Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સુરત શહેરમાં પૂર રાહતની સહાય માટે તત્કાલ સર્વેની કામગીરી

Chief Editor July 10, 2026
11 su4

———
નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી, કો-ઓર્ડિનેટર અને અન્ય કર્મચારીઓ સાથેની ૪૧ ટીમો ગઠિત કરી કામગીરીના હુકમ કરાયાઃ તત્કાલ ફીલ્ડ પર જઈને સર્વે કરવા આદેશ
——–
વર્ગ-૧ અને ૨ તથા વર્ગ-૩ના ૨૨૭ અધિકારી-કર્મચારીઓ સર્વેની કામગીરીમાં જોતરાયાઃ
——–
બપોરના ૧.૦૦ વાગ્યા સુધીમાં ૧૧૮૫ અસરગ્રસ્તોને રૂા.૩૫.૨૧ લાખની કેશ ડોલ્સ તથા ઘરવખરી સહાયનું વિતરણ કરાયું

 

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

——-
માહિતી બ્યુરો-સુરત-શુક્રવાર: સુરત શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે વિવિધ તાલુકાના વિસ્તારોમાં ખાડીપૂર, પાણી ભરવાના કારણે થયેલ માનવ મૃત્યુ/ ઈજા તેમજ સ્થાવર જંગમ મિલકતને થયેલ નુકસાન સામે કેશડોલ્સ, ઘરવખરી, કપડાની સહાય આપવા માટે જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સર્વે અંગેની કામગીરી તાત્કાલિક હાથ ધરીને પુર્ણ કરી શકાય તે માટે વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ-કર્મચારીઓ મળી કુલ ૨૨૭ જેટલા કર્મયોગીઓની ૪૧ ટીમો ગઠિત કરી આ ટીમોને તત્કાલ સર્વેની કામગીરીના હુકમ કરવામાં આવ્યા છે. ટીમના સભ્યોએ ફાળવેલા તાલુકાઓના મામલતદારોના સંપર્કમાં રહી કામગીરીની શરૂઆત કરી છે. આજે બપોરના ૧.૦૦ વાગ્યા સુધીમાં કતારગામ, પુણા, મજુરા, અબ્રામા, ઉધના તાલુકા વિસ્તારમાં ૭૦૧ અસરગ્રસ્તોને રૂા.૧૧ લાખની કેશ ડોલ્સ વિતરણ કરાયું હતું. જયારે ૪૮૪ અસરગ્રસ્તોને રૂા.૨૪.૨૦ લાખની ઘરવખરી સહાયની ચુકવણી કરવામાં આવી છે. જેમ સર્વે પુર્ણ થઈ રહ્યો છે તેમ સહાયનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.


લિબાયત વિસ્તારના રતનજીનગર, મઝદા પાર્ક-૧,૨ સહિતની સોસાયટીઓમાં જિલ્લા આયોજન અધિકારી શિતલબેન માંડવિયા સહિતના અધિકારી-કર્મચારીઓ દ્વારા સર્વે કરીને કેશડોલ્સ સહાયનું વિતરણ કરાયું હતું.
જિલ્લા કલેકટરે હુકમ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ નિરીક્ષકની દેખરેખ હેઠળ પુણા વિસ્તારમાં કુંભારીયાના ધનજીવલ્લી મહોલ્લો, પાદર ફળીયુ, ખાડી ફળીયુ, પીપળા ફળીયુ, સારોલીની નવી કોલોનીના સર્વે માટે પાંચ જેટલી ટીમોને કામગીરી સોંપવામાં આવી છે. એક ટીમમાં પાંચ કર્મચારીઓ સાથે ઘરે ઘરે જઈને નુકસાનીના સર્વેની કામગીરીમાં જોતરાયા છે. આ ઉપરાંત, નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજરના નેજા હેઠળ બાવરી ફળીયુ, સણિયા હેમાદના બ્રાહ્મણ ફળીયુ, ખરી ફળીયુ, પારસી તથા ભુત ફળીયાના સર્વે માટે પાંચ ટીમો તૈયાર કરવામાં આવી છે. મજુરા વિસ્તારમાં જમીન દફતર નિરક્ષક ડી.એમ.દેસાઈના નેજા હેઠળ આંબેડકરનગર, રસુલાબાદ, આઝાદનગર, ઈન્દીરાનગરના સર્વે માટે ચાર ટીમો, ઉધના વિસ્તારમાં જિલ્લા આયોજન અધિકારીના નેજા હેઠળ મીઠી ખાડી વિસ્તાર- લિંબાયતના ઈસ્લામી ચોક, રઝા ચોક, આઝાદ ચોક, બેઠી કોલોની, પતરાની ચાલ, કાંતિનગર, ફુલવાડી, નુરે ઈલાહી નગર, કદીરી ચોક, મઝદાપાર્ક, રતનજીનગર, ભેદવાડ, ગોડદરા વિસ્તારના મીરાનગર, રામકૃષ્ણ સો., ભવાની સો., હળપતિવાસ, રબારીવાસ વિસ્તારમાં ચાર ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.


