Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

E20 વિવાદ: નિતિન ગડકરી સાથે જોડાયેલી AI ડીપફેક તસવીરો અને વીડિયો દૂર કરવા બોમ્બે હાઇકોર્ટનો આદેશ

Chief Editor August 5, 2026
Nitin Gadkari Deepfake Bombay High Court E-20

Nitin Gadkari Deepfake | ઈ-20 (E20) પેટ્રોલ નીતિને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) ને બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court) માંથી મોટી રાહત મળી છે.

હાઇકોર્ટે નિતિન ગડકરી સાથે જોડાયેલી કથિત એઆઈ (AI) નિર્મિત ડીપફેક (Deepfake) તસવીરો, વીડિયો અને માનહાનિકારક સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટ્સને તાત્કાલિક અસરથી ઇન્ટરનેટ પરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન અદાલતે આવી પોસ્ટ્સને અત્યંત વાંધાજનક, અભદ્ર અને તેમની છબી ખરાબ કરનારી ગણાવી હતી.

નિતિન ગડકરીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને ફરિયાદ કરી હતી કે કેટલાક અજાણ્યા તત્વો તેમજ સોશિયલ મીડિયા હેન્ડલ્સ એઆઈ (AI) ટેકનોલોજીનો દુરુપયોગ કરીને તેમના ખોટા વીડિયો અને ફોટો બનાવી રહ્યા છે.

આ કન્ટેન્ટમાં એવો અસત્ય દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈ-20 (E20) ઈંધણ નીતિથી ગડકરી અને તેમના પરિવારને વ્યક્તિગત આર્થિક ફાયદો થઈ રહ્યો છે. મંત્રી વતી રજૂ થયેલી અરજીમાં મેટા (Meta), એક્સ (X) અને ગૂગલ (Google) સહિતના ડિજિટલ પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી અને 24 થી વધુ માનહાનિકારક પોસ્ટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ઈ-20 (E20) નીતિનું સંચાલન કરે છે, નહીં કે માર્ગ પરિવહન મંત્રાલય. ગડકરી વકીલ મારફતે જણાવ્યું કે તેમનો હેતુ નીતિની લોકશાહી સમીક્ષા કે ટીકાને રોકવાનો નથી, પરંતુ ખોટી માહિતી અને ડીપફેક દ્વારા વ્યક્તિત્વને નુકસાન પહોંચાડવાનો વિરોધ કરવાનો છે.

તેમણે રૂ.11 કરોડના વળતરની પણ માગ કરી છે. હાઇકોર્ટે આ બાબતે કડક વલણ અપનાવીને સામગ્રી હટાવવાનો આદેશ આપ્યો છે અને આ કેસની આગામી સુનાવણી 4 અઠવાડિયા પછી નિયત કરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: AI (એઆઇ) Bombay High Court (બોમ્બે હાઇકોર્ટ) Deepfake Image (ડીપફેક તસવીર) Deepfake Video (ડીપફેક વીડિયો) E20 Fuel (ઈ-20 ઈંધણ) Google (ગૂગલ) Meta (મેટા) Nitin Gadkari (નિતિન ગડકરી)

Post navigation

Previous: PoK માં વિરોધ પ્રદર્શન: JAAC આંદોલન દબાવવા ISI એ બનાવી ‘Peace Committee’, જૈશ કમાન્ડર ઈલિયાસ કશ્મીરી સામેલ હોવાનો દાવો
Next: CJP નો ફ્યુચર પ્લાન: ‘રાજકીય પક્ષ નહીં બનાવીએ, પ્રેશર ગ્રુપ તરીકે કામ કરીશું’ – અભિજીત દિપકે
Follow

Recent Posts

  • AI ની વધતી માંગ વચ્ચે 2028 સુધી ચિપની અછત સર્જાઈ શકે છે: Samsung ની ચેતવણી
  • વાટ્સએપનું નવું અપડેટ: ગ્રુપ ચેટ્સ માટે 3 નવા ફીચર્સ લોન્ચ, જાણો તમામ વિગતો
  • CJP નો ફ્યુચર પ્લાન: ‘રાજકીય પક્ષ નહીં બનાવીએ, પ્રેશર ગ્રુપ તરીકે કામ કરીશું’ – અભિજીત દિપકે
  • E20 વિવાદ: નિતિન ગડકરી સાથે જોડાયેલી AI ડીપફેક તસવીરો અને વીડિયો દૂર કરવા બોમ્બે હાઇકોર્ટનો આદેશ
  • PoK માં વિરોધ પ્રદર્શન: JAAC આંદોલન દબાવવા ISI એ બનાવી ‘Peace Committee’, જૈશ કમાન્ડર ઈલિયાસ કશ્મીરી સામેલ હોવાનો દાવો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.