Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

‘ઑસ્ટ્રેલિયામાં નો સર, નો મેડમ’: ભારતીય યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા પોતાના અનુભવો

Chief Editor September 12, 2026
indian woman shares 5 things normal in australia social media

Australia Life Experience | ઓસ્ટ્રેલિયા (Australia) માં રહેતી એક ભારતીય મહિલા દીશા શાહે (Disha Shah) સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો શેર કરીને ઓસ્ટ્રેલિયાના રોજિંદા જીવનની 5 એવી બાબતો વિશે જણાવ્યું છે જે ત્યાં સાવ સામાન્ય ગણાય છે, પરંતુ એક ભારતીય (Indian) તરીકે તેના માટે આશ્ચર્યજનક હતી. દીશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર આ તફાવતો રજૂ કર્યા છે.

દુકાનો સાંજે 5 વાગ્યે બંધ થઈ જાય છે દીશાએ સૌથી પહેલો તફાવત સાંજના સમયે દુકાનો બંધ થવાનો જણાવ્યો છે. તેણે લખ્યું કે, ઓસ્ટ્રેલિયામાં સાંજે 5 વાગ્યે દુકાનો બંધ થઈ જાય છે. ભારતમાં જ્યાં મોડી રાત સુધી બજારો ધમધમતા હોય છે, તેનાથી વિપરીત ઓસ્ટ્રેલિયામાં શનિવારે સાંજે 6 વાગ્યે ખુલ્લી દુકાન શોધવી પણ મુશ્કેલ બની જાય છે.

Join Our WhatsApp Group

ઘોડેસવાર પોલીસનો અનોખો નજારો બીજી રસપ્રદ બાબત સીટી સેન્ટર (CBD) માં ઘોડેસવાર પોલીસ છે. દીશા અનુસાર, શહેરમાં સામાન્ય રીતે ચાલતી વખતે અચાનક ઘોડા પર સવાર પોલીસ ઓફિસર (Police Officer) જોવા મળે છે. સ્થાનિક લોકો માટે આ બાબત સામાન્ય છે, પરંતુ કોઈ પણ ભારતીય માટે આ દ્રશ્ય ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે.

નામથી બોલાવવાની કલ્ચર (First-Name Culture) ઓસ્ટ્રેલિયામાં લોકોને માન આપવા માટે ‘સર્’ (Sir), ‘મેડમ’ (Ma’am) કે ‘અંકલ-આંટી’ (Uncle-Aunty) કહેવાની પ્રથા નથી. ત્યાં પોતાના બોસ (Boss), શિક્ષક કે ડોક્ટરને પણ તેમના ફર્સ્ટ નેમ (First Name) થી જ સંબોધવામાં આવે છે. સમાનતાનો આ દ્રષ્ટિકોણ ભારતીય સંસ્કૃતિ કરતા તદ્દન અલગ છે.

સમયસર ઓફિસ છોડવી અને વર્ક-લાઈફ બેલેન્સ ચોથી અને સૌથી મહત્વની બાબત છે વર્ક-લાઈફ બેલેન્સ (Work-Life Balance). ઓસ્ટ્રેલિયામાં લોકો સમયસર ઓફિસથી નીકળી જાય છે. મોડે સુધી કામ કરવાને ત્યાં કોઈ વિશેષ સિદ્ધિ કે સન્માન માનવામાં આવતું નથી. લોકો પોતાના વ્યક્તિગત સમય, પરિવાર અને વીકેન્ડ (Weekend) ને ખૂબ જ મહત્વ આપે છે.

મફત અને સ્વચ્છ પબ્લિક પાર્ક્સ છેલ્લે, દીશાએ ઓસ્ટ્રેલિયાના જાહેર પાર્ક્સ અને ત્યાંની સુવિધાઓની પ્રશંસા કરી. તેણે જણાવ્યું કે ત્યાં સ્વચ્છ પબ્લિક ટોઇલેટ્સ (Public Toilets), મફત BBQ સગવડો, વોકિંગ ટ્રેક અને પિકનિક સ્પોટ્સ ખૂબ જ સુંદર અને સુવ્યવસ્થિત રીતે જાળવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે પણ આ વિડીયો પર સકારાત્મક પ્રતિક્રિયાઓ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Shah (@dr.dshah)

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: 30 હજારથી વધુ પ્રતિબંધ છતાં રશિયન અર્થતંત્ર મજબૂત, દિલ્હીમાં બોલ્યા વ્લાદિમીર પુતિન
Next: ‘ધ ઈન્ડિયન કાઉબોય’ બોબી કેશના જીવન પર બનશે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા ફીચર ફિલ્મ
Follow

Recent Posts

  • DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાસનના 5 વર્ષ
  • અમેરિકાના સાક્રામેન્ટોમાં ભારતીય મૂળની મહિલાની ગોળી મારી હત્યા; આરોપી કારમાંથી મૃત મળી આવ્યો
  • કેનેડા કોર્ટે 3 ભારતીયોનો વિઝિટર વિઝા રિજેક્શનનો નિર્ણય રદ કર્યો: ઈમિગ્રેશન ઓફિસરના નિર્ણયને ગણાવ્યો ‘અયોગ્ય’
  • ‘ધ ઈન્ડિયન કાઉબોય’ બોબી કેશના જીવન પર બનશે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા ફીચર ફિલ્મ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.