નાયબ નિયામક (વિકસતી જાતિ)ના નેજા હેઠળ ગોડાદરા, ધીરજનગર, નીલકંઠ સો., સ્વામિનારાયણ નગર, પટેલનગર, પરવટ વિસ્તાર, ગીતાનગર, હળપતિવાસ, ખાડી ફળીયું, ઉધના ઉદ્યોગ સંઘ વિસ્તાર, સંજયનગર ઝુપડપટ્ટીના સર્વે માટે ચાર ટીમો કામગીરી કરી રહી છે.
ડી.આઈ.એસ.એસ.ના ડેપ્યુટી ડાયરેકટરના નેજા હેઠળ ગોડાદરા આસપાસનગર, આસ્તિક નગર, કૌશલનગર, કલાકુંજ, પ્રકાશનગર, ગાયત્રીનગર, પ્રિયંકાનગર, ડુંભાલના અસરગ્રસ્ત વિસ્તારના સર્વે માટે ત્રણ ટીમો કામગીરીએ કરી રહી છે.
પુણા વિસ્તારના માટે જિલ્લા રજિસ્ટ્રાર હરેશ કાછડના નેજા હેઠળ સીમાડા વિસ્તારના સ્વામિનારાયણ નગર, શુભમ પાર્ક, સ્વાગત સો., વાલમનગર, સિધ્ધાર્થ નગર, ધર્મરાજ, એસ.ડી.પાર્ક, ઠાકોરદ્વાર, શાંતિનિકેતન, વ્રજભૂમિ સેક્ટર શોપિંગ સેન્ટરની બહારની દુકાનો, હરિઓમ પાર્ક, દિવાળીનગર, અજમલધામ, સરથાણા વિસ્તારના વીટીનગર, કેશવપાર્ક, શ્યામવિલા, હરે કૃષ્ણ રો-હાઉસની દુકાનો, ગઢપૂર રોડની આદર્શ રો હાઉસ, લક્ષ્મી નગર, સીએચ પાર્ક તથા નાના વરાછાની કૃષ્ણકુંજ સો. વંદના સો. વિભાગ-૧,૨, શ્યામધામની દેવીકૃપા સો., સરસ્વતી સો.૧,૨,૩, શ્યામધામ વિભાગ ૧,૨,૩, સંગના સોસાયટીના ૧,૨,૩, મહાવીર સોસાયટીના સર્વે માટે પાંચ ટીમો કામગીરી કરી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં સરકારી આવાસોનું લોકાર્પણ
Next: ભારે વરસાદથી અસરગ્રસ્ત માર્કેટની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार
  • NRI को सलाह देने पर ट्रोल हुए Zoho के संस्थापक श्रीधर वेम्बू, बोले- ‘विकल्प क्या है? भीख मांगें?’
  • ઝોહોના સ્થાપક શ્રીધર વેંબુનું નિવેદન: ‘શું વિદેશમાં રહેવા ભીખ માંગીએ?’
  • જ્યોર્જિયાના વિદ્યાર્થીઓએ ‘થ્રાઇવટૂગેધર’નો ૪૦ થી વધુ શાખાઓમાં વિસ્તાર કર્યો, જરૂરિયાતમંદ પરિવારો માટે રૂ. ૨૦૦,૦૦૦ નું ખાદ્ય દાન એકત્ર કર્યું
  • અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.