમજ ૩ જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા

H S March 26, 2023
26 jail2

Search Operation in Gujarat Jails

રાતભર ચાલેલા આ ઓપરેશનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સી.એમ ડેશબોર્ડ ખાતેથી નિરીક્ષણ કર્યું અને ત્રિનેત્ર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાઈવ મોનીટરીંગ કરાયું
***
રાજ્યની દરેક જેલમાંથી જેલ પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબૂદ કરવા તથા જેલમાં રહેલા કેદીઓને મળવાપાત્ર તમામ જરૂરી સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવા મેગા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું
***
રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા કરાયેલું મેગા સર્ચ ઓપરેશન રાતભર ચાલ્યું

રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી
સુચના અંતર્ગત તેમના માર્ગદર્શન હેઠળ ગઈ કાલે મોડી સાંજે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત
ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી
હતી. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

જેલના વડાઓ ઓનલાઈન જોડ્યા બાદ રાજ્યની ૧૭ જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકીંગ
કામગીરી શરૂ કરવામાં આવી હતી. જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની
પોલીસની ટુકડીઓ સાથે તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા
સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું હતું. રાતભર ચાલેલા આ ઓપરેશનની પળે પળની
માહિતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેળવી સતત જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.


રાજયની મહત્વની જેલો પૈકી સાબરમતી જેલ (અમદાવાદ), વડોદરા જેલ, રાજકોટ જેલ
અને લોજપોર જેલ (સુરત) મળી ૪ મધ્યસ્થ જેલ ઉપરાંત ૧૧ જીલ્લા જેલ અને પાલારા તેમજ
ગળપાદર (કચ્છ)ની ખાસ જેલ મળી કુલ ૧૭ જેલોમાં પોલીસ તંત્રની અલગ અલગ ટીમ બનાવી
ઓચિંતી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રીશ્રીના સીધા સુપરવિઝન
હેઠળ રાત્રે તમામ જેલોમાં એક સાથે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તે પૈકી મોટી જેલોમાં
સવાર સુધી સર્ચ ચાલ્યું હતું. રાજયની જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબુદ કરવાની
આ મુહીમ અંતર્ગત સમગ્ર મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ૧૬ મોબાઇલ, ૧૦ ઇલેકટ્રીક
ચીજવસ્તુ, ૩૯ ઘાતક વસ્તુઓ, ૫૧૯ ધુમ્રપાનને લગતી વસ્તુઓ અને ૩ માદક પદાર્થો મળી
આવ્યા છે.
નોંધનીય બાબત છે કે, સમગ્ર દેશમાં કદાચ સૌ પ્રથમ વાર રાજ્યભરની જેલોમાં એક સાથે
મેગા સરપ્રાઈઝ ચેકીંગ થયાની ઘટના બની હશે, જેમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી-
કર્મચારીઓ એક સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા હોય. તેમાં પણ ખાસ રાજ્યના મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરતા હોય ને પળે
પળની ઓપરેશન સંબંધિત અપડેટ મેળવતા હોય. એટલું જ નહિ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
તેમજ ગૃહ વિભાગ તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર –
ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ
કરી રહ્યા હોય.
રાજ્યની દરેક જેલમાંથી જેલ પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબૂદ કરવા માટે કડક
કામગીરી હાથ ધરવા ઉપરાંત રાજ્યની તમામ જેલોમાં માનવ ગરિમા જળવાઈ રહે તથા કાયદો
અને વ્યવસ્થાનું સુચારુ પાલન થાય તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત જેલમાં રહેલા કેદીઓને
મળવાપાત્ર તમામ જરૂરી સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવા આ મેગા સરપ્રાઈઝ
ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન માનવીય અભિગમ

રાખી કેદીઓ સાથે વાર્તાલાપ કરી પોલીસની ટીમો દ્વારા તેમનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું
હતું.


Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: મહાવીર સ્વામીજીના અહિંસા સત્ય હસ્તે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે સાર્વભૌમછે -: શ્રી આચાર્ય દેવવ્રતજી
Next: અમદાવાદમાં નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર કાર નદીમાં ખાબકી, 3 ગુજરાતી સહિત 4નાં મોત, 2 લાપતા
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
  • ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC)ની સ્થાપનાને મંજૂરી
  • પશ્ચિમ રેલ્વેનો ૭૬મો સ્થાપના દિવસ
  • દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત યાત્રા માટે કરી વ્યાપક વ્યવસ્થા
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.