Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ દ્વારા પ્રથમ કાર્યક્રમ

Chief Editor June 22, 2026
US1 PHOTO-2026-06-21-22-01-50
વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ દ્વારા સિનિયર મિલન સોસાયટીના પ્રથમ કાર્યક્રમનું સફળ આયોજન  મેકીની, ટેક્સાસ સ્થિત શ્રી ગોવર્ધનનાથજી મંદિર (વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ) ના નવાં નિર્માણ થયેલ વલ્લભ સદન હોલમાં સિનિયર મિલન સોસાયટીના પ્રથમ કાર્યક્રમનું તા, ૨૦ જુને સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
    50 વર્ષથી વધુ વયના વરિષ્ઠ વૈષ્ણવોને ધ્યાનમાં રાખીને આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય જાગૃતિ, સામાજિક મિલન, આધ્યાત્મિક વિકાસ અને આનંદમય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન યોગ, હેલ્થ એન્ડ વેલનેસ, હાસ્ય યોગા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વરિષ્ઠ સભ્યોએ ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. Certified યોગ શિક્ષક સાથે સ્વાસ્થ્ય વિષયક માર્ગદર્શન દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જે સૌમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો હતો. આ અવસરે વરિષ્ઠ સભ્યોને પરસ્પર મળવા, પોતાના અનુભવો વહેંચવા અને નવી મિત્રતાઓ વિકસાવવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમ દરમિયાન સૌહાર્દ, આત્મીયતા અને એકતાનું અનોખું વાતાવરણ સર્જાયું હતું. ઉપરાંત, જે સભ્યોનો જન્મદિવસ આ મહિનામાં હતો તેમનો વિશેષ સન્માન સાથે કેક ની મધુરતા સાથે જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી, જેના કારણે કાર્યક્રમમાં ઉમંગ અને આત્મીયતાનો વધુ સુંદર માહોલ સર્જાયો હતો. કાર્યક્રમની શરુઆત મંગલાચરણથી કરવામાં આવી હતી અને અંતમાં મહાપ્રસાદરૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસના આ પ્રથમ સિનિયર મિલન કાર્યક્રમને વરિષ્ઠ નાગરિકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો અને તે સૌ માટે એક યાદગાર તથા પ્રેરણાદાયી અનુભવ સાબિત થયો હતો. ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો નિયમિતપણે યોજવા , કારોબારીની સમિતિ રચવા માટે સભ્યો ની સલાહ સુચન આવકારવા માં આવ્યા હતા. વૈષ્ણવમિલન ના સિનિયર નું મિલન એનો ખાસ ઉદ્દેશ વડીલો ના આરોગ્ય પર વધુ ધ્યાન આપવામાં આવશે સાથે ભવિષ્યમાં મનોરંજનના કાર્યક્રમો પણ યોજવામાં આવશે વધુ માહિતી માટે વૈષ્ણવમિલન ઓફ ટેક્ષાસ નો સંપર્ક કરવા વિનંતી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ભારત સામે મોટી-મોટી વાતો કર્યા પછી લાઇન પર આવ્યા બાલેન શાહ, બ્રિટનની મધ્યસ્થતાવાળા નિવેદન પર આપી સફાઈ
Follow

Recent Posts

  • વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ દ્વારા પ્રથમ કાર્યક્રમ
  • ભારત સામે મોટી-મોટી વાતો કર્યા પછી લાઇન પર આવ્યા બાલેન શાહ, બ્રિટનની મધ્યસ્થતાવાળા નિવેદન પર આપી સફાઈ
  • એન્ટ્રી સમયે શંકા ગઈ… તલાશી લીધી તો અંડરગાર્મેન્ટ્સમાંથી મળ્યું સિમ કાર્ડ અને ગત વર્ષનું NEETનું પેપર
  • ‘અખિલેશ મુસ્લિમ CM ચહેરો જાહેર કરે, અમારું અહેસાન ચૂકવે…’ ઓલ ઈન્ડિયા જમાતની સપા પાસે માંગ
  • હવે શ્રીલંકા પર અમેરિકાનું ફોકસ, બે સિનિયર અધિકારીઓ પ્રવાસે, શું છે પ્લાન?
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.