Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટમાં એર હોસ્ટેસની છેડતી કરનાર ભારતીય નાગરિકને 6 મહિનાની જેલ

Chief Editor June 23, 2026
singapore airlines Molestation Case

Singapore Flight Molestation Case | સિંગાપોર (Singapore)ની એક અદાલતે ફ્લાઇટ એટેન્ડન્ટ (Flight Attendant) ની છેડતી (Molestation) કરવા અને તેને માનસિક તણાવ આપવાના ગુનામાં 35 વર્ષીય ભારતીય નાગરિક આકાશ તિવારીને 6 મહિનાની જેલની સજા ફટકારી છે.

આ ઉપરાંત, કોર્ટે પીડિતાને થયેલા માનસિક આઘાત અને તબીબી ખર્ચ પેટે આશરે 1270 સિંગાપોર ડોલર એટલે કે આશરે 982 યુએસ ડોલર (US Dollars) નું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આરોપીએ છેડતી અને ધમકીભર્યા વર્તન દ્વારા પરેશાન કરવાના ગુનાની કબૂલાત કરી લીધી છે.

કોર્ટની કાર્યવાહી દરમિયાન સામે આવ્યું કે આ ઘટના સિંગાપોર એરલાઇન્સ (Singapore Airlines) ની ફ્લાઇટમાં ફેબ્રુઆરી મહિનામાં બની હતી. કોર્ટના આદેશને કારણે પીડિતા અને ફ્લાઇટની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આકાશ તિવારી તેના 4 મિત્રો સાથે મુસાફરી કરી રહ્યો હતો અને આ આખું જૂથ ફ્લાઇટ દરમિયાન અત્યંત તોફાની વર્તન કરી રહ્યું હતું. તેઓ વારંવાર મહિલા ક્રૂ મેમ્બર્સ તરફ હાથ હલાવીને હસતા હતા.

પ્રથમ ઘટના ફ્લાઇટના ટેક-ઓફ પહેલાં બની જ્યારે એર હોસ્ટેસ ભોજનની પસંદગી કન્ફર્મ કરવા તેમની પાસે ગઈ હતી. આ દરમિયાન આકાશે તેનો હાથ લંબાવીને પીડિતાની જાંઘ પર ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. આ હરકતથી પીડિતા સ્તબ્ધ થઈ ગઈ હતી, જ્યારે આરોપી અને તેના મિત્રો મોટેથી હસવા લાગ્યા હતા.

એર હોસ્ટેસે આ અંગે તેના સુપરવાઈઝરને જાણ કરી હતી, જેથી તેને તે લાઈનમાં ન જવાની સલાહ અપાઈ હતી. જો કે, ભોજનની ટ્રે એકત્રિત કરતી વખતે બીજી ઘટના બની હતી. આકાશે જાણીજોઈને પોતાની સીટ પરથી બહાર ઝૂકીને એર હોસ્ટેસને ફરીથી અયોગ્ય સ્પર્શ કર્યો હતો.

પીડિતાએ જ્યારે વિરોધ કર્યો ત્યારે માફી માંગવાના બદલે તે સ્મર્ક (Smirk – કટાક્ષભર્યું હસવું) કરી રહ્યો હતો. તેના એક મિત્રે તો એવી ટિપ્પણી પણ કરી કે તે બિયર પીને આ આખો ‘શો’ જોવા માંગે છે.

મુખ્ય ફ્લાઇટ સ્ટેવર્ડસની હાજરીમાં વિરોધ કરવા છતાં આરોપીએ પોતાની ભૂલ સ્વીકારી ન હતી. વિમાન લેન્ડ થવાનું હતું ત્યારે પીડિતા રિપોર્ટ કરવા ગેલી (Galley – વિમાનનું રસોડું) તરફ ગઈ, તો આરોપી તેની પાછળ ત્યાં પણ પહોંચી ગયો અને તેની ખૂબ નજીક આવીને ઊભો રહી ગયો.

ડરી ગયેલી એર હોસ્ટેસ રડવા લાગી હતી અને ધ્રૂજી રહી હતી. કેપ્ટન દ્વારા આ અંગે ચાંગી એરપોર્ટ (Changi Airport) ના સત્તાવાળાઓને અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી, જેથી ફ્લાઇટ લેન્ડ થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

સરકારી વકીલોએ દલીલ કરી હતી કે આરોપીના મિત્રોના હસવાના કારણે પીડિતાનું અપમાન વધુ ગંભીર બન્યું હતું, જેના આધારે કોર્ટે સખત સજા ફટકારી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Molestation (છેડતી) Singapore Airlines (સિંગાપોર એરલાઇન્સ)

Post navigation

Previous: વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ દ્વારા પ્રથમ કાર્યક્રમ
Next: સુરત: પાટીદાર આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ સહિતના અગ્રણીઓ નિર્દોષ જાહેર
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.