Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુજરાતના ૪ જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર

Chief Editor October 26, 2026
26 CM3

દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલા સંપૂર્ણ ૪ જિલ્લાના ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે SDRFના ધોરણો મુજબ અસરગ્રસ્ત પાકો માટે સહાય આપવાનો નિર્ણય: હેક્ટર દિઠ ૮૫૦૦ રૂપિયા ૨ હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપશે
——-
દુષ્કાળગ્રસ્ત ૪ જિલ્લાઓમાં વી.બી.જી. રામ જી. યોજના અન્વયે ૧૫૦ માનવદિન રોજગારી આપવાનો નિર્ણય
———
દુષ્કાળ જાહેર થયેલા જિલ્લાઓમાં પશુ કેમ્પના પશુઓ માટે પશુ દિઠ રોજના રૂ. ૮૦ની સહાય બે મહિના માટે SDRFમાંથી ચૂકવવામાં આવશે
———
તા. ૦૧/૧૧/૨૦૨૬થી આ નિર્ણયોનો અમલ કરવામાં આવશે.
———
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સરકારે ખેડૂતો અને પશુપાલકોના વિશાળ હિતને હંમેશા પ્રાથમિક્તા આપી છે
——–
ભવિષ્યમાં પણ ખેડૂતો-પશુપાલકોને આપત્તિના કોઈપણ સમયે જે કાંઈ પણ મદદ સહાય કરવી પડે તે માટે પુરેપુરી પ્રતિબદ્ધ છે
——–

 


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઓછો અને વિલંબિત વરસાદ ધરાવતાં ૪ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો ખેડૂતો અને પશુપાલકોના હિતમાં સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

મુખ્યમંત્રીશ્રીએ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સમક્ષ આ જાહેરાત કરતાં જણાવ્યું કે, ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-૨૦૧૬ અનુસાર જરૂરી પ્રક્રિયાઓ કરીને તથા ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને આ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં આ વર્ષે સરેરાશ ૮૯ ટકા જેટલો વરસાદ થયો છે પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. જે સંપુર્ણ ૪ જિલ્લાઓમાં ઓછો વરસાદ થયો છે તેના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં ખેડૂતોની પડખે ઉભા રહેવા રાજ્ય સરકાર ઉદારતમ નિર્ણયો કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સરકાર ખેડૂતો અને પશુપાલકોના વિશાળ હિતને હંમેશા પ્રાથમિકતા આપે છે. ભૂતકાળમાં પણ ખેડૂતોની મુશ્કેલી સમયે સરકાર પડખે ઉભી રહી છે. વર્તમાન સ્થિતિમાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ ખેડૂતો-પશુપાલકોની આપત્તિના કોઈપણ સમયે જે મદદ સહાય કરવી પડે તે માટે પુરેપુરી પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો અને પશુપાલકો માટે જે ઉદારતમ નિર્ણયો લેવામાં આવ્યા છે તેની વિગતો આપતાં જણાવ્યું કે, આ જિલ્લાના ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે SDRFના ધોરણો મુજબ અસરગ્રસ્ત પાકો માટે સહાય આપવાનો જે નિર્ણય કર્યો છે તે મુજબ ૮૫૦૦ રૂપિયા પ્રતિ હેક્ટર ૨ હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય અપાશે.

પશુઓ માટે ઘાસચારાની જે વ્યવસ્થા રાજ્ય રાજ્ય સરકારે કરી છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે વિલંબિત વરસાદની સ્થિતિ ધ્યાને લઈને આગોતરુ આયોજન કર્યુ અને ખેડૂતો-પશુપાલકોના હામી બનીને દુષ્કાળ જાહેર થયા પહેલા રાજ્યમાં જૂન-જૂલાઈ-૨૦૨૬થી જ સમગ્ર રાજ્યમાં રાહતદરે ઘાસચારો વિતરણ કરવા માટેની મંજૂરી આપીને જિલ્લા કલેક્ટરોને ઘાસ વિતરણ માટે ખાસ કિસ્સામાં અધિકૃત કરવામાં આવ્યા છે.

દુષ્કાળ જાહેર થયેલા તાલુકાઓમાં પશુ કેમ્પના પશુઓ માટે પશુ દિઠ રોજના રૂ. ૮૦ની સહાય બે મહિના માટે SDRFમાંથી ચૂકવવામાં આવશે અને પશુપાલકોના વિશાળ હિતમાં ત્યારબાદ રાજ્ય સરકાર આવી સહાયનો ખર્ચ ઉઠાવશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ૧.૨૧ કરોડ કિલોગ્રામ જેટલા ઘાસના જથ્થાનું ૨ રૂપિયા પ્રતિકિલોના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પાસે અત્યારની સ્થિતિએ ૩ કરોડ કિલોગ્રામ ઘાસ ઉપલબ્દ્ધ છે અને વધારાના ઘાસની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે જે તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે તેમાં ગ્રામીણ લોકોને રોજગારી મળી રહે તે માટે વી.બી.જી. રામ જી. યોજના અન્વયે ૧૫૦ માનવદિન રોજગારી આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે કરેલા આ નિર્ણયોનો અમલ તા. ૦૧/૧૧/૨૦૨૬થી કરવામાં આવશે તેમ તેમણે જાહેર કર્યુ હતું.

દરમિયાન રાજ્યમાં સિંચાઈ માટે પાણીની સ્થિતિ જોઈએ તો વિવિધ ડેમોમાંથી ખરીફ રૂતુમાં માંગણીના આધારે ૪૪ ડેમોના કમાન્ડ એરિયામાં પાણી આપવામાં આવ્યું છે.

ચાલુ વર્ષે રાજ્યના મુખ્ય ૨૦૬ ડેમોમાં ૬૬ ટકા જળ સંગ્રહ થયેલ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી રવિ સિઝન માટે ૭૬ ડેમોના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કર્યુ છે. સાથોસાથ પીવાના પાણીને પણ પ્રાથમિક્તા આપીને તા. ૩૦/૦૬/૨૦૨૭ સુધી પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું છે.

તે અંતર્ગત ઉત્તર ગુજરાત વિસ્તારના ધરોઈ દાંતીવાડા સહિત ૧૧ ડેમો, મધ્ય ગુજરાત વિસ્તારના કરજણ-પાનમ સહિત ૧૨ ડેમો, દક્ષિણ ગુજરાત વિસ્તારના ઉકાઈ-કાંકરાપાર, દમણગંગા સહિત ૯ ડેમો, ક્ષેત્રુન્જી, બ્રાહ્મણી, મચ્છુ સહિત ૩૯ ડેમો તેમજ કચ્છ વિસ્તારના ૫ ડેમોમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ છે. ઉક્ત ડેમોમાં પાણીની ઉપલબ્દ્ધીના આધારે ૧થી ૪ પાણ આપવાનું આયોજન કરેલ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: વંદે ભારત ટ્રેનોના મેજર મેઈનટેનન્સ માટે હવે અન્ય સ્થળોએ નહીં જવું પડે
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ગુજરાતના ૪ જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર
  • વંદે ભારત ટ્રેનોના મેજર મેઈનટેનન્સ માટે હવે અન્ય સ્થળોએ નહીં જવું પડે
  • 107 રેલવે સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’
  • પશ્ચિમ રેલવે સતર્કતા જાગૃતિ અભિયાન
  • પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પીવાના પાણીની ગુણવત્તા પરીક્ષણમાં 100% અનુપાલન હાંસલ કર્યું
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.