Mumbai Man Arrested in USA | મુંબઈના 31 વર્ષીય પ્રીત પંકજ જૈન નામના શખ્સની અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યના ડેવિડસન કાઉન્ટીમાંથી ધરપકડ કરવામાં આવી છે.
આ વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોતાની અસલી ઓળખ છુપાવીને એક સગીર છોકરી સાથે લાંબા સમયથી સંપર્કમાં હતો. જ્યારે સગીરાને તેની સાચી ઉંમર અને ઓળખ વિશે ખબર પડી, ત્યારે તેણે સંબંધ પૂરો કરીને તેને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધો હતો.
ત્યારબાદ, આ શખ્સ સગીરાનો ફરીથી સંપર્ક કરવા માટે મુંબઈથી સીધો અમેરિકા પહોંચી ગયો હતો. ડેવિડસન કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, એક ઉબેર ડ્રાઇવરે શંકાસ્પદ હિલચાલ જોઈને પોલીસને જાણ કરી હતી કે એક પુખ્ત વ્યક્તિ સગીર છોકરીનો પીછો (સ્ટોકિંગ) કરી રહ્યો છે.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ સગીરાના વાંધાજનક વિડિયો અને સામગ્રી રેકોર્ડ કરી રાખી હતી અને તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
નોર્થ કેરોલિના પોલીસે આરોપી વિરુદ્ધ ફર્સ્ટ ડિગ્રી અને થર્ડ ડિગ્રી સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન તેમજ સેક્સ્યુઅલ એક્સ્ટોર્શન સહિત કુલ 9 ગંભીર ગુના હેઠળ કેસ નોંધ્યો છે.
કોર્ટે આરોપી જામીન અરજી ફગાવીને તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. હાલ તેને ડેવિડસન કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
