Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પરંપરાગત વિધિ સાથે રંગે ચંગે સગાઈ

H S January 19, 2023
19 new r1

ગોળ ધાણા ખવડાવી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે એકબીજાને વીંટી પહેરાવીમુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે પરંપરાગત વિધિ સાથે થઈ છે. ગોળ ધાણા ખવડાવી અને ચુંદડી વિધિ બાદ બંનેએ એકબીજાને વીંટીપહેરાવી હતી. મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયામાં પરિવાર અને મિત્રોની હાજરીમાં અનંત અને રાધિકાની સગાઈ વિધિ કરવામાં આવી હતી. વિધિ માં જુની પરંપરા જોવા મળી હતી.

ગુજરાતી પરિવારોમાં અનુસરવામાં આવે છે એવી ગોળ ધાણા તેમજ ચુંદડી વિધિની વર્ષો જૂની પરંપરા પ્રમાણે સગાઇ કરી હતી. નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા એક આશ્ચર્યજનક શો આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બધા સમારંભ સ્થળ પર ગયા અને ભગવાન ગણેશની આરાધના કરીને કાર્યોની શરૂઆત કરી હતી.

અનંત અંબાણીની રોકા સેરેમની ગઇ 29 ડિસેમ્બર ના રોજ નાથદ્વારા ખાતેના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં કરવામાં આવી હતી. યુવા યુગલે આગામી સહજીવન માટે ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ મેળવવા મંદિરમાં આખો દિવસ વિતાવ્યો અને મંદિરમાં પરંપરાગત રાજભોગ-શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો હતો.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: કેન્દ્રીય સડક પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીના અધ્યક્ષ સ્થાને ગુજરાતના નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજાઇ
Next: અંતરની આંખે, પવિત્ર અગ્નિની સાક્ષીએ 14 પ્રજ્ઞાચક્ષુઓ પાડશે પ્રભુતામાં પગલા
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.