Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સાપને બચાવવા જતાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી, સ્થાનિકોએ બારીમાંથી જીવ બચાવ્યો

Chief Editor July 27, 2026
Hakabha Gadhvi

Hakabha Gadhvi Accident | ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવી (Hakabha Gadhvi) ની ફોર્ચ્યુનર કાર સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના બૈસાબગઢ પાસે એક નદીમાં ખાબકી હતી. આ અકસ્માત મોડી રાત્રે આશરે 1 વાગ્યે થયો હતો, જ્યારે હકાભા ગઢવી માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

રસ્તા પર અચાનક સાપ આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં ગાડીનું સ્ટેયરિંગ કાબૂ બહાર ગયું હતું અને કાર નદીના પાણીમાં ખાબકી હતી. ગાડી અડધી પાણીમાં ડૂબી જતાં અને પાણીનો ભરાવો થતાં કારના દરવાજા લોક થઈ ગયા હતા.

Join Our WhatsApp Group

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. કારમાં પાણી વધી રહ્યું હોવાથી છાતીસમા પાણીમાં ઉતરીને સ્થાનિક યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. દરવાજા ન ખુલતાં બારીના કાચમાંથી હકાભા ગઢવી અને તેમના સાથીને મહામહેનતે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં હકાભા ગઢવીનો ચમત્કારિક બચાવ થયો છે. તેમને પગના ભાગે સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટના બાદ હકાભા ગઢવીએ પોતે સંપૂર્ણ સ્વસ્થ હોવાની માહિતી આપી હતી અને તેમનો જીવ બચાવનાર સ્થાનિક યુવકોનો આભાર માન્યો હતો. આ સમાચાર મળતાં જ તેમના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Dhrangadhra (ધ્રાંગધ્રા) Hakabha Gadhvi (હકાભા ગઢવી) Surendranagar (સુરેન્દ્રનગર)

Post navigation

Previous: કોમનવેલ્થ ગેમ્સ 2026: ઈંગ્લેન્ડના જિમનાસ્ટ ગેબ્રિયલ લેંગટન રિંગ્સ પરથી નીચે પટકાયા, પીઠ અને ગરદનમાં ગંભીર ઈજા
Next: અમદાવાદમાં ભારે વરસાદ: કોટ વિસ્તાર સુરક્ષિત, નવું અમદાવાદ પાણીમાં
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.