LPG eKYC Deadline | જો તમે પણ રસોઈ ગેસ સિલિન્ડરનો (LPG Cylinder) ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેલ કંપનીઓએ LPG ગ્રાહકો માટે eKYC ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 16 August સુધીની નવી ડેડલાઈન (Deadline) નક્કી કરી છે. જો ગ્રાહકો સમયસર આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો તેમને ભવિષ્યમાં ગેસ સિલિન્ડર બુક કરાવવામાં અને સબ્સિડી (Subsidy) મેળવવામાં ભારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા બોગસ કનેક્શન (Connection) નાબૂદ કરવા અને સાચા ગ્રાહકો સુધી સબ્સિડી પહોંચાડવા માટે આ અગત્યનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ પ્રક્રિયા હેઠળ આધાર વેરિફિકેશન (Aadhaar Verification) અને બાયોમેટ્રિક (Biometric) ડેટા અપડેટ કરવામાં આવે છે.
કેવી રીતે કરશો eKYC? ગ્રાહકો પોતાની ગેસ એજન્સી (Gas Agency) ની રૂબરૂ મુલાકાત લઈને અથવા તો ઓનલાઈન (Online) મોબાઈલ એપ (Mobile App) દ્વારા સરળતાથી eKYC પૂર્ણ કરી શકે છે:
- એજન્સી દ્વારા: તમારા નજીકના ગેસ ડિસ્ટ્રીબ્યુટર (Distributor) પાસે જઈને આધાર કાર્ડ (Aadhaar Card) અને ગેસ પાસબુક (Passbook) બતાવી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ (Biometric Fingerprint) આપી શકો છો.
- ઓનલાઈન/એપ દ્વારા: ઇન્ડિયન ઓઇલ (IndianOil), ભારત ગૅસ (Bharat Gas) કે એચપી ગૅસ (HP Gas) ની આધિકારિક એપ ડાઉનલોડ કરીને આધાર ફેસ આઈડી (Aadhaar Face RD App) ની મદદથી ઘરે બેઠા પણ ચહેરા વેરિફિકેશનથી eKYC થઈ શકે છે.
જે ગ્રાહકો 16 August સુધીમાં પોતાની KYC પ્રક્રિયા પૂરી નહીં કરે, તેમનું સિલિન્ડર બુકિંગ (Cylinder Booking) બ્લોક (Block) થઈ શકે છે અને સરકારી સબ્સિડી પણ અટકી શકે છે.
