Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ડલાસમાં વર્ષના છેલ્લા ગરબાની ભવ્ય રમઝટ, ઐશ્વર્યા મજમુદારના સૂર પર ઝૂમ્યા હજારો ખેલૈયાઓ

Chief Editor October 28, 2026
Aishwarya Majmudar performing at the year’s final Garba festival in Frisco Texas USA

Dallas Garba Festival | અમેરિકામાં ગુજરાતી સંસ્કૃતિ, સંગીત અને પરંપરાનો અનોખો સંગમ સર્જતા 23 ઓક્ટોબર, 2026ના રોજ  ટેક્સાસના ફ્રિસ્કો ફ્લાયર્સ ઇવેન્ટ સેન્ટર ખાતે વર્ષના છેલ્લા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

મસ્તી ગ્રુપ ના નીક પટેલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પટેલ બ્રધર્સના દર્શન પટેલ ગ્રાન્ડ સ્પોન્સર તરીકે જોડાયા હતા. ભારતની જાણીતી ગાયિકા અને ગરબા ક્વીન ઐશ્વર્યા મજમુદારે પોતાના સુરીલા કંઠે પરંપરાગત અને લોકપ્રિય ગરબાની રમઝટ બોલાવી હતી.

તેમના ગીતોના તાલે હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. રાત્રે 8 વાગ્યાથી મધરાતના 12 વાગ્યા સુધી ચાલેલા આ ચાર કલાકના કાર્યક્રમમાં સંગીત અને ગરબાના તાલે સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

 

View this post on Instagram

 

A post shared by Dee J G-Two (@dj_g2)

રંગબેરંગી પરંપરાગત પોશાકો અને આકર્ષક શણગારમાં સજ્જ અંદાજે 2,500થી 3,000 ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ગરબાની મોજ માણી હતી. ખેલૈયાઓના ઉમંગે સમગ્ર સ્થળને ગુજરાતી લોકસંસ્કૃતિના રંગોથી રંગી દીધું હતું.

આ આયોજનને સફળ બનાવવા માટે નીક પટેલ અને તેમની ટીમે મહેનત કરી હતી. સુવ્યવસ્થિત આયોજન, પ્રાયોજકોના સહયોગ અને ખેલૈયાઓની ઉત્સાહભરી ભાગીદારીએ મહોત્સવને યાદગાર બનાવ્યો હતો.

વિદેશની ધરતી પર ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાની સાથે સમાજમાં એકતા, સ્નેહ અને સાંસ્કૃતિક જોડાણને મજબૂત બનાવતો આ ગરબા મહોત્સવ ડલાસ–ફ્રિસ્કોના ગુજરાતી સમાજ માટે યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.

 

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Texas (ટેક્સાસ) USA (અમેરિકા)

Post navigation

Previous: ગુજરાતના ૪ જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર
Next: डलास में साल के आखिरी गरबा महोत्सव में ऐश्वर्या मजमुदार के सुरों पर झूमे हजारों लोग
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • अमेरिका में जुलाई को भारतीय अमेरिकी विरासत माह घोषित करने की पहल, 256 सांसदों का समर्थन
  • રાજા કૃષ્ણમૂર્તિએ જુલાઈને ભારતીય અમેરિકન હેરિટેજ મંથ જાહેર કરવા પ્રસ્તાવ રજૂ કર્યો, 256 સાંસદોનું સમર્થન
  • 2024 में ट्रंप को वोट देने वाले 25% दक्षिण एशियाई अमेरिकी अब डेमोक्रेट्स के समर्थन में: सर्वे
  • 2024માં ટ્રમ્પને મત આપનારા 25% દક્ષિણ એશિયાઈ અમેરિકનો હવે ડેમોક્રેટ્સને સમર્થન આપશે: સર્વે
  • अमेरिका में 2 महीने से लापता 72 वर्षीय अजित कौर का शव नहर में मिला
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.