Kaival Gyan Mandir | અમેરિકાના શિકાગો સ્થિત કૈવલ જ્ઞાન મંદિર ખાતે દિવાળી અને નૂતન વર્ષની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેંકડો ભક્તોએ દર્શન, સત્સંગ, ભક્તિ અને પ્રસાદનો લાભ લીધો હતો.
પૂજ્ય જગદ્ગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજના અમૃત જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે મંદિર ખાતે વિશેષ ‘ફેમિલી દિવાળી સેલિબ્રેશન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સાથે ‘આત્મનો મોક્ષાર્થં જગત હિતાય ચ’ એટલે કે પોતાના મોક્ષ અને જગતના કલ્યાણના પવિત્ર સંદેશને દૈનિક જીવનમાં ઉતારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નૂતન વર્ષના પાવન અવસરે દિવ્ય પરમગુરુ અને દેવી-દેવતાઓને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ અન્નકૂટનાં દર્શન કરી નવા વર્ષની મંગળમય શરૂઆત કરી હતી.
Join Kaival Gyan Mandir Chicago Social Media
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
