Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

આમિર ખાન 61 વર્ષની ઉંમરે કરશે ત્રીજા લગ્ન: 5 જુલાઈએ ગર્લફ્રેન્ડ ગૌરી સાથે નિકાહ નહીં પરંતુ રજિસ્ટર્ડ મેરેજ કરશે

Chief Editor June 20, 2026
aamir khan gauri spratt

Aamir Khan third marriage | બોલિવૂડના (Bollywood) ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે જાણીતા સુપરસ્ટાર આમિર ખાન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

61 વર્ષની ઉંમરે આમિર ખાન (Aamir Khan) પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ (Gauri Spratt) સાથે ત્રીજી વખત લગ્ન કરીને નવી જિંદગીની શરૂઆત કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં આમિર ખાને પોતે 5 જુલાઈએ ગૌરી સાથે થનારા આ લગ્નની પુષ્ટિ કરી દીધી છે.

Join Our WhatsApp Group

આમિર ખાને તેમના લગ્નની યોજનાઓ અંગે વાત કરતા જણાવ્યું કે, આ લગ્ન કોઈ ધામધૂમથી કે ભવ્ય રીતે નહીં થાય, પરંતુ ખૂબ જ સાદગીથી ઘરે જ કરવામાં આવશે. તેઓ પરંપરાગત રીતિ-રિવાજો કે નિકાહ કરવાના બદલે એક સિમ્પલ રજિસ્ટર્ડ મેરેજ (Registered Marriage) કરશે, જેમાં માત્ર બંને પરિવારના સભ્યો અને અંગત મિત્રો જ હાજર રહેશે.

આ લગ્નની તૈયારીઓ માટે આમિરે અત્યારથી જ કામમાંથી બ્રેક (Break) લઈ લીધો છે. લગ્ન બાદ તેઓ પોતાની સુપરહિટ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ના (3 Idiots) સિક્વલનું શૂટિંગ શરૂ કરશે.

તમને જણાવી દઈએ કે, આમિર ખાન અને ગૌરી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને ગયા વર્ષે માર્ચમાં આમિરના 60મા જન્મદિવસે તેમણે પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા.

આમિર ખાનના અગાઉ રીના દત્તા (Reena Dutta) અને કિરણ રાવ (Kiran Rao) સાથે છૂટાછેડા (Divorce) થઈ ચૂક્યા છે, જ્યારે ગૌરી પણ ડિવોર્સી છે અને તેને એક દીકરો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Aamir Khan (આમિર ખાન) Bollywood (બોલિવૂડ)

Post navigation

Previous: SpaceX $60 બિલિયનમાં ખરીદશે ભારતીય મૂળના અમન સંગરનું AI સ્ટાર્ટઅપ Cursor
Next: India vs England: હાર્દિક પંડ્યા વનડે શ્રેણીમાંથી બહાર, વિરાટ પર સસ્પેન્સ
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.