Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના મુખ્ય ગેટ સામે વિનીત વિહાર ‘પુષ્પરેખા ધર્મશાળા’નું ઐતિહાસિક ઉદ્ઘાટન સંપન્ન

Chief Editor June 22, 2026
Shankheshwar Dharamshala Inauguration

શંખેશ્વર: “જ્યાં શિક્ષણ મળે તે વિદ્યાશાળા કહેવાય, જ્યાં પૈસા મળે તે ટંકશાળા કહેવાય, જ્યાં કર્મ બંધાય તે કર્મશાળા કહેવાય ને માત્ર જ્યાં ધર્મ જ થાય તે ધર્મશાલા કહેવાય.” શંખેશ્વર મહાતીર્થમાં આવી જ એક જબરજસ્ત વિરાટ ધર્મશાળાનું નિર્માણ થયું છે, જે સમગ્ર શંખેશ્વરની આન, બાન અને શાન બની ગઈ છે.

વિનીત વિહાર સંકુલની આ ‘પુષ્પરેખા ધર્મશાળા’નો ઐતિહાસિક ઉદ્ઘાટન ઉત્સવ દેશ-પરદેશથી ઉમટેલી અપાર જનમેદનીની હાજરીમાં અત્યંત ભવ્યતા સાથે સંપન્ન થયો છે. આ પ્રસંગે સમગ્ર જૈન સમાજ (Jain Samaj) અને જન-જનમાં આનંદ અને ઉલ્લાસનો મહાસાગર ઉમટ્યો હતો અને ચારેકોરથી આ અદ્ભુત કાર્ય માટે શુભેચ્છાઓનો વરસાદ થયો હતો.

આ મંગલમય પ્રસંગે શંખેશ્વર તીર્થ (Shankheshwar Tirth) માં બિરાજમાન બધા જ સમુદાયોના આચાર્ય ભગવંતો તેમજ ખૂબ મોટી સંખ્યામાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજો ખાસ પધાર્યા હતા. દેશ-પરદેશના ભાવિક ભક્તોના ઉદાર હાથે મળેલા દાનથી આ આલીશાન ધર્મશાળા શંખેશ્વર દાદાના મુખ્ય ગેટની બિલકુલ સામે નિર્માણ પામી છે, જે દેખાવમાં કોઈ ડાયમંડ સેટ (Diamond Set) જેવી ખૂબસૂરત લાગે છે.

આ ભવ્ય સંકુલના પ્રેરક પૂજ્ય ગુરૂદેવ ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજા (Vijay Yashovarma Surishwarji Maharaja) છે. તેમની જ દિવ્ય પ્રેરણાથી શંખેશ્વર ગામમાં આજુબાજુના ૬૦ ગામોની ગરીબ અને જરૂરિયાતમંદ જનતા માટે એક વિરાટ જૈન હોસ્પિટલ (Jain Hospital) નું નિર્માણ ૧૪ વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, આ હોસ્પિટલ માટેની જમીન તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી (Narendra Modi) દ્વારા ફાળવવામાં આવી હતી. આજે અનેક એમ્બ્યુલન્સો (Ambulance) અને આધુનિક સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલને કારણે હજારો દર્દીઓના આશીર્વાદ આ સંસ્થાને મળી રહ્યા છે.

વિનીત વિહારના આ ભવ્ય ઉદ્ઘાટન નિમિત્તે શંખેશ્વર તીર્થમાં એક અત્યંત સુંદર પાણીની પરબ (પ્યાઉ) નું પણ નિર્માણ કરવામાં આવશે, જે સ્થાનિક ગ્રામજનો અને અહીં આવતા હજારો-લાખો યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

આ સાથે જ, શંખેશ્વર તીર્થમાં ચાતુર્માસ કે દર્શનાર્થે પધારતા હજારો સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ અને સ્વાસ્થ્ય સેવા માટે ‘જીતો-શ્રમણ આરોગ્યમ્’ (JITO Shraman Arogyam) દ્વારા ‘જીવાનંદ વૈદશાળા’ નું નિર્માણ કરવામાં આવશે. જેનો મંગલ પ્રારંભ પૂજ્ય ગુરૂદેવશ્રીના માંગલિક શ્રવણ સાથે કરવામાં આવ્યો હતો.

આ આધુનિક ધર્મશાળાના પ્રારંભથી શંખેશ્વર ભક્તિધામ અને જૈન સમાજમાં ભારે આનંદ-ઉત્સાહનો માહોલ છે. યાત્રાળુઓની સુવિધા અને સમાજ સેવાના આ શ્રેષ્ઠ સંકુલની સમગ્ર દેશભરમાં પ્રશંસા થઈ રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Shankheshwar (શંખેશ્વર)

Post navigation

Previous: અમેરિકાના ફ્લોરિડામાં 26 વર્ષીય તેલુગુ વિદ્યાર્થી અરુણ સાઈ રેડ્ડીનું બીમારીના કારણે મોત
Next: ન્યૂયોર્ક રાજકારણમાં ગરમાવો: જેનિફર રાજકુમારનો વિરોધીઓ પર ધાર્મિક નિશાન બનાવવાનો ગંભીર આરોપ
Follow

Recent Posts

  • અમેરિકાએ પોતાની જ સેનાને આપ્યા ‘વિના આંખ’ વાળા F35 ફાઇટર જેટ, ભારત માટે આ ડીલ કેટલી યોગ્ય?
  • ટ્રમ્પના ભારત પ્રવાસથી શું છે આશા? રાષ્ટ્રપતિના બે ખાસ મિત્રોએ ખોલ્યા સંબંધોના નવા રહસ્યો
  • ટ્રમ્પે ઈરાન યુદ્ધ માટે અમેરિકન ટેક્સપેયર્સ પાસે $87.6 બિલિયન માંગ્યા
  • ઉનાળાની કાળઝાળ ગરમીમાં લસ્સી-છાશ છોડો, ટ્રાય કરો ટેસ્ટી અને હેલ્ધી ‘ફાલસા શરબત’
  • માતૃભૂમિનો મોહ: અંતિમ શ્વાસ ભારતમાં લેવા માટે 94 વર્ષના વૃદ્ધાએ અમેરિકાની નાગરિકતા છોડી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.